________________
શુભસંગ્રહ-ભાગ પાંચમ
માં કઈ પણ સામાન્ય પગલું ભરવા માટે પણ તેના પિતાની મરજી પ્રમાણે જ ચલન. જીવનમાં નાની એવી ઉપાધિ કે જવાબદારી સ્વીકારવાની આવી પડે ત્યાં નાસે. તેમના જીવનનાં ખાસ આટલાં લક્ષણે તો ખરાં જ. બેજવાબદારી, બેનિશ્ચિતપણું, વાતોડિયાપણું, અવ્યવસ્થા, અસ્વચ્છતા, અનિયમિતતા-જોકે ભાઈ સાહેબે બી. એ. સુધી ઉકાળ્યું છે. તેમના ટુંક પરિચયમાં હું તો તેમનાથી કંટાળ્યો અને એમના જીવન પર અણુશયાનો ઇલ્કાબ લગાવી દીધે.
નંબર ૪ અમુક યુવકેનો એવો વર્ગ છે કે જે બાળપણથી જ પાણી વગરના હોય. નાની કમરના, વાંકે રગશિયા ગાડાની જેમ ઉંટાળતા કંટાળતા ખાનગી માસ્તરની મદદથી વર્ષોને અંતે માંડમાંડ મેટ્રીક સુધી પહોંચે. મેટ્રીકમાં બે-ચાર વર્ષની દંભી મહેનત બાદ નપાસ કે કદાચ પાસ થઈ અભ્યાસ અને પુસ્તકને બૅકેટ કરે તે દરમિયાન જ એક કે બે અણશિયાના પિતાની પદવી પ્રાપ્ત કરી લીધી હોય, પછી નીકળે નોકરીની તલાશમાં. કોઈ સ્થળે કારકુનની કે ઘણું કરી કે, થર્ડ-ફોર્થ સ્ટાન્ડર્ડ સુધીની માધ્યમિક સ્કૂલમાં પંતુજીપણું મેળવે, પંતુજી એટલે નવું અણશિયા જેવું જીવન. ટ્રેક પગાર-પછી વારસાની લાલચ પર આશાના કિલ્લા ચણે. તદન નિર્માલ્ય જીવન. ગમે તેવા ટયુશનનું માખણ લે. એકદમ પરાવલંબી. ને મળે ઉંચ વિચાર, સારી ભાવનાઓનું સેવન કે ન મળે કે જીવનમાં આદર્શ. રગશિયા ગાડા જેવું જીવન, ઉદ્દેશ વગરનું જીવવું, એમાં કંઈ મહત્તા નહિ એટલે મારી ભાષામાં અણશિયાની દુનિયા.
એક ભટાશંકર કરીને માણસ છે. આશરે ત્રીશી ઉપર પાંચ વર્ષ કે તેથી વધારે તેમની વય છે. અમુક કોઈ રાજ્યમાં વડા હઝરિયાનો હોદ્દો ધરાવે છે. શરીર કેડીથીએ અધીક ચારપાંચ મણનું ચરબીથી લચી પડતું બારદાન છે. ગોળમટોળ માથું અને પથ્થરયા ચસ્મામાંથી લોટા જેવી ગોળમટોળ દેખાતી આ બે પતાસાં જેવડી બની તે વ્યક્તિનું સારૂંએ માગુ તી જીવન ખુલ્લું પાડી દે છે. તેમના એ ગંજાવર પેટના ફાંદામાં ઢોરની માફક દરેક વસ્તુ વાગોળતા વાગોળતા એ આસ્વાદની નદીઓ અવિરત વહેવડાવ્યા કરે છે. તેમના શરીર પ્રમાણે તેમના આસન માટે નિત્ય એક લાકડાની ઘણી લાંબી પહોળી એવી પાટ રહે છે. તે જાતે નાગર ગૃહસ્થ છે, એ વાત કહેવી તે તેના વર્ણનની કદાચ મહત્તા વધારશે. તમે તેમને જ્યારે પણ મળવા જશે ત્યારે તેમનાં દર્શન તમોને તે પાટપરજ થશે. તેમની આસપાસ નિરંતર કોઈ ને કોઈ શાકની અને કોઈ ને કઈ અથાણાં, રાઈતાં બનાવવાની વસ્તુઓની ઢગલીઓ પડી હોય. ખમણી, ખાંડણી, દસ્તા, ચારણી અને બને છરીએ પડેલીજ દેખાશે. આસપાસ પાંચ સાત નોકર-બેરાંએ કંઈ પ્રમોદી, ગોળપાપડી કે કંઈ પાકલાડુ વગેરે વગેરે બનાવવા માટેની તૈયારીઓ કરતી જ હોય. પાટપરથી પેલું બારદાન શાક સમારતું સમારતું ટાઢાપરના અવનવા ગપાટા અને નોકરબાઈઓની સાથે મજાકને ટહુકાર ફેંક્યા જ કરે. કંઈ કંઈ વાનીએ બનાવરાવી પોતે આરોગે અને પિતાના દેવાધિદેવ એવા રાજાના ચરણમાં મોકલ્યા કરે. રાજાની તહેનાતમાં જાય ત્યારે રાજા
અને વડા હજુરિયા વચ્ચે આખુંયે પાકશાસ્ત્ર ચર્ચાય. રાજા પણું સ્વાદી અને અમીર હજુરીયો પણ સ્વાદી. દાઢના સ્વાદમાં રાજા કે હજુરિયાને કંઇ ન મળે પિતાની ફરજનું કશુંજ ભાન. સારૂં એ જીવન અર્પણ કરેલું સ્વાદો અને શાકભાજીને ! રાજ્યમાં અન્ય અમલદારોની નિત્ય ચાલે મહાખટપટો. એ ખટપટો તે એવી કે જેમાંથી સાક્ષરશિરોમણિ ગોવર્ધનરામભાઈને દેશી રાજ્યોનાં પ્રકરણ ચીતરવા વસ્તુસામગ્રી મળી હતી તેવી. પેલો હજુરિયો ખાનદાન કહેવાતાં સંસ્કારી કટુંબનો પ્રખ્યાત અમીર છે. રાજા મહારાજયનો ભોક્તા છે. બંનેનાં જીવન જુએ. કંઈજ ન મળે જવાબદારીનું કશુંજ ભાન કે ધનનો સદુપયોગની વૃત્તિ. આપણા સમાજમાં આવી વ્યકિતઓ કંઈ ગણીગાંઠી નથી, પરંતુ સારેએ સમાજ અણશિયાની દુનિયા સમાન જ છે. સમાજ માંહેના સામાન્ય વર્ગને નથી કંઈ જીવન સુધારવાની ઈચ્છા, નથી કંઈ મહત્ત્વાકાંક્ષા કે નથી ઉદેશ. આખી એ આપણી આલમમાં તડફડે છે વહેંતિયાઓ, બબુચકે, માબાઇએ, રંજીપેંજીએ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com