________________
શુભસંગ્રહ–ભાગ પાંચમો
४४-अणशियानी दुनिया હું કંઈ જંતુશાસ્ત્ર કે તેવા કોઈ શાસ્ત્રને અભ્યાસી નથી. છતાં અણશિયા ઉપર કંઈ
'તે ધષ્ટતાજ લેખાય. પરંતુ હું જે પ્રકારના અણશિયા વિષે આછાં--અધુરાં રેખાચિત્રો આલેખવા ઇચ્છું છું તે અણશિયાં સર્પાકારનાં ચોમાસામાં ઉદભવતાં જીવજંતુઓની જાતનાં નહિ, પણ આ પૃથ્વી પર માનવી નામથી સંબોધાતાં, વાસ્તવિક રીતે અણશિયાનીજ કેટીનાં એ. મનુષ્ય અણુશિયાંજ છે.
આટલી પ્રસ્તાવનામાંજ મેં ચોમાસામાં ઉદભવતા જીવજંતુની જાતના અણુશિયાને એક પ્રકાર તે ગણાવી દીધો. હવે માનવીરૂપી અણશિયાના પ્રકાર આછા આછા ચીતરૂં છું તે ચીતરવા પહેલા એ સ્પષ્ટીકરણ કરી લઉ. કુદરતના કયા ઉદ્દેશથી અણશિયા ઉદ્દભવતાં હશે, એ તત્ત્વને બાજુ પર મૂકી અણશિયું એટલે વિના ઉદ્દેશ થકબંધ ઉદ્દભવતાં નિર્માલ્ય અને તેથી કચડાઈ કચડાઈ ટળવળતાં પામર જંતુઓ, એ વ્યાખ્યા સ્વીકારીને જ આ વિષય ચર્તુ છું.
આવા ઉદેશ વિના ઉદભવતા માનવીરૂપી અણશિયાનો પહેલો પ્રકાર તે બાળલગ્નના પરિણામથી પેદા થતાં વેંટડાં બાળકો. (બાળમાતપિતા એટલે કાચી વયનાં છોકરા છોકરીથી ઉત્પન્ન થતો. સંતાનો તે ઘણું કરી ટૅટડાંજ હોય છે.) પચીસ વર્ષના પુરુષ અને વીસ વર્ષની કન્યા એ પ્રમાણથી ઓછી ઉંમરનાં માતાપિતાથી ઉત્પન્ન થતાં સધળાં સંતાનોને હું અણશીયાના નામથી જ સંબોધું છું.
નંબર ૨ અણશિયાને બીજે નંબર તે આપણી હિંદુ સ્ત્રીઓ. બાળમાતાપિતાની આંધળી વાસનાઓથી બાળકી ઉત્પન્ન થાય, તે બાળકી કે છોકરાના શરીરનું વર્ણન બનતાં સુધી આવું હોય છે. બસેર બસેર વજનને માંસવગરનો હાડકાં અને ચામડીનો છોકરી જે છોકરારૂપી લો. શેરડીના સામાન્ય સાંઠાથી પણ પાતળા હાથ પગ, નાકમાંથી નીટનું વહેળિયું સતત ચાલતું હોય, તેનું મોં માખીઓનું ક્રીડાક્ષેત્ર હોય, પટની ખીણ જેવા ભંડારમાં અનિચ્છિત ભરતી ભરાયા કરતી
, તેવી નિર્માલ્ય બાળકી. આથી છોકરી મોટી થાય ત્યારે તે બાળકી હસતી રમતી, કુદતી ડાલતી, પ્રફુલ્લવદની કઈ ફુલડાં સમી કન્યા નથી બનતી; પરંતુ કિશોરી વયમાં પણ અકાળે પ્રૌઢા ગંભીર ડોશી સમી ડોઢડાહી ચાવળી બાળડોશી બને છે. તેની સમી અન્ય બાળપ્રૌઢાઓ સાથે એવી કન્યકાઓ શેરીમાં લાજ કાઢતાં, છાઓ લેતાં. “વર’ નામ સુણતાં મલકાઈ જતાં અને તેવા કોઈ “વર’ નામધારીની વહુ બનવા તલસતાં શીખે છે. સમાજની રૂઢિઓ પણ એવીજ છે કે તેવી કન્યાને જમ્પાને હજુ દસક-દોઢ દસકો ન થયો હોય ત્યાં તો એ બાળપ્રૌઢાઓને કોઈ તેવાજ કિશોર વયના અસંસ્કારી (વંઠેલ) છોકરાની વહુ બનાવી દે છે. આ બધાં અણશિયાના જીવનવ્યવહાર કે નાટક ભજવાય છે. અને તેવી રીતે જન્મપ્રૌઢે, પ્રૌઢાઓ અને તેવાજ તેમનાં માબાપે જીવનના કેડ કે લડાવી લે છે અને જીવન ધન્ય ધન્ય બન્યું માને છે. મારી દષ્ટિએ તો આપણે સારાએ સંસારનું જીવન, અણશિયા કરતાં લેશ પણ સ્વભર્યું કે ચઢીઆનું નથી દેખાતું ઉપર વર્ણવેલ પ્રમાણેની કન્યા કિશોરી વયમાંજ કે કિશોર ભાયડાની વહુ થઈ જાય છે અને પછી તેવા કાચી વયનાને વળી તેના જેવાં કે કદાચ તેથી પણ વિશેષ નિર્માત્ર સંતાન પેદા થાય છે. એટલે તેવાંને સંતાન થાય તે પણ અણશિયું જ હોય એ કુદરતી છે-અને કદાચ બાળક સારું હોય તો તે બાળકની બાળમાતા બાળકના જન્મ પછી, સુવારોગ, ક્ષય કે ઝાડાના કાળમુખા રોગના પંજાને ભોગ બને છે અને તેવા માનવીરૂપી અણુશિયાં ઉદ્દેશવગર જન્મી કોઇ પણ ઉદ્દેશ માટે જીવ્યા વિના કે આખાએ જીવનમાં કંઇપણ મહત્ત્વનું કાર્ય કર્યા વગર કોઈ ને કોઈ રોગમાં તરત મૃત્યુ પામે છે, જેને પોતાના જીવનને કંઇ પણ ખાસ મહત્ત્વનો ઉદ્દેશ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com