________________
૧૦૮
શુભસંગ્રહ ભાગ પાંચમો
આવે છે. મને પિતાને એમાં સંગીતની બધી સુંદરતા અને મધુરતા પ્રકટ થતી લાગે છે. આવું સંગીત જેટલું ઉત્તમ છે તેટલું જ અલક્ષિત છે.
આમ વિવિધ રીતે પ્રકટ થતું આપણું સંગીત જગતના સંગીતમાં અણમેલું સ્થાન ભોગવે છે; પણ આપણા સંગીતની મહત્તા અને ગૌરવ તરફ નજર કરતાં આપણા સંગીતકારની કેટલીક ત્રુટીઓપ્રત્યે દુર્લક્ષ થવું ન જોઈએ.
ડં. કઝિન્સે જણાવ્યું છે કે, આપણા ગવૈયાઓ ગાયનની પરિભાષામાં બહુ ધ્યાન આપતાં કંઠપ્રત્યે અતિશય બેદરકાર થઈ જાય છે, સારા સુંદર કંઠે ગાવાની એને જરા પણ આવશ્યકતા લાગતી
એમ જણાતું નથી; પણ સંગીતના સર, આલાપ અને રાગમાં પિતાનું ભાન ભૂલી જઈ ગમે તેવાં હાસ્યજનક મેઢાં કરી અને ગમે તેવા હાથપગના ચાળા કરી ગાયન ચલાવે રાખે છે.
કંઠપ્રત્યેની બેદરકારી આપણા સંગીતકારોમાંથી જતી નહિ રહે તે આપણા સંગીતની દિવ્ય મધુરતા પૂરેપૂરી નહિ પ્રકટ કરી શકે, માનવજીવનના ઉંડા ભાવો એ વ્યક્ત નહિ કરે અને જીવનનાં આધ્યાત્મ ઉંડાણું નહિ ગોતી શકે.
કેટલીક વખત એક ગાયનની એક લીટી ગાયા પછી તરત એની સા રે ગ મ ગાવામાં આવે છે. ખાસ કરીને નૃત્યના સંગીતમાં એ નિયમ જોવામાં આવે છે. આમાં પણ ડૉ. કઝિન્સ જે પોતે હિંદ તેમજ પાશ્ચાત્ય સંગીતવિષે બહુ સારું જ્ઞાન ધરાવે છે તેમને દોષ જણાય છે. ખરેખર, જાણે કઈ માણસ એક વાક્ય બોલે અને પછી તરતજ એની બારાખડી બલી જાય એના જેવું આ લાગે છે. આ પદ્ધતિ કેમ પડી હશે અને એની શાસ્ત્રીય સંગીતમાં શી આવશ્યકતા છે તે સમજાતું નથી; પણું આવી પ્રથા જે આપણું સંગીતમાંથી દૂર થાય તો આપણું સંગીત સુંદર અને સ્વાભાવિક બને.
સંગીતકારોએ બીજી ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, પોતે ગાતી વખતે જેમ બને તેમ ઓછા ચાળા કરવાનું રાખે તો સારું. પોતે સ્વસ્થ ચિત્તે, સ્વસ્થ હૃદય અને શાન સ્થિતિમાં ગાય તે સંગીતની મહત્તા ઓછી નહિ થઈ જાય. સ્ત્રીઓ ઘણી વાર સારો આલાપ લઈને ગાય છે; પણ આલાપ લેતી વખતે પણ એ લેકે શરીર અને મનનું સ્વાધ્ય રાખી શકે છે. આપણું ઉસ્તાદી ગવૈયાઓ એમનું અનુકરણ કરતાં કયારે શીખશે?
આપણું સંગીત, સંગીતના આ કેટલાક દોષોથી મુક્ત થયું નથી. હજી એ એની સ્વાભાવિક ઉજજવલતા, ભવ્યતા અને મધુરતા ખોઈ બેઠું' નથી. દેષો છતાં એ કંઈ અજબ હૃદયના ભાવ પ્રકટ કરે છે અને એ સંગીતના સર્જક અને શ્રોતા બનેને જીવનની આધ્યામિક એકતા તરફ ખેંચી જાય છે. દોષોવાળું પણ આપણું સંગીત બહુ ઉત્તમ છે. તે દોષોથી મુકત થાય તે કેટલું અંધક બને !
(“વસંત”ના એક અંકમાં લેખક શ્રી. પ્રભાકર હર્ષદરાય મહેતા.)
ઉર્ડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com