________________
સામાજિક બંધનની ભયંકર ચક્કીમાં ભિંસાતી નિર્દોષ બાળાઓ ૯૩ પૂછું છું કે --
(૧) તમે કે તમારો પુત્ર માંદા પડે છે ત્યારે નસીબ ઉપર આધાર રાખીને દાક્તરી સલાહ લેવાનું તેમજ ઔષધોપચાર કરવાનું માંડી વાળો છો ખરા કે?
(૨) તમે અથવા તમારા પુત્ર–ભાઇમાંથી કોઈ એકાદ કારણવશાત કોઈક મારામારીમાં સપડાયા તે નશીબ ઉપર આધાર રાખીને પ્રતિપક્ષીને માર ખાતા ઉભા રહો છો ખરા કે ?
(૩) સંજોગવશાત તમારી કે તમારા પુત્ર-ભાઈની ઉપર પોલીસ કેસ થયો તે નશીબ ઉપર આધાર રાખીને વકીલને રોકવાની તેમજ જેલમાં જતાં અટકવાની માથાકુટમાંથી બચી જાઓ છો ખરા કે?
(૪) જીવન જીવવા માટે કમાવાની ખટપટ નહિ કરતાં નશીબ ઉપર આધાર રાખો છો કે? છોકરાનાં લગ્ન કરવામાં એ નશીબવાદની જ આંધળાની લાકડી પકડીને બેસી રહે છે ખરા કે ?
જો આ બધાંજ કામેામાં પુરુષાર્થ અને મનુષ્યપ્રયત્નની વાત માનવા તૈયાર થાઓ છો તો પછી આજ બુદ્ધિનો ઉપયોગ બાળકીઓને ઘરડાં માણસ સાથે પરણાવવા તૈયાર થતાં તેમજ મનુષ્યના જેવી મનુષ્ય સ્ત્રી વિધવાને નશીબના નામે ક્રર રૂઢિબંધનમાં જકડી રાખવા શામાટે તૈયાર થાઓ છો ?
ત્યાં તો તમને શાસ્ત્રો અને બાપદાદા આડા આવે છે નહિ વારૂ? જો એમ હોય તો પણ તમારે પ્રમાણિક લોકમત સમક્ષ કેટલાક સીધા ઉત્તર આપવાના રહે છે.
(૧) શું શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે, બ્રાહ્મણને સાઠમે વર્ષે બાર વર્ષની બાળા સાથે લગ્ન કરવાની છૂટ આપવી ?
(૨) શું શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે, પેટની પુત્રીઓને જંગમ મિલકતની માફક દમડાની સાટે વેચવાને બંધ કરવો ?
(૩) શું શાસ્ત્રમાં કહ્યું છે કે, કસાઈ કરતાંયે વધુ કરતા વિધવા બનેલી સ્ત્રી ઉપર ચલાવવી ? તેની સાથે સાથે નીચેના ખુલાસાઓ પણ કરવાની તમારી જવાબદારી છે - (૧) શું શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે જ તમે જીવનનાં બધાં જ કામ કરે છે ?
(૨) જે રીતે શાસ્ત્ર તેનાથી વિરુદ્ધ જનારાઓ માટે જે શિક્ષા ઠરાવી છે, તે જાતની શિક્ષાને અમલ તમે કરો છે?
(૩) શાસ્ત્ર વિધવાઓને માટે ઠરાવેલા પુનર્લગ્નના અને બીજા માર્ગોને અમલ કરવા તમે તૈયાર થાઓ છો ?
બાપદાદાના નામનો ડર બતાવતી વખતે પણ તમારે એવા થોડાક વધુ જવાબ આપવા પડશે -
(૧) બાપદાદાઓના વખતમાં હાલની દાકતરી અને શસ્ત્રક્રિયાની શોધખોળે નહોતી થઈ: તમે અત્યારે એ સાધનોનો ઉપયોગ કરતાં બાપદાદાઓની પરવાનગી કયી રીતે મેળવે છે?
(૨) બાપદાદાઓના સમયમાં હાલના જેવાં વસ્ત્રોને ઉપયોગ નહોતો થત, અવર-જવરનાં અને સંદેશા-વ્યવહારનાં હાલનાં સાધને ત્યારે નહેતાં; હાલની અદાલતો, બેંકે અને આયાત નીકાસના વ્યાપારી વ્યવહાર ત્યારે નહોતા; એ બધામાં પડતાં પહેલાં પૂર્વજોને કયા તારથી પૂછાવી લ્યો છો? જો તેમ કરતાં બાપદાદાની પરવાનગીની જરૂર ન પડતી હોય તો આ કામમાંજ બાપદાદા કેમ આડા આવે છે ?
હવે તો તમારાં મંદિરો અને દેવોની મૂર્તિઓને પણ બાપદાદાના સમયમાં નહોતાં તેવાં સાધવિના ચાલતું નથી; હવે તે ધર્માચાર્યો પણ મોટો, મીલ, રેલ્વે ટ્રેને બધાને ઉપયોગ કરે છે. એ બધાજ કામમાં સમય અને સંજોગનાં પરિવર્તને નીભાવી લ્યો છે, તો પછી આ એકજ કામમાં વિચાર કરતાં શામાટે અટકે છો ?
આનું જ નામ હઠ, દુરાગ્રહ, દંભ, આડંબર અથવા તો ઢગ છે; અને એવા ઢોંગ ચાલુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com