________________
૧૨૭
ઉપવાસને એક ચમત્કારિક ઉપચાર પત્ની ઉપર એ પ્રયોગ કરવાને મેં નિશ્ચય કર્યો. પણ પહેલાં મારી પત્ની ઉપરના પ્રગદરમિયાન કાંઇ અણધાર્યો બનાવ બની આવે તે તેને પહોંચી શકાય એ ઇરાદાથી ઉંડાણથી ઉપવાસનું રહસ્ય સમજી લેવા સારૂ જાતે અનુભવ લેવા ધાયું. આ હેતુથી મેં એક અઠવાડિયાના ઉપવાસ કર્યા અને એથી રોગનું, એના ઉપાયનું ખરું સ્વરૂપ મારી આંખ આગળ ખડું થયું. મારી પત્નીની હિંમત પણ આથી વધી અને તે ઘણું સૂકાયેલી હોવા છતાં તેણે ઉપવાસની વિષમ દેખાતી પરીક્ષામાંથી પસાર થવા કબૂલ કર્યું.”
૧૮ દિવસના ઉપવાસ “છેવટે બીજી ઑકટોબર, ૧૯૨૮માં રમણીય કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં આશામાં અને ચિંતામાં મારી પત્નીએ લાંબા અપવાસ આદર્યા. મેં પ્રભુ આગળ પ્રાર્થના કરી કે, મારી પત્નીને પ્રેમાળ કુદરતની અમોઘ શક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા આપે. અપવાસ શરૂ કર્યા પહેલાં એનું વજન ૯૪ રતલ હતું. ઉડી દષ્ટિએ જોતાં બધા શારીરિક વ્યાધિએનો અર્થ એ જ છે કે, શરીર ખોરાકના વ્યભિચારથી એકઠા થયેલા વિકારોત્પાદક દ્રવ્યોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહેલ છે, એટલે આ શારીરિક શદિની ફિયાને મદદ આપવી જોઇએ. એ સ્પષ્ટ લાગે છે. આવી સ્થિતિમાં ખોરાક લે એ આ ક્રિયાને બાધક નીવડે છે. પણ અપવાસ કરીએ છીએ ત્યારે શરીરની કુદરતી ક્રિયાઓમાં વિદ્ધ નાખનારાં રોગજનક દ્રવ્યોને બહાર કાઢવાને સારુ આપણા લેહીને અવકાશ મળે છે. એક વાર આપણે આ વસ્તુ સમજી લઈએ તે અપવાસની શરૂઆતમાં થોડા દિવસ શરીરશુદ્ધિની આ તીવ્ર ક્રિયાને લીધે તબિયતમાં વધારે બગાડ લાગે ત્યારે એમાં આશ્રય નહિ લાગે. મારી પત્નીને કોઈ વિશેષ પીડા ન થઈ. કારણ કે પાણીના અને ખોરાકવિના ફેરફારની પ્રાથમિક ઉપચારોથી. ઘણાંક વિકારજનક દ્રવ્યો શરીરમાંથી નીકળી ચૂક્યાં હતાં. આ લાંબા ઉપવાસ દરમિયાન મારી પત્નીએ આશ્ચર્ય ઉપજાવે એવી દઢતા બતાવી અને તમામ વખત હરતી ફરતી રહી અને થોડીઘણું કસરત પણ લેતી રહી. અપવાસના પહેલા ત્રણ દિવસમાં માણસ વાઘના જેવી અસહ્ય ભૂખ અનુભવે છે. તેના પણ ત્રણ દિવસ આકરા ગયા. પણ તેણે ખૂબ હિંમત બતાવી, અને નિશ્ચયબળથી ભૂખને કાબુમાં રાખીને તેના પર વિજય મેળવ્યો. ચોથે દિવસે ભૂખ પિતાની મેળે મટી ગઈ અને તે પાછી જાગી ત્યારે તેણે અપવાસ તોડવ્યો. અપવાસની શરૂઆતથીજ શરીરે મળ તજવા માંડયો. ડું પાણી તેને સારા પ્રમાણમાં પીવા માટે આપવામાં આવતું અને રોજ તેને પીચકારી અપાતી. તેથી તેને નિયમિત દસ્ત થતા અને એ રીતે રોજ પુષ્કળ કાળો ગાંઠાવાળો મળ શરીરમાંથી નીકળતા. પહેલી જ વાર નળામાં કેટલે મળ ભર હતું તેની ખબર પડી, અને રેગનું મૂળ કારણ સમજાયું. દાક્તરને એ અનુભવ છે કે રોજ નિયમિત રીતે બે વાર પાયખાને જતા સાજા કહેવાતા લોકોનાં આંતરડાંની પણ એવી જ સ્થિતિ હોય છે. આંતરડાની આવી ખરાબ સ્થિતિ હોય અને તે રોગનું ઘર બની જાય ત્યારે તેની સફાઈ કર્યા વગર કોઈ પણ રોગનું નિદાન કેમ થઈ શકે? સમાજમાં ગંદે હાથે જતાં આપણે અચકાઈએ છીએ અને ઢગલાબંધ સાબુપાણી અને બીજી વસ્તુઓ શરીરની બાહ્ય સ્વછતાને સારૂ વાપરીએ છીએ, પણ આંતરડાંમાં ગમે એટલી ગંદકી ભરેલી હોય તોયે કચવાતા નથી. પણ આ તો બીજી વાત થઈ. શરીરનાં બધાં મળત્યાગ કરવાનાં અંગે--મૂત્રપિંડ, ફેફસાં, આંતરડાં અને ચામડી-શરીરમાંની વધારાની ચરબીને બહાર કાઢવા લાગ્યાં, તેનો પેશાબ ઘેરા રંગનો હતો અને તેમાં યૂરિક એસિડ અને આમ્યુમિન સારા પ્રમાણમાં હોવાં જોઈએ.”
એનું પરિણામ આમ આ ઝેરીલાં દ્રવ્યોના ઝપાટાબંધ નિકાસને પરિણામે સ્વાભાવિક રીતે એનું વજન ઘટવા લાગ્યું. તે સાવ દુબળી પડી ગઈ, અપવાસને અંતે તે કેવળ હાડપિંજર જેવી જ દેખાતી હતી; છતાં તેણે કઈ વખત અનુભવેલી નહિ એવી પ્રસન્નતા અને સ્કૂતિ અનુભવી. કુદરતને એ નિયમ છે કે, જ્યારે અપવાસથી શરીર બધા ઝેરી અને રોગજનક પદાર્થોના ત્યાગથી શુદ્ધ થઈ જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com