________________
૧૧૬
શુભસંગ્રહ-ભાગ પાંચમે
મી, બોઝે શક્તિ કયી રીતે કેળવી? તમે આ ધ્યાન અને એકાગ્રતાની શકિત કયી રીતે કેળવી ? કે જન્મથી જ આ શકિત તમને ખુદાએ આપી હતી ?” આવો સવાલ પૂછતાં મી. બોઝે જવાબ આપ્યો કે,
“ બચપણથીજ મારી યાદદાસ્ત સારી હતી. જ્યારે મારી ઉંમર આઠ વર્ષની થઈ ત્યારે મને માલૂમ પડયું કે, હું કાગળ-પેન્સીલની મદદવિનાજ મનમાં દાખલા ગણી શકું છું. અમારી નિશાળમાં હું થોડાજ દિવસમાં પહેલા નંબરનો વિદ્યાર્થી બની બેઠે. હું અઢાર વર્ષના થયા ત્યારે ચૌદ આંકડાની રકમને એવી જ રકમે મનમાં ગણી શકતા હતા. ધીમે ધીમે ચાળીસ આંકડા સુધી પહોંચીને આજે હું સાઠ આંકડાની રકમ સુધી પહોંચ્યો છું.
દાખલા એટલે માણસે ! “ બાપડી લાંબી રકમોના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, ઘનમૂળ વગેરે મનમાં જ કરવા ઉપરાંત એક વર્ષ સુધી હું એ તમામ દાખલાઓને બરાબર યાદ રાખી શકું છું. એ પછીથી યાદદાસ્તમાંથી એ દાખલા તરવા માંડે છે. એક વાર મનમાં એક દાખલો કરી ગયા પછી મને અગીઆર મહીને જે કોઈ પૂછે તો તેજ દાખલો મને બરાબર યાદ હોય છે અને ફરી વખત મનમાં ગણતરી કર્યા વિના જ એક સેકંડમાં જવાબ આપી શકું છું. આ આંકડાઓ યાદ રાખવામાં મને મુશ્કેલી પડતી નથી; કારણ કે તમે લોકે જેમ અમુક માણસને એક વખત જોયા પછી યાદ રાખી શકે છે, એજ રીતે હું દરેક આંકડાને જૂદા જૂદા માણસતરીકે ઓળખી કાઢું છું, મારા મન આગળ એ આંકડારૂપી માણસેનું કઢિપત ચિત્ર ખડું થાય છે, અને તેઓ બધા મારા અગાઉના ઓળખીતા હોવાથી તેમને હું દશ બાર મહીના પછી પણ એકદમ પકડી પાડું છું.”
મનુષ્યનું મન આ ઉપરથી સાબીત થાય છે, માણસનું મને ખરેખર એક એવી ચીજ છે કે તેની અદભુત શક્તિ ઉપર દુનિયા અજાયબી અનુભવે છે. એ મનની શકિતની કઈ સીમા જ નથી. જેટલું કેળવવું હોય તેટલું તેને કેળવી શકાય છે.
( “સમાજસેવા”ના એક અંકમાંથી )
UN
MA
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com