________________
www wwwwwwwwwwwwwwwww
સામાજિક બંધનની ભયંકર ચક્કીમાં ભિંસાતી નિર્દોષ બાળાએ ૯૨ ३३-सामाजिक बंधननी भयंकर चक्कीमां भिंसाती निर्दोष बाळाओ
પ્રત્યેક લગ્નગાળો આપણી કરણ અને કારમી દશાનું સંપૂર્ણ ભાન કરાવે છે. જેને સાચી આંખ છે તે બધા આપણું સામાજિક દશાનું કાણું છતાં ક્રૂર, દુઃખદ છતાં હાસ્યાસ્પદ ચિત્ર જોઈ શકે છે; જેને સાચા કાન છે તે સામાજિક બંધનાની ભયંકર ચક્કીમાં ભિંસાતી નિર્દોષ છતાં નિરાધાર, મનુષ્ય છતાં પ્રાણુઓ કરતાં પણ જેને માટે ઓછી કાળજી રાખવામાં આવે છે તેવી બાળાઓ અને યુવતીઓનાં હદયભેદક મૌન રુદન સાંભળી શકે છે, જેને સાચું હદય છે તેઓ એ ભયંકર પરિસ્થિતિ જોઈ કંપી ઉઠે છે; જેને સાચી બુદ્ધિ છે તે, સમાજ આ રીતે કહી દિશા તરફ ઘસડાતો જાય છે તેનો વિચાર કરી ચિંતામાં પડી જાય છે. તેમ છતાં લગ્નગાળો વહી જાય છે અને વખત જતાં વાત વિસારે પડે છે. બનેલા બનાવ ઉપર ભૂતકાળને ગાઢો પડદો પડે છે; સામાજિક સીતાની ચક્કીમાં મનુષ્યની મૂર્ખાઇને લીધે ભિંસાતી યુવતીઓનાં કારમાં કષ્ટમાંથી નશીબવાદ અને પુનર્જન્મની કલ્પનાઓદ્વારા બેટાં સમાધાન શોધાય છે; અને વળી પાછા એ રામ એના એની દશાની ચક્કી તો જેમની તેમ-અવિરત ચાલ્યાંજ કરે છે.
વૃદ્ધ-બાળલોની સંખ્યા વધતી જાય છે એમ તે કદાચ ન કહી શકાય, પરંતુ વયનાં એ. ભયંકર કજોડાં જઈને કંપી ઉઠવાની લાગણું હમણાં હમણું કંઈક વધુ ખીલતી જાય છે; અને તેથીજ પ્રત્યેક લગ્નગાળે થતાં આવાં કજોડાં વખતે કંઈ કંઈ હીલચાલ-ચળવળ થતી દેખાય છે. એવા બનાવો તેથી હમણાં હમણું વિશેષ બનતા હોય તેમ લાગે છે.
એટલું ખરું છે કે, નાજુક બાળાઓને ઘરડા ખખ બની ગયેલા વરરાજા... ધોળામાં ધૂળ નાખીને પણ પિતાની “વહુ' બનાવવા નફફટ નાકે તૈયાર થાય છે. ત્યારે ત્યારે તે તે ન્યાતના નવજુવાનો તેની સામે જૂદી જૂદી રીતે વિરોધ કરવા તૈયાર થાય છે. ગયે વર્ષે એક સાઠ-પાંસઠ વર્ષને બુટ્ટી પુરુષ તેર ચૌદ વર્ષની બાળકી સાથે પાંચમી વખત પરણવા નીકળ્યો, ત્યારે તેની સામેના વિરોધથી પહેલવહેલાં સામટી રીતે ગુજરાતનાં તેમજ ગુજરાતની બહારનાં વર્તમાનપત્રો ગાજી ઉઠયાં હતાં. એ વિરોધમાં એ ઘરડા “વરરાજા'ની ન્યાતના નવજુવાનોથી માંડીને ગુજરાતના આગેવાનો અને ગાંધીજી સુદ્ધાં ભળ્યા હતા. આમ સુવ્યવસ્થિત અને સંગીન વિરોધથી પરણવા નીકળેલ પુરષ ગભરાયો, અને રહી રહીને પણ અક્કલ આવી હોય તેમ, પિતાનું એ અક્કલવિનાનું કામ માંડી વાળવાની ગુજરાતી જગતને જાહેરાતથી જાણ કરી; પણ એથી એ ક્રૂર ઘાતકી કામ થતું અટક્યું નહિ. એ પુરુષે પ્રબળ લોકમતને ઠગવાનું પાજી પગલું ભર્યું અને સૌને છેતરીને પેલી બાળાનો ભવ બાળવા ગુપ્ત લગ્ન કર્યા.
પરંતુ આ વર્ષે નવજુવાનોએ વધારે સાવધાનીથી કામ લેવા માંડયું છે. ઉમરેઠના એક બુદ્દા બ્રાહ્મણને ઘરડે ઘડપણ દશ-બાર વર્ષની બાળા સાથે પરણવાનો કેફ ચઢો. કન્યાના પિતાએ તેમાં સાથ દીધે; પણ એ ન્યાતના નવજુવાનો જાગતા હતા. તેમણે ઉપરાઉપરિ પત્રિકાઓ કાઢી આ દુષ્ટ કાર્યને ખૂબજ જાહેરાત આપી, પરિણામે કન્યાનો ભાઇ અમદાવાદથી આવ્યો અને સાચા “વીરની સાબીતી આપતે એ વીર પિતાની બહેનને ઉમરેઠથી અમદાવાદ લઈ ગયો. આમ નિર્દોષ બાળાને લગ્નને નામે વૈધવ્યકુંડમાં હેમાતી બચાવવામાં નવજુવાનેએ એક ડગલું આગળ ભયું.
ત્યાં તે અમદાવાદમાં એક પુરુષોત્તમ' (2) ભાઈ વૃદ્ધ વયે જુવાન બાલિકાને પરણવા તૈયાર થયાની વાતે વર્તમાનપત્રાકારે દેશપરદેશમાં ફેલાઈ ગઈ એ વૈશ્ય જ્ઞાતિના વીરયુવકોએ વધુ ઉગ્ર છતાં સુયોગ્ય અને દઢ પગલું ભર્યું. પશાભાઇને પરણુતા અટકાવવા માટે એમને અદાલતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com