________________
આદર્શ બાલમંદિર ३५-आदर्श बालमंदिर
બાળકની કેળવણીનો વિષય સહેલામાં સહેલો હોવો જોઈએ તે કઠણમાં કઠણ થઈ ગયો જણાય છે, અથવા કરી મૂકવામાં આવ્યો છે. અનુભવ તે એમ ? અનિછાએ પણ કંઈક સારી કે ખરાબ કેળવણી પામી રહ્યાં છે. આ વાકય ઘણા વાંચનારને વિચિત્ર લાગશે, પણ બાળક કોને કહીએ, કેળવણી એટલે શું અને બાળકેળવણી કેાણ આપી શકે? એ વિચારી લઈએ તે કદાચ ઉપરના વાક્યમાં કંઇ નવાઈ જેવું ન લાગે. બાળક એટલે દશ વર્ષની અંદરનાં છોકરા-છોકરીઓ અથવા એવી ઉમ્મરનાં લાગતાં બાળકે.
કેળવણી એટલે અક્ષરજ્ઞાન નહિ. અક્ષરજ્ઞાન એ કેળવણીનું સાધન માત્ર છે. કેળવણી એટલે મન સુદ્ધાં બાળકની બધી ઈદ્રિયોનો સદુપયોગ કરતાં બાળક જાણે તે. એટલે કે બાળક પિતાના હાથ, પગ ઇત્યાદિ કર્મ દ્રયોને અને નાક, કાન ઇત્યાદિ જ્ઞાનેંદ્રિયોને ખરો ઉપયોગ કરી જાણે. હાથ વતી ચાર નહિ જોઈએ, માખીઓ નહિ મારવી જોઈએ, પિતાના ભેરૂને કે નાનાં ભાઈબહેનને ન મારવાં જોઈએ એવું જ્ઞાન જે બાળક પામે છે તેની કેળવણીનો આરંભ થઈ ચૂક્યો. જે બાળક પિતાનું શરીર, પિતાના દાંત, જીભ, નાક, કાન, આંખ, માથું, નખ ઇત્યાદિ સાફ રાખવાની આવશ્યકતા સમજે છે અને રાખે છે તેણે કેળવણુનો આરંભ કર્યો છે એમ કહી શકાય. જે બાળક ખાતાં પીતાં અડપલાં કરતું નથી, એકાન્તમાં કે સમાજમાં ખાવાપીવાની ક્રિયાઓ રીતસર કરે છે, રીતસર બેસી શકે છે અને શુદ્ધ-અશુદ્ધ ખોરાકનો ભેદ જાણે શુદ્ધની પસંદગી કરે છે, અકરાંતિયાપણે ખાતું નથી, જે જુએ તે માગતું નથી, ન મળે તેયે શાન્ત રહે છે, એ બાળકે કેળવણીમાં સારી પ્રગતિ કરી છે. જે બાળકના ઉચ્ચાર શુદ્ધ છે, જે પોતાની આસપાસ રહેલા પ્રદેશના ઇતિહાસભૂગોળ તે શબ્દોનું નામ જાણ્યા વિના આપણને બતાવી શકે છે, જેને દેશ શું છે એનું ભાન થયું છે એણે પણ કેળવણીને માર્ગે ઠીક મજલ કરી છે. જે બાળક સાચજૂઠનો અને સારાસારને ભેદ જાણી શકે છે તથા સારૂં અને સાચું પસંદ કરે છે, નઠારાને અને જૂઠાને ત્યાગ કરે છે એ
કેળવણીમાં બહુ સારી પ્રગતિ કરી છે. આ વસ્તુને હવે લંબાવવાની જરૂર રહેતી નથી. બીજા રંગે વાંચનાર પોતાની મેળે પૂરી શકે છે. માત્ર એક વાત સ્પષ્ટ કરવી જોઇએ. આમાં કયાંયે અક્ષરજ્ઞાનની કે લિપિત્તાનની આવશ્યકતા નહિ જોવામાં આવે. બાળકને લિપજ્ઞાનમાં રેકવો એ તેમના મન ઉપર અને તેમની બીજી ઈદ્રિયો ઉપર દબાણ મૂક્યા બરાબર છે, તેમની આંખને અને તેમના હાથનો દુરુપયોગ કર્યા બરાબર છે. ખરી કેળવણી પામેલું બાળક અક્ષરજ્ઞાન યોગ્ય સમયે સહેજે મેળવી શકે અને તે રસપૂર્વક પામે. આજે બાળકને એ જ્ઞાન બોજારૂપે થઈ પડે છે. આગળ વધવાના સારામાં સારા કાળને નકામો લેપ થાય છે અને અંતે તેઓ સુંદર અક્ષર કાઢવાને બદલે, અને સુંદર રીતે વાંચવાને બદલે માખીના ટાંગા જેવા અક્ષર કાઢે છે. તે ઘણું ન વાંચવાનું વાંચે છે, અને વાંચે છે તે પણ ઘણી વેળા ખેટી રીતે વાંચે છે. આને કેળવણી કહેવી એ કેળવણીની ઉપર અત્યાચાર કર્યા બરાબર છે. બાળક અક્ષરજ્ઞાન પામે તેના પહેલાં તેને પ્રાથમિક કેળવણી મળી જવી જોઈએ. આમ કરવાથી આ ગરીબ મુલકમાં અનેક વાચનમાભ અને બાળપોથીઓના ખર્ચમાંથી અને ઘણા અર્થમાંથી બચી જવાય. બાળપોથી હોવી જ જોઈએ તે તે શિક્ષકને સારૂજ હોય. મારી વ્યાખ્યાનાં બાળકોને સારૂ કદી નહિ. જો આપણે ચાલુ પ્રવાહમાં ન તણાઈ રહ્યા હોઈએ તો આ વાત દીવા જેવી સ્પષ્ટ લાગવી જોઈએ.
ઉપર આલેખેલી કેળવણું બાળક ઘરમાંજ પામી શકે અને માતાનીજ મારફતે. એટલે જેવી તેવી કેળવણી તો બાળકે માતાની પાસેથી પામે છે. જે આજે આપણું ઘર છિન્નભિન્ન થઈ ગયાં છે, માબાપ બાળકે પ્રત્યેને પિતાનો ધર્મ ભૂલી ગયાં છે તે બાળકની કેળવણ જ્યાં સુધી - બને ત્યાં સુધી એવા સંજોગોમાં અપાવી જોઈએ કે જ્યાં બાળકને કુટુંબના જેવું જ વાતાવરણ મળે. -આ ધમ માતાજ બજાવી શકે. તેથી બાળકેળવણી સ્ત્રીના જ હાથમાં હોવી જોઈએ, જે પ્રેમ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com