________________
૧૨૨
શુભસંગ્રહ-ભાગ પાંચમે ४६-उपवासनो एक चमत्कारिक उपचार
કયે રેગ “મારી પત્ની ૨૨ વર્ષની છે. બે છોકરાની માતા છે. તેણે એક અત્યંત રસિક તેમજ સાહસભરેલો ઉપવાસચિકિત્સાનો પ્રયોગ કર્યો છે. હું એને સાહસિક પ્રયોગ કહું છું. પણ એથી કોઈ એમ ન સમજે કે આ પદ્ધતિમાં કંઈ જોખમ રહેલ છે. માત્ર અકુદરતી ખોરાકને લઈને આપણું શરીરબંધારણ એટલાં નિસત્ત્વ થઈ ગયાં છે કે અપવાસને નામેજ આપણે ભડકીએ છીએ.”
“છેલ્લાં બે વર્ષથી મારી પત્નીને ઝીણો તાવ આવતા હતા. ૯૯.૫ થી ૧૦૦ ડીગ્રી સુધી પારે ચઢતો હતો. આંતરડાંની નબળાઈથી તેને કાયમની કબજિયાત રહેતી. પરિણામે જીભ હમેશ મેલી અને વાસ ગંધાતે હતો. એની મુખ્ય ફરિયાદ, જેથી એ ખૂબ હેરાન થતી તે માસિકધર્માની અનિયમિતતા અને એ વધારે પ્રમાણમાં થતો એ હતી. કેટલીક વાર રક્તસ્ત્રાવ બાર બાર દિવસ સુધી ચાલતો. એની અતિશય શારીરિક નબળાઈ અને લોહીના અભાવે ચહેરાની પીળાશ રહેતી તેનું મુખ્ય કારણ એજ હતું. એનું હૃદય પણ નબળું જ હતું. જરા પણ શારીરિક શ્રમ થાય, દાદરે ચઢે અથવા ઢાળ ચઢવા પડે તે હદય ખૂબ ધડકવા લાગે. આ રોગ અને પરંપરાથી મળેલ હતો. એના પિતાનો અંત પણ એજ રગે આ હતે. દાંતનાં પેઢાં બેસી ગયાં હતાં, તેમાં થોડું ૫રૂ થયું હતું અને એ વધવાની ધારતી હતી. લાહોરના ઘણા પ્રખ્યાત દાકતરાએ એ દરદીને તપાસેલ.”
શરૂઆતમાં ઝીણા તાવનું કારણ ‘બેસિલસ કલાઈ’ છે એમ બતાવવામાં આવ્યું. અને એને સારૂ અને દવાઓ અને રસીઓ આપવામાં આવી, પણ રોગ ઘટવાને બદલે વધી ગયેા. મુંગળી અને એકસ રે'થી છાતી તપાસતાં ફેફસાંમાં કંઈક બિગાડ જણાવે, અને ક્ષયરોગના પ્રારંભની શંકા પડી. જમણી બાજુના ફેફસાના ઉપરના ભાગમાં પ્રવાહી પદાર્થને પ્રવેશ જણાય. ડાબા ભાગમાં વાળને ધસત જેવો કરકરાટ થાય છે એવો અવાજ શ્વાસ લેતાં ફેફસાંમાંથી આવતો. ડાબી બાજુના આગળના ભાગમાં અવાજ ખાખરો સંભળાતો અને એકસરે ની છબીમાં કેટલીયે છાયાઓ હતી, જેથી દાક્તરોને ચિંતા થવા લાગી અને તેમણે તેને ઠાંસી ઠાંસીને ખવરાવવાનું શરૂ કરાવ્યું. ક્ષયરોગનાં મૂળ એના કુટુંબમાં હતાં, અને એની બે બહેને આ રોગમાં ગુજરી ગઈ હતી એટલે દાકતરની ચિંતા વળી વધી. હું ચેકો. સ્થિતિની વિષમતાનું મને પહેલી વાર ભાન થયું, અને આધુનિક રોગચિકિત્સાની વિશિષ્ટ પદ્ધતિના અભ્યાસ પાછળ મંડી પડ્યું.”
પ્રારંભિક ક્રિયાઓ સૌથી પહેલાં તે આધુનિક શાસ્ત્રીય ગણતી ઉંટવૈદ્યક પદ્ધતિઓનો એકસાથે ત્યાગ કર્યો અને ખોરાક સુધારાને અને પાણીના ઉપચાર શરૂ કર્યા; પણ કેટલાક અનિવાર્ય કૌટુંબિક પ્રસંગેને લીધે એમાં જોઈતી નિયમિતતા અને ચોકસાઈ ન રાખી શકાયાં. છતાં આ કુદરતી ઉપચારથી દેખીત ફાયદે જણાય. કેટલાક અશાનિતજનક બનાવો એના કુટુંબમાં બની રહ્યા હતા. એક પ્રિય સંબંધીના મંદવાડથી થયેલા ઉત્પાતને કારણે તે તદ્દન સાજી ન થઈ શકી. પણ આ વિષે વધારે વિગતે હું અહીં નહિ આપું, કારણ કે કુદરતી ઉપચાર મારા આ લેખને વિષય નથી. એટલું અહીં કહેવું બસ થશે કે, કાચું દૂધ, થલાવાળા લોટની રોટલી, કાચી શાકભાજી, કુદરતી ક્ષારો અને જીવનતત્ત્વ ઠીક ઠીક પ્રમાણમાં મળે એવાં ફળ લેવાથી એના દાંતના પેરૂમાં આશ્રયજનક સુધારો થશે. તે દરમિયાન હું ડીવી, રાબાલીએટી, કેરિંગ્ટન, મેકફેડન, યુરિન્ટન અને એરેટ ઈત્યાદિના પ્રયોગો અને શેનો ઉંડો અભ્યાસ કરી રહ્યો હતો. આ બધા ઉપવાસચિકિત્સાના પ્રખ્યાત પંડિતે છે અને વર્ષોના અભ્યાસ અને પ્રયોગ પછી તેઓ માનતા થયા છે કે, વિવેકપૂર્ણ અને મર્યાદિત અપવાસ-જેથી શરીર ક્ષીણ થવા છતાં ભૂખમરાને લઈને ક્ષય ન થાય—-બધી પ્રકારના શારીરિક ક્રિયાઓના બગાડથી ઉત્પન્ન થયેલા રોગોને મૂળથી મટાડવાને કુદરતી રાજમાર્ગો છે. મારા અભ્યાસથી ઉપવાસચિકિત્સાની અસર વિષે સિદ્ધાંતરૂપે તે મને ખાત્રી થઈ અને મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com