________________
૧૧૩
એક બંગાળીની અદ્દભુત યાદશક્તિ ४२-एक बंगाळीनी अद्भुत यादशक्ति
=
સાઠ આંકડાની રકમને એજ રકમથી મનમાં ગુણ કાઢી! મનુષ્યનું મન અને બુદ્ધિબળ એટલું બધું જબરજસ્ત છે કે તેના અખતરા જોઈને દુનિયા અજાયબીમાં ગરકાવ થાય છે. બંગાળાના એક યુવક સોમેશચંદ્ર બોઝે અમેરિકામાં જઈ મેટા મેટા દાખલાઓ મોઢેથી અને મનમાં જ ગણી, સાચા જવાબો આપી ત્યાંના મહાન ગણિતશાસ્ત્રીઓને અને માનસશાસ્ત્રીઓને હેરત પમાડયા હતા. તેનો ચિતાર એક અમેરિકન મૅફેસર નીચેના લેખમાં આપે છે. મોટા મોટા પ્રોફેસરાની બુદ્ધિ આ એક હિંદી છોકરા આગળ કેવી ઝાંખી પડી ગઈ અને તેને હરાવવા ભેગા થયેલા અમેરિકન બુદ્ધિમાન મહાપુરુષોએ પાછા પડી કેમ આંગળાં કરડ્યાં, તેની માંચક હકીકત જાણવી હોય તો નીચેલે લેખ વાંચો.
અદ્દભુત યાદશક્તિ કે એકાગ્રતાને પ્રતાપ ! બંગાળની એક નદીને કાંઠે સૂર્યોદય વખતે એક બ્રાહ્મણ નહાતો હતો. નજીકમાં જ કોઈ હિંદુ વિદ્યાર્થીનું એક અંગ્રેજે અપમાન કર્યું, અને પછી તે વિદ્યાર્થી તથા અંગ્રેજ વચ્ચે ગાળોની રમઝટ ચાલી. બન્ને જણ અંગ્રેજીમાં એકબીજાને ગાળે ભાંડતા હતા. નદીમાં નાહતે પેલે ભૂદેવ આ બધું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. આખરે જ્યારે બન્ને જણને અદાલતને આંગણે ખડા થવું પડયું ત્યારે બ્રાહ્મણને સાહેદતરીકે બોલાવવામાં આવ્યો.
રાક્ષસી યાદશક્તિ તેને બોલાવવામાં આવતાં જજજને ખબર પડી કે તે બ્રાહ્મણને જરા પણ અંગ્રેજી આવડતું નહોતું. છતાં તેણે કહ્યું કે હું બંનેની તકરાર વખતનો એકે એક હરફ તમારી આગળ બેલી જઈશ, મને બરાબર યાદ છે. પ્રથમ તે કેઈએ આ વાત માની નહિ; પણ તે ભૂદેવ તો એક પછી એક અંગ્રેજી વાક બોલવા માંડ્યો અને જ્યારે પેલા તકરારી માણસોએ કોર્ટને જણાવ્યું કે આ બ્રાહ્મણ એકેએક શબ્દ બરાબર બેલ્યો છે ત્યારે સૌ હેરત પામ્યા. અદાલતમાં અજાયબીને પાર રહ્યો નહિ. ખરેખર એ ભૂદેવની યાદશકિત રાક્ષસી હતી !
અમેરિકામાં એક બંગાળીની સ્મરણશક્તિનાં જાદુ આ ભૂદેવને હું મળે નથી; પણ એની યાદશકિતને પણ ઝાંખી પાડે એવા એક હિંદ છોકરાને મને ભેટો થયો છે. આ છોકરાનું નામ સોમેશચંદ્ર બેઝ. હિંદમાં એ છોકરો છે, મશહુર છે. ગણિતના દાખલા ગણવામાં તેની માનસિક શકિત એટલું તો અજાયબ કામ કરે છે કે માનસશાસ્ત્રના અભ્યા. સીઓને આ છોકરી એક અણઉકેલ કોયડા જેવું લાગે છે. ગયે વખતે તે ચૂરેપ અને અમેરિકા જઈ આવ્યા ત્યારે તેને દુનિયાભરમાં કીર્તિ મળી. લંડનનું “ડેલી મેલ” લખે છે કે “ ૧,૮૦ ૭,૯૪૭ ના આંકડાને એટલાજ આંકડાથી ગુણવા માટે આપણને કાગળ પેન્સીલ અને ગેરીધમના કાઠાની જરૂર પડે અને છતાં અર્ધા કલાકને અંતે માંડ એ દાખલો પૂરો થાય. ઉપરાંત દાખલો ગણતી વેળા શાન્તિ અને સગવડ જોઈએ તે જુદુંજ.પણ બંગાળાના બાબુ સામેશચંદ્ર બોઝ તે કાગળ, પિન્સીલ કે બીજા કશા સાધનવિના થેડીજ વારમાં આ દાખલ કરી શકે છે.
પણ આ તે નાની રકમની વાત થઈ. એક જબર સભામાં કેટલાક ઘોંઘાટ વચ્ચે આ છોકરાએ ચાળીસ આંકડાની રકમને તેવી જ રકમથી મનમાં ગુણીને વીસ મિનિટમાં જવાબ કહી આપ્યો હતે ! એંશી આંકડાને લાંબેલચક જવાબ તેણે પાટીઆ ઉપર લખી કાઢયે ત્યારે સૌના મોંમાંથી શાબાશીના પોકાર નીકળી પડે.
અમેરિકામાં મી. સેમેશચંદ્ર બોઝ આવી પહોંચતાં તેને કોલમ્બીઆ યુનિવર્સિટિના પ્રોફેસર સી. જે. કેસર પારો લઈ જવાનું માન મને પ્રાપ્ત થયું. મેં પ્રો. કેસરને બોઝની અજાયબ ગણનાશકિતની પીછાન કરાવી. ઍફેસરના મેં ઉપર શંકા અને અશ્રદ્ધાની રેખાઓ તરવરવા લાગી. આખરે
શુ. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com