________________
wwwwwwwwww
આપણું સંગીત
૧૦૭ એ ભાવ ગાયક અને સમભાવી શ્રોતાને એના રસમાં તરબોળ કરી એને જગતનું ભાન ભૂલાવી દે છે. આપણું સંગીત જીવનને એક વસ્તુમાં તપ-તલ્લીન કરે છે. મીરાંનાં સંગીતનાં પદો એની
નું પાન કરાવી કણપ્રત્યે આપણે ભકિતભાવ અને પ્રેમભાવ પ્રગટ કરે છે. નરસિંહ મહેતા પણ એનાં સંગીતનાં પદોથી આપણને ભક્તિ–વૈરાગ્યમાં લીન કરાવે છે. દયારામનાં પદો મીરાંની માફક પણ એથી વધારે સ્થૂલભાવથી ભક્તિ પ્રેમ આપણામાં પૂરે છે. આ ઉપરથી આપણને સમજાશે કે, જે જીવનનાં ઉંડે તો સાથે માનવ-પ્રકૃતિને લય કરાવે તે હિંદનું સંગીત. હિંદની તરવેત્તાન, ધર્મ અને સંસ્કૃતવની માફક હિંદનું સંગીત પણ પરમજીવનમાં માનવજીવનને લય બનાવવા મથે છે.
આપણું સંગીતના ઘણું જાદા જુદા પ્રકાર છે. શાસ્ત્રીય કે ઉસ્તાદી સંગીત એમાંને મુખ્ય ભાગ ભજવે છે. એમાં તાલ, સ્વર, આલાપપરનો કાબુ એક સ્વરપરથી બીજા સ્વરપર ઉતારવાની છટા ઇત્યાદિ અંશે બહુ પ્રકીર્ણ થયા છે. પણ મારો અંગત અભિપ્રાય તે એ છે કે, આપણી ઉસ્તાદો સંગીતની પરિભાષાપર બહુ ધ્યાન આપી સંગીતનું ખરૂં હાર્દ-જે ઉન્નત ભાવોમાં રહ્યું છે તે વિસારે પાડયું છે. રાગ સાથે ખેલવાની એની સાથે કુસ્તી કરવાની અને ચાળા કરવાની ટેવ આપણું સંગીતકારોને પડી હોય છે અને એવો વિરોધ ઘણી વ્યકિત તરફથી કરવામાં આવ્યા છે; છતાં સંગીતના શાસ્ત્રીય અભ્યાસીઓ ઉસ્તાદી સંગીતને બહુ મહત્ત્વ આપે છે. પ્રી. આથવલેના મત પ્રમાણે ઉચ શાસ્ત્રીય સંગીત એ સંગીતનો મહાન ભંડાર છે અને લોકસંગીત અને ગરબા ઇત્યાદિ સ્ત્રીઓ અને નાટયકારનું સંગીત એ જથામાંથી જેટલું જીરવી શકે એટલો અંશ ગ્રહણ કરે છે.
એ પછી મારા મત પ્રમાણે સ્ત્રીઓનું સંગીત આવે છે. એમના સંગીતમાં વરનું જ્ઞાન હોય છે. આલાપ પણ રસિકતાનાં બંધનોને વિમુકત કર્યા વગર લઈ શકે છે. સંગીતનું બહું શાસ્ત્રીય નહિ પણ સ્વાભાવિક અંત:પ્રેરણાથી જેટલું જ્ઞાન મળી શકે તેટલું મેળવી લે છે, પણ એ ઉપરાંત એમના કંઠની મધુરતા એમને બહુ સહાય આપે છે. એમનું સંગીત જાણે એમનું હૃદય ખુલું કરતુ હોય અને એમના હદયના ભાવને કેાઈ અલૌકિક રીતે વ્યકત કરતું હોય એમ લાગે છે. મને પોતાને તો એ સંગીતમાં સંગીતનો ખરે આત્મા દેખાય છે અને સદભાગ્યે એમાં રાગ કે સૂર સાથે ખાટી રમત કે કુસ્તી હોતી નથી.
નાટયપ્રગમાં ગવાતું સંગીત ઉસ્તાદી સંગીત અને સ્ત્રીઓનાં સંગીતની કંઈક વચમાં આવે છે. એમાં સ્ત્રીના સંગીતની મોહક મધુરતા જવલ્લેજ માલમ પડે છે; પણ ઉસ્તાદી સંગીતની કેટલીક અગમ્યતા અને સામાન્ય મનુષ્યને લાગતી હાસ્યજનકતા જોવામાં આવતી નથી.
એ ઉપરાંત લોકગીતમાં જણાતું સંગીત બહુ સાદું અને સરલ હોય છે. જે એ સ્ત્રીઓદ્વારા પ્રગટ થાય છે તો એમાં કમળતા અને મધુરતાનો સંચાર થાય છે; અને પુરુષ એ સંગીત સંભળાવે છે ત્યારે પણ ભાવો અને વિચારની સહૃદયતા અને સરળતા તરવરી આવે છે.
- રાસ અને ગરબાનું સંગીત એ જૂના જમાનામાં જ્યારે સંગીત, કવિતા અને નૃત્ય, એ ત્રણે એક સમુદાયી જીવનમાં હતાં અને એ ત્રણ મહાન કળાનું વ્યક્તિત્વ છૂટું પડયું ન હતું તેનું મરણ કરાવે છે. ગરબા એ એક જાતનું હળવું અને ઓછામાં ઓછા વાંધાભરેલા નૃત્યનું સ્વરૂપ છે. સંગીત એની સાથે જોડાઈને, સંગીત અને નૃત્યને વાણી અને કાર્ય–હાવભાવને કેટલે ગાઢ સંબંધ છે તે પૂરવાર કરે છે.
ગરબામાં પણ સ્ત્રીના સંગીતની અજબ મોહકતા અને સુંદરતા પ્રકટ થાય છે. એમાં પણ માનવહૃદયના ભાવો વ્યકત થતા માલમ પડે છે. પણ એક જાતનું અણમેલું સંગીત જેની બહુ થોડી નોંધ લેવાની
સંગીત ની બહુ થોડી નેધ લેવાની તસદી લેવાય છે તે તો કેાઈ ગરીબ ભિખારીનું કુટુંબ કે કેાઈ ફકીર કે કોઈ સાધુઓની ટોળી કે પછી કોઈ ગામમાં ફરતી નાચ કરનારી સ્ત્રી અને સાથે ઢોલ તબલાં લઈ કરનારી ટોળી પ્રકટ કરે છે. તે સંગીત છે.
આ પ્રકારનું સંગીત જેટલું સ્વાભાવિક હોય છે તેટલું જ સુંદર હોય છે. ગાનાર સ્ત્રી, પુરુષો કે નાનાં બાળ-બાળકીઓને ખબર નથી હોતી કે, એ લેકે કેટલો સુંદર સર કાઢી ગાય છે. અને કેટલા કર્ણોને કેઈ અજબ આનંદ આપે છે. એમનું સંગીત નિર્મળ અને સહદય ભાવોથી તરવરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com