________________
૧૧૪
શુભસંગ્રહ-ભાગ પાંચમે
******
*
~~~~~~~
~~~~~~
~~~
ઍફેસરે અચબુચ એક સાત આંકડાની રકમને બીજી સાત આંકડાની રકમથી ગુણવા કહ્યું.
પાટી ઉપરની એક રકમ ઉપર એકજ દષ્ટિપાત નાખી સોમેશચંદ્ર આંખ બંધ કરી. બીજી બાજુ ફેસર કાગળ, પેન્સીલ અને ગેગેરીધમ કેઠે લઈ ગણવા બેઠા. બે ત્રણ મિનિટમાંજ આંખો ખોલી છોકરાએ કહ્યું.
જવાબ તયાર છે.” સોમેશચંદ્ર જવાબ આપ્યો તે પ્રોફેસરે કાગળ પર લખી લીધો. પછી પિતાને દાખ પૂરો કર્યો. “તમારો જવાબ ખરજ છે ? ” ઍફેસરે પૂછયું. “હા, ખરજ છે; ખોટો ન હોઈ શકે. ” “ગુણાકારની પહેલી લાઈન બેલો જેઉં ?” મી. બેઝ પહેલી લીટી બોલી ગયા.
બીજી બોલો હવે.” યાદદાસ્તમાંથી બીજી લીટી પણ સંભળાવી. “ ખોટી છે ” પ્રેફેસરે કહ્યું. “ ના, તમારી લાઈન બરાબર તપાસો.” મી. બોઝે નમ્રતાથી કહ્યું. પ્રોફેસરે ફરી ગણી જોયું તો પિતાની ભૂલ જણાઈ. મી. બોઝે જે ગુણાકાર મનમાં જ કર્યો હતો તે ખરો હતો, તેથી પ્રોફેસરને ખાત્રી થઈ ગઈ.
“તમે આ અજાયબ શક્તિનું જાહેર પ્રદર્શન અમારા ગણિતશાસ્ત્રીઓની હાજરીમાં કરશે ખરા ? આખું ખાતું, ગણિતના વિદ્યાર્થીઓ અને જાહેર પ્રજા તમારો બહુ આભાર માનશે.”
આખરે જાહેર પ્રદર્શન માટે તારીખ મુકરર થઈ કૅફેસરો પોતાની સાથે સરવાળા અને ગુણાકાર કરવાનાં મશીને લાવ્યા. એમણે દશ દશ આંકડાની રકમના ગુણાકાર આવ્યા. એથી વધારે તો એ મશીનોમાં ગુણાકાર થઈ શકે તેમ નહોતું. તમામ દાખલાઓ મી. બાઝ મનમાંજ આંખો મીંચીને ગણી કાઢયા. તેના તમામ જવાબો ખરા પડ્યા!
પણ અમેરિકાના ગણિતશાસ્ત્રીઓએ મી. બોઝની સખ્તમાં સખ્ત તપાસણી કરવાનો નિશ્ચય કર્યો. કેલરબીઆ યુનિવર્સિટિના ગણિતના પ્રોફેસરોએ અને માનસશાસ્ત્રના બીજ બડેખાંઓએ ભેગા મળી મી. બેઝને ફરી વખત જાહેર સભામાં તેની અજાયબ યાદશક્તિનું પ્રદર્શન કરવા અરજ કરી. મી. બેઝ તે હમેશાં તૈયારજ હતા. આ વખતની સભા ગંજાવર બની. આલીશાન ઓરડામાં હજારો માણસોની મેદની મળી. આ હિંદુ છોકરાને ગુંચવી નાખવા ગણિતના વિદ્યાથીએ ઘેરથી લાંબા દાખલા અને ગુણાકાર કરી લાવ્યા હતા; પણ તમામ દાખલામાં મી. બેઝના જવાબ ખરી પડયાં. સભાગૃહમાં હર્ષનાદ ગાજી રહ્યા. દશ વર્ષ પહેલાં 3, જગદીશચંદ્ર બેઝને જે પ્રચંડ તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા હતા. તેજ ગડગડાટથી આ નાનકડા બેઝને સભાજનેએ વધાવી લીધી.
પણ એની અજાયબશકિતનું સાચું પ્રદર્શન તે હજુ બાકી જ હતું. એ પ્રદર્શન તેણે નેવાક ગામમાં કર્યું. અમેરિકાના મહાનગર જુક અને નેવાર્કના ચુનંદા ગણિતશાસ્ત્રીઓની કમિટિ નીમવામાં આવી. રાતદિવસ માથાફોડ કરીને એમણે સાઠ આંકડાની રકમને એવડી રકમથી ગુયુવાને દાખલ તૈયાર કર્યો. આ રહી એ રકમ
૬૫૦૧ ૮૭૩૪ ૪૬૩૪ ૪૩૫૪ ૮૨૨૩ ૫૧૭૭ ૩૩૯૧ ૧૧૪૯ ૪૨ ૬ ૦ ૬૯૭ ૯૭૨૬ ૭૫૪૭ ૩૮૮૪ ૦૬ ૩૯ ૮૭૭૬ - આ રકમને એજ રકમથી ગુણવાની હતી.
ગંજાવર સભા વચ્ચે બેઝ હાજર થા. પાટીઆ ઉપર તે રકમ માંડવામાં આવી. આંખી રકમ એ છોકરો પહેલેથી છેલ્લે સુધી વાંચી ગયો, અને પછી આંખો બંધ કરી ઉભો રહ્યો. તુરતજ આંખ ખોલી અને કહ્યું.
“અને હું મનમાંજ આંખ મીંચીને દાખલો ગણવા માંડીશતમારા ઘંઘાટથી મને કશી જ અસર થવાની નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com