________________
ભારત માતાનો પોકાર
છે તે પણ અદ્યાપિપર્યત તેમની સુગંધ ચારે દિશાઓમાં ફેલાઈ રહી છે. દુઃખની વાત છે કે એવા સુપુત્રાએ જન્મ લેવાનું છોડી દીધું છે અને મારા પર રૂષ્ટ થઈને તેઓ અન્ય દેશોને સુશોભિત કરી રહ્યા છે. કદી કદી કોઈ સિતારો દેખાય છે તો તે અજ્ઞાનના ઘટાટોપના છવાયાથી અદશ્ય થઈ જાય છે. હાય ! જેની અમૃતમય છાયા નીચે દૂર દેશાવરના લોકો આવીને આરામ લેતા હતા. ત્યાંજ આજે મારાં સંતાનોને રહેવા ઝુંપડી પણ મળતી નથી, મારાં લાખે પુત્રપુત્રીએ અન્નને માટે તરફડે છે, દુષ્કાળ અને પહેગના મુખમાં મારાં હજારો સંતાને ફસાઈ જાય છે, તેમને કોઈ આશ્રય આપનાર જણાતું નથી. કહે, હવે હું શું કરું?” આટલું કહેતાં કહેતાં તે મૂર્શિત થઈ ધરતીપર પડી ગઈ. માતાની આ દશા જોઈ તે યુવતી પણ રડવા લાગી. થોડા સમય ! માતાની મૂછ વળી ત્યારે તે ઉઠી અને કહેવા લાગી કે ““અરે ! કુળકલંકી સત્યાનાશી દુર્યોધન ! તારે લીધેજ મારી આ દશા થઈ. જે તે કુસંપનું બી વાવ્યું ન હતું તે મારા કરે સુયોગ્ય પુત્રાનું પ્રચંડ મહાભારતરૂપી યુદ્ધાગ્નિમાં બલિદાન થાત નહિ. અરે દુષ્ટ ! તેંજ મારા તમામ વીરોનું મૂલોછેદન કર્યું કે જેઓ માંહમાંહે કપાઈને મરી ગયા. તે સદૈવને માટે કુસંપનું બી વાવી ગયો, જેથી કરીને અદ્યાપિપર્યત મારે ઘણાં દુ:ખ સહન કરવાં પડયાં છે. અરે દુષ્ટ જયચંદ ! તેંજ મારૂં રહ્યું સહ્યું સર્વસ્વ નાશ કર્યું, તેં તારા ભાઈ (પૃથ્વીરાજ) સાથે વિરોધ કરી વિદેશીય શત્રુ(શાહબુદ્દીન)ને બોલાવી મારા વીર સંતાનનું રક્ત વહેવરાવ્યું. અરે નિર્દય ! તેં
સાપને મિત્ર બનાવ્યું તેનું તને ક્યાં ભાન હતું ? એ અવસર મેળવી મને ડસશે તેનું તને જ્ઞાન • હતું? માત્ર મારે નહિ, પણ આખા દેશને સંહાર કરશે તેને તે ક્યાંથી વિચાર કર્યો હોય ?”
આટલું કહી તે ફરીથી બોલી કે “એ પ્યારા પુત્ર કાલીદાસ ! શું તુંજ શેકસપિયરનું નામ ધારણ કરી યૂરપ ચાલી ગયો ? પ્યારા અર્જુન ! શું તે મારી સાથે રીસાઇને નેપોલિયનનું નામ ધારણ કરી ફ્રાન્સને સુશોભિત કર્યું ? અરે વૃદ્ધ ભીષ્મ તથા દ્રોણાચાર્ય ! શું તમેજ વૈશિંગ્ટન અને ગેરીલાલ્હી બની અમેરિકા ચાલ્યા ગયા ? વીર અભિમન્યુ ! શું તું આજ્ઞાકારી કેસાબિઆન્કા તો નથી થયો ને ? અરે શ્રીકૃષ્ણની ગીતાના રહસ્ય ! શું તે ફિલોસોફીનું નામ ધારણ કરી પશ્ચિમના વિદ્વાનોનો ઝંડો આખી દુનિયા ઉપર ફરકાવી દીધો છે? અરે રાજપૂત રમણીઓ અને સીતાસાવિત્રી જેવી દેવીએ ! શું તમારી બરાબરી કરે તેવી સ્ત્રીએ આ વખતે આ દુનિયામાં છે ?
અરે વીરજનની વિદુલા ! શું તારો મુકાબલો કરી શકે એવી કોઈ દેવી મળશે ? તારી માફક પિતાના એકના એક પુત્ર સંજયને આવું કેટલી સ્ત્રીઓ કહી શકશે કે “અરે પુત્ર! યુદ્ધમાં કઈ વસ્તુનો મેહ કરીશ નહિ, તારા પ્રાણને પણ મેહ કરતે નહિ; કારણ કે તારે એક દિવસ શરીર છુટવાનું તે છે જ.” અરે દેવીઓ! તમે મારો ત્યાગ કરી ક્યાં ચાલી ગઈ ?'
પાઠકગણું : માતાના આ વિલાપ સાંભળી કયું એવું ૫થર જેવું હૃદય હશે કે જે પીગળી જાય નહિ ? માતાનું સદન સાંભળી તે યુવતીનું હૃદય કંપાયમાન થઈ ગયું; એટલું જ નહિ પણ વનનાં દરેક વૃક્ષ અને પશુપક્ષીઓ રુદન કરવા લાગ્યાં અને હું પણ ૨. મારા મનમાં નાના પ્રકારના વિચારો ઉત્પન્ન થવા લાગ્યા અને મારા મોઢામાંથી નીકળી પડયું કે “ હે વિધાતા ! આ એજ ભારતરૂપી જનની છે કે જે એક વખતે એશ્વર્યવાન હતી, જેમાં શ્રેષ્ઠ વાસ હત; આજે તેજ માતા અપવિત્રાત્માઓથી લેશિત થઈ રહી છે. જે એક વખતે સુવર્ણમય ભૂમિ બની હતી, જેનાં રત્નોની પ્રાપ્તિને માટે દૂર પ્રદેશના લોકો આવતા હતા; આજે તેનાં જ સંતાન દરિદ્રતાથી માર્યા માર્યા કરે છે. અરે કાળ ! તું ઘણે અન્યાયી છે, તને માતાની દશાપર દયા નથી એ શું ? અરે કાળચક્ર ! યાદ રાખજે કે, તારે તારાં કર્મોનાં ફળ ભોગવવાં પડશે અને માતાનું દુઃખ દૂર થશે. પાઠકગણુ ! કાળચક્ર માતાના માથા ઉપર ઉભું રહ્યું છે અને તે માતાને પીલી નાખવા માગે છે; પણ આપણે તેને આપણે કામેથી ઉત્તર દેવો જોઇએ કે અરે કાળ ! તું અમારું કહ્યું માનીશ, એટલું જ નહિ પણ તારે અમારી આંગળીઓના ઈશારા પ્રમાણે કામ કરવું પડશે.”
(“સ્ત્રીદર્પણ” માર્ચ-સન ૧૯૧૬ ના અંકમાં. મૂળ લેખિકા --શ્રીમતી કુમારી અમરદેવી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com