________________
શુભસંગ્રહ-ભાગ પાંચમો પતિભક્તિ કેવી વખણાય છે! એણે રણભૂમિમાં જઈ મરણશરણ સ્થિતિમાં પિતાના પતિની સેવા કરી આશ્વાસન આપ્યું અને પાછી પાની કરવાથી ક્ષત્રીવટને લાંછન લાગવાનું જણાવી મિત્રતુલ્ય બોધ કર્યો, એ તેનું કેટલું મોબળ !
પાંડવની સ્ત્રીઓને તેમનાં સાસુ કંતાજી સાથે કદી કલેશ થયો હોય એવું વાંચવામાં આવતું નથી. રાજા દશરથની પત્ની તકેયીએ રામ-સીતાની ઇર્ષા કરી, પણ સીતાએ તેમની સાથે કંકાસ કર્યો એવું ક્યાંય પણ સાંભળવામાં આવ્યું નથી; તેમજ ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીને સે વહુઓ છતાં કોઈએ તેની આજ્ઞા લોપી સામે ઉત્તર વાળ્યો, એવું ક્યાંય જોવામાં આવતું નથી. આનું કારણ એજ કે, સ્ત્રીઓ પોતાના ધર્મ બરાબર સમજી તે પ્રમાણે વર્તતી હતી. માટે સર્વ સ્ત્રીપુરુષોએ પિતાને ધર્મ અને કર્તવ્ય સમજવા ઉત્સુક થવું જોઈએ.
(તા. ૧૨-૯-૧૯૧૩ ને “સાંજવર્તમાનમાં લેખક-કવિ કહાનજી ધર્મસિંહ-રાજકોટ)
३८-कुदरतनी अद्भुत कारीगरी
ઇંદ્રિયની અગમ્ય શક્તિઓ આંખ વિના જોવાય ! કાન વિના સંભળાય!!
સામાન્ય રીતે આજ સુધી આપણી માન્યતા એવી રહેલી છે કે, જે કામ જે ઈદ્રિયને માટે નિર્માણ થયેલું છે તે કામ તેનાથી જ બની શકે, બીજી કોઈથી નહિ. તેને અભાવે તે ઇન્દ્રિયથી રહિત મનુષ્યને તેની ખોટજ ભેગવવી પડે. પણ હાલના જમાનામાં બીજી અનેક વિચિત્ર શોધાની સાથે એ માન્યતાને ખોટી ઠરાવે એવાં પણ દષ્ટાંત મળી આવેલાં છે. તેથી એમજ સિદ્ધ થાય છે કે, કેટલીક વાર એક ઇંદ્રિયની શક્તિ ગમે તે કારણસર તદ્દન ઘટી ગઈ હોય છે ત્યારે તેનું કામ આશ્ચર્યકારક રીતે બીજી–તે કામને માટે કંઈપણ યોગ્યતા નહિ ધરાવતી ઈદ્રિય-ધણજ ખુશીથી કરી શકે છે, અને તેનો ભેદ વિજ્ઞાનશાસ્ત્રીઓ કે મેટા મેટા દાક્તરો પણ હજી પામી શક્યા નથી.
એમ. યુલીસ રોમેન નામના કોઈ યંત્રકારે હમણાં “આંખવિનાની દષ્ટિ એ નામનું પુસ્તક બહાર પાડયું છે. તેમાં તે લખે છે કે:-“મેં આંધળાઓને પિતાની છાતીના સ્પર્શથી વાંચવાની ટેવ પાડી છે, અને માથાના પાછલા ભાગથી કે હથેળીવડે સામા માણસને ઓળખી કાઢવાને શક્તિમાન કર્યા છે ! આ વાત આપણને તે અસંભવિત જેવીજ લાગે છે, પરંતુ કેટલાક વિદ્વાનેને એ મત પડે છે કે, આમ થતું હોય તો તે કંઈ નવાઈ જેવું ના કહેવાય; કેમકે ઘણું દાકતર નોંધ રાખી ગયા છે તે ઉપરથી એવા અસામાન્ય ચમત્કારનું અસ્તિત્વ તે સિદ્ધ થઈ જ શકે છે, અને મિ. રોમેને વર્ણવેલી શક્તિઓ ઉપરાંત આપણને વિશેષ ચમકાવે એવા કે પણું બનેલા તેમના જોવામાં આવ્યા છે.
ઍટલેંડમાં એક બાઈ રહેતી હતી તેને કેટલીક વાર એવું દરદ થઈ આવતું કે તેની આંખે એકદમ અંધારાં આવી જતાં, અને તે દરદ રહેતું ત્યાં સુધી તે કંઇ પણ ચીજ જોઈ રાકતી નહિ; પરંતુ આ સ્વાભાવિક દૃષ્ટિની ખામી આંખને બદલે બીજા અવયયોથી પૂરી પડતી.
એક ધર્મગુરુ તેની પાસે થઈને જતા હતા તેઓ લખી ગયા છે કે “ એવી વખતે તે બધા રંગ-દિવસે કે રાત્રે પણ બરાબર ઓળખી શકતી હતી. ઘોર અંધકારવાળા ઓરડામાં તેને રાખી હોય ત્યાં પણ તેની પાસે પુસ્તક મૂકવામાં આવે છે તે કડકડાટ ઝપાટાબંધ વાંચી શકતી અને સંગીતના સ્વરસૂચક ગાયન જેમાં ઉતારેલું હોય એવી ચોપડી તેની પાસે મૂકવામાં આવતી તે તે ગાયન પણ બરાબર ગાઈ શકતી; માત્ર પોતાની આંગળીઓજ તે લેખ ઉપર તે ફેરવતી ને કેટલીક વાર છે તેમ પણ કયાં વિના પિતાને હાથજ પાના ઉપર રાખવાથી–લીટીએ લીટીએ અક્ષરે ઉપર આંગળી ફેરવ્યા વિના પણ તેનાથી બધું બરાબર વાંચી શકાતું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com