________________
આદર્શ બાલદિર પિતાને પ્રેમ નવાં પુસ્તક આપી દેશે; કેમકે ગામેગામ નવા ઇતિહાસ ભૂગાળ હશે, અંકગણિતના દાખલા પણ નવાજ રચાય. ભાવનાવાળી માતા રોજ તૈયાર થઈને શીખવે ને પિતાની નોંધપોથીમાં નવી વાત, નવા દાખલા વગેરે રચે ને બાળકોને શીખવે.
આ પાઠયક્રમને વધારે લંબાવવાની જરૂર ન હોવી જોઈએ. આમાંથી દરેક ત્રણ માસને ક્રમ ઘડી શકયા: કેમકે બાળકો જૂદા જૂદા વાતાવરણમાં ઉછરેલાં હોય છે, તેથી આપણી પાસે એકજ ક્રમ હોઈ ન શકે. પ્રસંગે પ્રસંગે મળેલાં બાળકને જોઈનેજ ક્રમ ઘડી શકાય. કેટલીક વેળા તો બાળકે ઉલટું શીખી આવ્યાં હોય તેમને તે ભૂલાવવું પડે. છ-સાત વર્ષનું બાળક જેવા તેવા અક્ષર કાઢી જાણતું હોય, અથવા તેને “મા ભૂ પા’ વાંચવાનું વ્યસન પડી ગયું હોય તે તે તેની પાસે ભલાવે. બાળક વાંચીને જ્ઞાન મેળવે એ ભ્રમ તેના મનમાંથી ન નીકળે ત્યાં લગી આગળ વધે નહિ. અક્ષરજ્ઞાન જેણે જીદગીભરમાં ન મેળવ્યું હોય તે વિદ્વાન બની શકે એ સહેજે કલ્પનામાં આવી શકે તેવું છે.
આ લેખમાં મેં ક્યાંયે શિક્ષિકા શબ્દનો ઉપયોગ નથી કર્યો. શિક્ષિકા તે માતા છે. જે માતાનું સ્થાન ન લઈ શકે તે શિક્ષિકા થાય જ નહિ. બાળક કેળવણું લે છે એવું બાળકને લાગવું ન જોઈએ. જે બાળકની પાછળ માતાની આંખ ફર્યા જ કરે છે તે બાળક ચોવીસે કલાક કેળવણજ લઈ રહેલ છે. નિશાળમાં છ કલાક બેસી આવનાર બાળક કંઈજ કેળવણી ન લેતું હોય. આ અસ્ત થઈ ગયેલ છવનમાં સ્ત્રીશિક્ષિકાઓ કદાચ ન મળી શકે. પુરુષો મારફતે જ બાળશિક્ષણ હાલ સંભવે એમ ભલે હોય તે પુરુષશિક્ષકે માતાનું મહાપદ મેળવવું પડશે ને છેવટે તે માતાએ તૈયાર થવું પડશે; પણ જે મારી કલ્પના યોગ્ય હોય તે ગમે તે માતા, જેને પ્રેમ છે તે ઘડી મદદથી તૈયાર થઈ શકે છે, અને પિતાને તૈયાર કરતી તે બાળકોને પણ તૈયાર કરી શકે છે.
(તા-૨-૬-૨૯ના “નવજીવન” માં લેખક:-મહાત્મા ગાંધીજી)
શુ.
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com