________________
૧૨૪
શુભસંગ્રહ-ભાગ પાંચમે છે ત્યારે પિતાની મેળે ભૂખ લાગવા માંડે છે. એટલે સાધારણ રીતે કુદરતી ભૂખ ફરીથી જાગે ત્યારેજ અપવાસ તોડવો જોઈએ. અપવાસને એથી વધારે લંબાવવાથી શરીરને ક્ષય શરૂ થાય છે. અપવાસ અને ભૂખમરામાં આજ ભેદ છે. ૧૯મી એંકટોબરે–સાંજના ચાર વાગે મારી પત્નીને આ કદરતી ભૂખ લાગી. અપવાસ બંધ કરવાને કદરત તરફથી આ સૂચના હતી. તે વખતે એનું વજન ૮૦ રતલ હતું. એટલે ૧૮ દિવસના અપવાસ દરમિયાન એણે ૧૪ રતલ વજન ખાયું. આ અખતરાએ ખેરાક અને શક્તિના સંબંધવિષે હાલના દાકતરી સિદ્ધાંતને ખોટો પાડે. નારંગીના તાજા રસમાં થોડું પાણી મેળવીને તેનાથી અપવાસ તે. પાછળથી એમ જણાયું કે, આ ભૂખ કુદરતી નહોતી, માત્ર તેને આભાસજ હતું. આ પ્રયોગને પૂરી રીતે પાર નહિ પાડવામાં આવ્યો એ દિલગીરીની વાત કહેવાય. છતાં સાંજે તેને પાછા થડો નારંગીનો રસ આયે. તે પછી પણ બે દિવસ સુધી તેને ફળના રસસિવાય બીજું કંઈ પણ આપ્યું નહિ, અને ત્યારબાદ ધીમે ધીમે છાશ, પાણી મેળવીને દૂધ અને પાણી વિનાનું દૂધ આપવા માંડયું. આમ છ દહાડા સુધી તેને પ્રવાહી પદાર્થોને ખોરાક આપ્યો. પણ અમને બધાને આશ્ચર્ય થયું કે, આ છ દિ એમાં કેવળ પ્રવાહી પદાર્થો લેતાં છતાં તેનું વજન ૧૧ રતલ વધ્યું.”
તેનું એમ કહેવું છે કે, આ અપવાસથી તેને અવર્ણનીય લાભ થયો છે. તે હવે બહુ પ્રyલિત, પ્રસન્નચિત્ત અને ઉલ્લાસમાં રહે છે; અને પહેલી જ વાર તેને જીવનમાં રસ આવવા લાગે. કબજિયાત તદ્દન મટી ગઈ છે અને દિવસમાં નિયમિત રીતે બે વાર દસ્ત થાય છે. એક વેંકટર જેમણે પહેલાં અનેક વાર તેને તપાસેલી તેમણે ફરીથી તપાસતાં જણાવ્યું છે કે, હવે તેનાં સાં તદ્દન સાફ થઈ ગયાં છે અને તેમાં પ્રવાહી પદાર્થોને સંચય નથી. શ્વાસ લેતાં ફેફસાંમાં આકરો અવાજ થતો નથી, અને બધા ભાગોમાં સરબો અવાજ સંભળાય છે. અકસ્માતથી અપવાસ સમાપ્ત થતાં જ તેને દૂર બેસવાનો વખત હતો અને અમે એની ઘડીએ ઘડીએ વાટ જોવા લાગ્યા. ઠીક વખતે એ દૂર બેઠી અને ત્રીજે દિવસે સ્રાવ બંધ થયું. એ જોઇને તેના હર્ષ અને આશ્ચર્યને પાર રહ્યો નહિ; કારણ કે પહેલાં સ્ત્રાવ બાર અને તેથી પણ વધારે દિવસ સુધી ચાલ્યા કરતે. હૃદયની સ્થિતિ અજમાવવાને શંકરાચાર્યની પવિત્ર ટેકરી પર પાંચ ફર્લોગ ચઢી ગઈ. આ અનુભવ બીજા બધા અનુભવો કરતાં ચઢી જાય એવું હતું. પહેલાં સહેજ પણ મહેનત કરતાં હૃદય ધડકતું, નાડીની ગતિ અનિયમિત રહેતી, ઝીણો તાવ આવતે; તે બધું સાવ બંધ થઈ ગયું. આવી સાદી, સસ્તી અને અમેઘ ચિકિત્સા ગણાય ? પણ આપણી ખાવાની લોલુપતા આ રામબાણ ઉપાયને ક્યાંથી સર્વવ્યાપી થવા દે?” કે. જી ડી૦
(હું આ કાગળ બે વાર વાંચી ગયો અને તે મને એટલો સારો અને સરસ લખાયેલું લાગે કે કે. જી. ડી. ની માગણીને સ્વીકાર્યા વિના હું ન રહી શક્યો. વાચક જાણે છે કે, હું ઉપવાસને શારીરિક અને આધ્યાત્મિક અને દૃષ્ટિએ લાભકારક ગણું છું. ઉદ્યોગમંદિરમાં હું હમેશ સાથીઓને તેની ભલામણ કરું છું, અને તેથી હમેશ કાયદો જ થાય છે. મને ખાત્રી છે કે, જે દાક્તરે અને વૈદ્ય હિંમતપૂર્વક લોકોમાં આ ચિકિત્સાને પ્રચાર કરશે તે હાલ છે તેના કરતાં રેગનું પ્રમાણ ઘણું ઓછું થઈ જશે, અને અસંખ્ય લોકે જે દવાઓથી અને આગ્રહ કરી કરીને ખવડાવવાથી મરી જાય છે તે બચી જશે. પણ હું સૌને ચેતવણી આપી દઉં કે બધા મને આવી જાતના અહેવાલ મોકલશે તે તેને ' યંગ ઇન્ડિયા'માં સ્થાન મળશે જ એવું નથી. છતાં મારી અંગત જાણું અને સૂચનાને સારૂ તે મને પ્રામાણિક ખબર જરૂર લખી મોકલે. મો૦ ક૭ ગાંધી)
(તા. ૧૭ માર્ચ ૧૯૨૯ ના “નવજીવન”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com