________________
૯૮
શુભસંગ્રહ-ભાગ પાંચમ ३६-भारत मातानो पोकार
અર્ધરાત્રિના સમય છે, બાલ અને વૃદ્ધ, ગરીબ અને તવંગર તથા પશુ અને પક્ષી સર્વે નિદ્રાદેવીના મેળામાં સૂતાં છે. ચારે તરફ ચૂપકીદી છવાઈ ગઈ છે, કાઇના બોલવાનો અવાજ સંભળાતો નથી. કદી કદી વાદળની ગજનાનો અવાજ સંભળાય છે. જોતજોતામાં ચારેબાજુ કાળાં વાદળો છવાઈ ગયાં. મોઢે મેટું સૂઝતું નથી. એટલામાં મૂશળધાર વરસાદ પડવા લાગે. ઈંદ્ર અને રાક્ષસનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું, વિજળીના કડાકાથી હૃદય થરથરતું હતું. આ સમયે જગલમાંથી કોઈની ચીસને શબ્દ સંભળછે, જે સાંભળી હૃદય કંપવા લાગ્યું; પણ તે શું છે તે જઇને જોવાની હિંમત ચાલી નહિ. આ સર્વેની કંઈ પણ દરકાર કર્યા સિવાય એક યુવતીને તે જંગલ તરફ જલદી જલદી જતી મેં જોઈ. આ વાતને નિર્ણય કરવાને માટે હું પણ તેની પાછળ ગયો. તે યુવતી જંગલમાં પહોંચી, પરંતુ તે અવાજ ક્યાંથી આવતા હતા તે સમજાયું નહિ, કોઈ વખત પૂર્વમાંથી તે કાઈ વખતે પશ્ચિમમાંથી અને કાદ વખત ઉત્તરમાંથી તો કાઈ વખત દક્ષિણમાંથી તે આવતે હતો. થોડા સમય પછી ચારે તરફ શાંતિ પથરાઈ ગઈ, વાદળ ખુલ્લું થવા લાગ્યું અને ચંદ્રમાની મનહર ચાંદની પથરાઈ ગઈ; પણ એટલામાંજ ફરી પાછો કાઈના વિલાપનો અવાજ સંભળાયો. છેવટે જ્યાંથી તે શબ્દ આવતું હતું ત્યાં તે યુવતી ધીમે ધીમે પહોંચી ગઈ અને ત્યાં એક વિચિત્ર દશ્ય તેની નજરે પડયું. એક વૃદ્ધ સ્ત્રી તેના હાથમાં સૂકાયેલાં ફૂલોના ગુપ લઈને રડી રહી છે. તે ગુછીમાનો ફૂલની પાંખડીઓ વેરણછેરણ થઈ ગઈ હતી
પણ તેમાંથી ઘણીજ મનહર સુગંધી આવતી હતી અને આખા જંગલમાં તે સુગંધ પ્રસરી રહી હતી. જો કે તે સ્ત્રી વૃદ્ધાવસ્થાને લીધે દુર્બળ હતી તે પણ તેના મુખમંડળની કાંતિ તેજસ્વી હતી. કપલપ્રદેશ પર કાળી જટા લટકી રહી હતી, આખા શરીર પર માત્ર એક જ વસ્ત્ર હતું, મોઢામાંથી ઠંડા શ્વાસ નીકળી રહ્યા હતા. તેની આવી હાલત જોઈ તે યુવતી તેની પાસે બેસી ગઈ. હું પણ તેમની વાત સાંભળવાને માટે એક વૃક્ષની આડમાં છુપાઈને બેઠે. તે દેવીએ અને કર્યો કે “માતા! તમે કોણ છો ? આ ભયંકર વનમાં તમે શામાટે એકલાં રહે છે ? આટલું બધું રુદન અને વિલાપ કરવાનું કારણ શું છે ?” દેવીનો આ પ્રશ્ન સાંભળી તે વૃદ્ધ સ્ત્રી શાંત થઈ એકીટસે તેના તરફ જોઈ રહી. તે બાવરી જેવી કેમ લાગતી હતી તે કેમ કહેવાય ? તેનાં મોટાં મોટાં કમળસમાન નેત્રો કોની શોધમાં હતાં તે શું કહેવાય ? તેના દિલની વાત કોણ કહી શકે ? તેનું દુઃખ જોઇ પ્રકૃતિથી પણ રહેવાયું નહિ, તેથી તેનાં નેત્રાદ્વારા દુ:ખરૂપી ધારાઓ વહેવા. લાગી અને મોઢામાં આંગળી ઘાલી દુઃખમય નજરે તે સ્ત્રી તરફ જોવા લાગી. પાઠકગણ ! થોડા સમય સુધી તે સ્ત્રીની એજ દશા રહી. બાદ તેણે જર્જર શરીરે દીર્ધ શ્વાસ લેવા માંડયા. તેના હોઠ હાલતા હતા પણ તે શું બેલતી હતી તે સમજાયું નહિ. તેની આંખોમાંથી હજી પણ નાર ઝરતું હતું. તેની આવી દશા જોઈ તે યુવતીએ પોતાના હાથવડે તેનું મોટું સાફ કર્યું અને કહ્યું “માતા ! તમારા દુઃખની વાત મને કહો, મારાથી બનશે ત્યાં સુધી તમારો કલેશ દૂર કરવાને પરિશ્રમ કરીશ.” આ કરુણામય શબ્દો સાંભળી તે વૃદ્ધ સ્ત્રી બોલી કે “પુત્રી ! તું મારા દુઃખની વાત સાંભળી શું કરીશ? તે સાંભળવાને પણ સાહસની આવશ્યકતા છે. વારૂ, જ્યારે તારી સાંભળવાની ઈચ્છા છે તો સાંભળ. મારૂ નામ “ભારતમાતા” છે. કે જેનું દૂધ પીને તું મોટી થઈ છે અને તેની ગાદમાં તેં કીડા કરી છે. જે, હવે મારી કેવી દશા થઈ ગઈ છે ! સારા સારા સુપુતેએ જન્મ લેવાનું છેડી દીધું છે; દુર્બળતાને લીધે સર્વ ઈદ્રિય શિથિલ થઈ ગઈ છે; મારે ત્રીસ કરોડ પુત્રપુત્રીઓ છે, તો પણ મારે કલેશ દૂર થતો નથી. કહે, આ દશામાં હું શું કરું? હું ક્યાં સુધી જીવતી રહીશ આમ કહેતાં કહેતાં તેણે ફૂલોનો ગુચ્છ હાથમાં લઈને કહ્યું જે, આ સૂકાઈ ગયેલી પાંખડીઓ આગલા સમયમાં મારાં સંતાન હતાં. તેમાં ગીતાનો ઉપદેશ કરનાર શ્રીકૃષ્ણ તથા પાંચ પાંડવે, પિતૃઆજ્ઞા પાલક શ્રીરામચંદ્ર. ભાતૃપ્રેમી લમણ, બ્રહ્મવિદ્યામાં પારંગત મોટા મોટા ઋષિમુનિઓ અને કૌશલ્યા જેવી સહનશીલ દેવીએ. સીતા અને સાવિત્રી જેવી પતિવ્રતા સ્ત્રીઓ અને ગાગ જેવી બ્રહ્મવાદિની ભચારિણી ભીએ એમાં હતી. જો કે આ ગુચ્છાની માફક મારાં ભૂતપૂર્વે સંતાન ચીમળાઈ ગયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com