________________
કુદરતની અદ્દભુત કારીગરી
૧૦૫ “મેં એને કેટલીક વાર ચિઠ્ઠીઓ પિતાની ગરદન કે હથેળીના પાછલા ભાગ અથવા પગના તળીઆને અડકાડીનેજ વાંચતાં જોઈ હતી.”
બીજા એક કેસ વિષે ડે. મેલેટીન નામના કોઈ ફ્રેન્ચ તબીબ લખે છે કે, એક બાઈને વાયુ થઇ આવતું ત્યારે તેનું ઉદર, હાથ અને તેના પગની આંગળીઓનાં ટેરવાં તેની સર્વ ઈદ્રિયશક્તિનાં કેન્દ્ર બનતાં. તેના પેટ પર ગંજીફાનું પાનું તે જોઈ શકે નહિ એવી રીતે અમે મૂકતા તો તે તરત ઓળખી કાઢતી અને એક પછી એક આખા ગંજીફાનાં પાનાંમાંથી ગમે તેટલાં મૂકીએ તે તે બધાં કયાં કયાં છે તે યથાર્થ કહી આપતી. કોઈ વાર અમે ઘડિયાળ લઈને તેને બતાવ્યા વિના તેના પેટને અડકાડીને મૂકતા તે તેમાં કેટલા કલાક, કેટલી મિનિટ ને કેટલી સેંકડ થઈ છે તે બધું તે તુરત કહી દેતી. તેવી જ રીતે તેની પાસે કોઈ લાંબો લખેલો કાગળ તેણે કદી જોયા ન હોય એ લાવીને અમે ત્યાં રાખતા તે તેના પણ શબ્દ શબદને કડકડાટ વાંચી બતાવતી.
બીજી વખત અમે જોતા કે સ્વાદ ચાખવાનું કે સુંધવાનું કામ પણ તે ઉદરવડે અથવા આંગળીનાં ટેરવાંવડેજ કરી શકતી. તે વેળા તેની જીભ કે નાક તે કામમાં આવી શકતાંજ નહિ.
કાનનું કામ હાથ કરે ! ! જોવાનું, સ્વાદ ચાખવાનું ને સુંધવાનું કામ આ પ્રકારે અન્ય ઈદ્રિયોથી થાય છે તેમજ કાનવગર પણ મનુષ્યો સાંભળી શકે છે ! બેલોના શહેરની હોસ્પીટલમાં એક દરદી બાઈ આવી હતી તેનું શરીર એવું મડદાલ થઈ ગયું હતું કે ગમે તેવો ગરમ કે ઠંડો પદાર્થ તેને અડકાડવામાં આવતો કે ગમે તેવો શસ્ત્ર-પ્રયોગ તેના પર કરવામાં આવતો તો તેની જરાએ અસર કે તેથી કંઈ દુઃખ તેને થતું નહિ. ગમે તેટલો મોટો અવાજ તેના કાન પાસે કરતા તે તેનાથી તે શુદ્ધિમાં આવતી નહિ પણ તેની હથેળી ઉપર કે પગનાં તળિયાંપર ઘણોજ ધીમેથી પણ કંઈ શબ્દ થતો તે બરાબર સાંભળી શકતી !
તેની આંખો બંધ હોય, અથવા તેને પાટા બાંધ્યા હોય તે છતાં તે પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ તથા તેનો રંગ યથાર્થો ઓળખી આપતી. તેના હાથમાં કે પગનાં તળિયાંને સ્પર્શ થાય એવી રીતે કાગળ મૂકતા તે તે વાંચી શકતી, તેમજ ઘડિયાળમાંનો વખત પણ કહી સંભળાવતી. - આજકાલ આપણને કેટલાકના આવાજ પ્રયોગો જોતાં ત્યાં શ્રદ્ધા બેસતી નથી, અજાયબી લાગે છે અને કંઇક યુક્તિ પ્રયુક્તિ હશે એમજ આપણું માનવું થાય છે. પણ ઉપરનાં દૃષ્ટાંતો માનીએ તો તેમાં અતિશયોક્તિ કે અસત્ય ન પણ હોય એમ સ્વીકારવાનું યોગ્ય લાગે છે. લખેલા બંધ કાગળ કપાળે અડકાડીને, પહેલેથી તેમાં શું લખેલું છે તે બિલકુલ નહિ જણનારા એવા “જાદુગરે” તેમાંનું લખાણ આપણને સંભળાવે છે ત્યારે આપણને કઈ દેવી-દેવતાને સાધવાથી કે મેલી વિદ્યાથી તે અદ્દભૂત શકિત પ્રાપ્ત કર્યાને વિચાર સહજ થઈ આવે છે.. - હવાવિના કે નિરાહાર રહીને કોઈ મનુષ્ય જીવી જ શકે નહિ, અગ્નિને સ્પર્શ કરવાથી દાઝયા વિના રહેવાયજ નહિ, વિષપાન કે વિષભક્ષણ કર્યાનું ફળ મૃત્યુજ હોઈ શકે–એવી આપણી માન્યતાઓ પરાપૂર્વથી ચાલી આવે છે તે પણ આ જમાનામાં ખેટી પડતી કયાં નથી જોતા? કેટલાક યોગીઓ અથવા ફકીરો, મોટા મોટા દાકતરો અને હવે વિજ્ઞાન-શાસ્ત્રીઓની સમક્ષ પ્રાણાયામથી શ્વાસ રૂંધીને સર્વ ઈદ્રિયોનું કાર્ય બંધ કરી દઈને અમુક દિવસ “કબર” જેવી પેટીએમાં કે ભૂમિની અંદર ખેદેલા ખાડામાં પડયા રહે છે અને યોગ્ય કાળે પછી તેમને બહાર કાઢવામાં આવે છે તે પછી, પ્રથમથી કરેલી સૂચના મુજબ, તેમના ઉપર અમુક ક્રિયા કરવામાં આવે છે તો પાછી શ્વાસ લઈને ધીમે ધીમે પ્રાણ પુનઃ પ્રાપ્ત કરીને હરતા ફરતા થઈ જાય છે એવી કથાએ ધણુના વાંચવામાં અવશ્ય આવી હશેજ.
અગ્નિને સ્પર્શ કરતા તે શું પણ ધગધગતા અંગારા ઉપર ખુલ્લે પગે ચાલતા અને દોડતા તથા બીજા જેને તેમ કરવું હોય તેને તેમ કરવાને નિમંત્રણ આપતા ફકીરો વગેરેની વાત આપણે કયાં નથી જાણતા? કેટલાકે તો તે પ્રત્યક્ષ જોયું પણ હોવું જોઇએ. ' તેવીજ રીતે ગમે તેવી અજાણી ઝેરી ચીજનું વિષપાન તથા વિષભક્ષણ કરવા છતાં તેનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com