________________
૧૦૨
શુભસંગ્રહ-ભાગ પાંચમા ઉપયોગમાં લેવાનું કારણ એવું જણાવ્યું છે કે, ડાબા કરતાં જમણો હાથ વધારે કલ્યાણકારક છે. કેમકે તેમાં આખા વિશ્વનું ઔષધ સમાયેલું હોવાથી તેને સ્પર્શ થતાં સર્વ પ્રકારે કલ્યાણ થાય છે.
લગ્નને હેતુ વિષયેલાલસી નહિ, પણ ધર્મપાલન ને પ્રજોત્પત્તિ હતો; તેથી યોગ્ય વયે ક્રિયા કરવા જેટલી વિદ્યા ભણી લગ્ન કરવામાં આવતાં, અને તેથી સંસાર બહુધા સુખરૂપ નીવડત. આધુનિક “ભણેલાંના ભવાડા અને મોટી ઉંમરની મોહકાણ” જેવું કવચિતજ થતું હશે; માટે આપણી ચાલુ વિવાહપદ્ધતિમાં કેવા પ્રકારને સુધારો કરવાની આવશ્યકતા છે, તે આ સંસ્કારથી સમજવું જોઈએ.
કેટલાક કહે છે કે, સોમ, ગંધર્વ અને અગ્નિના સેવનથી સ્ત્રીને બાળપણેજ ત્રણ પતિ થઈ ચૂક્યા અને પુરુષ એ ચોથો પતિ છે. આ કથન બિલકુલ સત્ય નથી; કેમકે એ કંઇ મનુષ્ય નથી. જ્ઞાનવલ્કય કહે છે કે ઔષધિનાથ સેમ અથવા ચકે બાળપણે અનેક રોગથી ઉગારી આરોગ્ય આયું. ગંધ હાલરડાંના સંગીતથી મંગળ વાણી અને શાંતિ આપી, અને અગ્નિદેવના યોગ ભેજનાદિ સામગ્રીથી પોષણ તથા પવિત્રતા પ્રાપ્ત થયાં. આ ત્રણે પદાર્થો સાથે પરાને નિકટના સંબંધ સમજી, સ્ત્રીમાને સાધારણ વૈદક, ગીત તથા રાઈનું જ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ.
પુત્ર જમ્યા પછી તેને ખેાળામાં લઈ, પિતાએ જે મંગળ વચને બાલવા સંરકારપ્રકરણમાં કહ્યું છે, તે પણ આશીવાદાત્મક અને જાણવા જોગ છે:-આ પુત્ર મારા ઘરમાં મોટા થઇ, હજારે મનુષ્યોનું પાલન કરે અને તેની સંતતિ તથા પશુ આદિક સર્વ સુખી રહે. મારામાં જે પ્રાણશકિત છે તે હું મારા મનોબળથી તને અર્પણ કરે છે
મારા મનોબળથી તને અર્પણ કરું છું. હે અગ્નિદેવ ! કર્મ કરતાં મારાથી જે કાંઇ ન્યુનાધિક થયું હોય તેને તમે સુધારી શાસ્ત્રાનુસાર કરો. હે સરસ્વતિ ' જેવું તારૂં સ્તનપાન સુખદ અને ધન-ધાન્યાદિ ઉત્તમ વસ્તુ આપે છે અને જે વડે તું વિશ્વના ઉત્તમ આત્માઓનું પોષણ કરે છે, તેવું મારા પુત્રને સ્તનપાનથી સર્વ સુખ અનુકૂળ થાઓ.” આવી રીત સંસ્કારી થયેલો પુત્ર પિતા અને પિતામહ કરતાં અધિક લક્ષ્મી, કીતિ તથા બ્રહ્મવર્ચસ પ્રાપ્ત કરે છે.
નામકાજળ:–આ સંસ્કાર સ્ત્રીને અગિયારમે દિવસે પ્રસૂતિસ્થાનમાંથી બહાર લાવી, સૂતક ઉતારી, ત્રણ બ્રાહ્મણોને જમાડી કરે. પુત્રનું નામ બ્રાહ્મણ જ્ઞાતિ હોય તે સુખવાચક, ક્ષત્રિય હોય તે શૌર્યવાચક અને વૈશ્ય હોય તે શ્રીવાચક પાડવું.
નિમળઃ—થે માસે આ સંસ્કાર કર. પુત્રને ઘરની બહાર લઈ જઈ, સૂર્યનાં દરી ને કરાવવાં અને એવી ભાવના કરવી કે –“તેના દર્શનથી અમે ૧૦૦ શર ઋતુને જોઈએ; ૧૦૦ શર ઋતુ મૃતનું અધ્યયન કરીએ: ૧૦૦ શરદ ઋતુ વેદચર્ચા કરીએ, ૧૦૦ શરદ્દ ઋતુ શ્રી, પ્રી અને બ્રહ્મચર્યયુક્ત રહીએ અને ૧૦૦ વર્ષથી પણ વધારે વર્ષ આયુષ્ય ભોગવીએ.” આ સ્થળે શર
ઋતુ કહેવાનું કારણ એ કે, એ ઋતુમાં તાવને ઉપદ્રવ વધારે હોય છે. માટે એ કાળમાં શરીરની વિશેષ સંભાળ રાખવી.
અન્નપ્રાશાનઃઆ સંસ્કાર બાળકને આગળ કહ્યા પ્રમાણે સંક૯પાદિ કરી છદ્ર માસે કરાવવી. બાળક તેજસ્વી થાય તે માટે ઘી તથા ભાત અથવા દહીં, મધ અને ઘી ભાતમાં મેળવી સાકરવાળું કરી બાળકને ખવરાવવું. તે વખતે વળી એવી પ્રાર્થના કરવી કે “હે અન્નદાતા ઈશ્વર ! અમને અનન, આરોગ્ય અને બળ આપ: અમારી પ્રજાને તથા પશુને બળ આપ, કે જે બળવડે અમે તારી આજ્ઞા પ્રમાણે ચાલીએ.”
ર્મપુત્ર એક વર્ષને થાય ત્યારે, અથવા ત્રણ વર્ષ પૂરાં થતાં પહેલાં કુલાચાર પ્રમાણે યોગ્ય વયે આ સંસ્કાર કરો. આ પ્રકરણમાં પણ આશીર્વાદ અને પ્રાર્થનાયુક્ત કહેવાનું કે “સૂર્યો ઉત્પન્ન કરેલું દિવ્ય જળ તને દીર્ધાયુ તથા ઐશ્વર્ય પ્રાપ્ત કરાવવા તારાકેશને પલાળો” ઈત્યાદિ.
ઉપનયન-ઘરની બહાર મંડપ બાંધી પુત્રને આઠ વર્ષ પૂરાં થયા પછી અથવા ગર્ભથી આઠમે વર્ષે બ્રાહ્મણને, અગિયારમે વર્ષે ક્ષત્રિયને અને બારમે વર્ષે વૈશ્યને ઉપનયન સંસ્કાર કરવા; અર્થાત જનોઈ આપવાને બોધ કરવો. . એ પ્રસંગમાં આચાર્ય કહે છે કે “જે વિધિથી બૃહસ્પતિએ ઇદ્રને વસ્ત્ર પહેરાવ્યાં, તેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com