________________
શુભસંગ્રહ-ભાગ પાંચમ
જવું પડયું. યુવકના આ ધર્મયુદ્ધમાં કન્યાની માતા અને તેના ભાઈ ભળ્યા. ખુદ રમા (કન્યા)એ પણ હિંમતપૂર્વક એ લડતમાં સાથ પૂરાવ્યો અને કન્યાના પિતાને દુરાગ્રહ છતાં રમાને તેની ન્યાતના નવજુવાને બચાવી શક્યા.
રમાના પિતાનો દુરાગ્રહ જોઈને ખુદ ન્યાયાધીશની લાગણી પણ દૂછ ગઈ. એને પણ એક પુત્રીના પિતાની એવી વાત સાંભળીને તિરસ્કારપૂર્ણ કંટાળો આવ્યો અને તેથી સામાજિક ધોરણે પિતાનું પુત્રી માટે મનાતું વાલી-સંરક્ષપદ તેમણે કાયદાની મદદથી છીનવી લીધું.
આમ ધીરે ધીરે વૃદ્ધ-બાળલગ્નનાં જેડાં તરક લોકમત વધુ અને વધુ વિકરતો જાય છે, એ તે સ્પષ્ટ દેખાય છે જ; તોપણ તેની સાથે સાથે એ વાત પણ છૂપી રડી શકતી નથી કે, પિતાને ઉચ્ચ, ખાનદાન, સંસ્કૃતિવાળા, દયાધર્મને માનવાનો દાવો કરનાર મનાવનારીજ કામમાંથી આવાં ઘાતકી કામ કરનાર તેમજ તેમને તે કામમાં મદદ કરનાર સ્ત્રીપુરુષો હજી છે. કેટલાં હશે તે બહાર આવતાં થોડા ઘણા કિસ્સાઓ ઉપરથી પૂરવાર કરી ન શકાય; કેમકે જે બનાવા જાહેર થાય છે તેના કરતાં જાહેર થઇ શકતા નહિ હોય તેવા બનાવો હિંદુસમાજમાં અનેક બને છે.
એટલે ખાસ વિચારવા જે પ્રશ્ન છે તે તો એ જ કે, હિંદુસમાજ આવી દશાને ક્યાંસુધી નિભાવી રાખવા માગે છે? એક તરફ ફરજીઆત વૈધવ્ય પળાવવું અને બીજી તરફથી શરમાવનારી હદ સુધીનાં વયનાં કડાંની પણ છૂટ રાખવી, એ તો મીણબત્તીને બન્ને છેડેથી સળગાવવા જેવું કામ છે; અને ભલે આજસુધી એવાં કામ ચાલતાં આવ્યાં હોય તો પણ હવે પછી તેવાં કામ ચાલુ રાખી શકાશે એવી કલ્પનાના ભરોસે તણાવું એ નરી મૂર્ખાઈ છે; એટલુંજ નહિ પણ સમયબલને નહિ પીછાનનારી ભયંકર અજ્ઞાનતા છે; પરંતુ કુદરત કેઇની મૂખોઈ કે અજ્ઞાનતાને કદી પણ નિભાવી લેતી નથી. અગ્નિમાં પડવાથી દાઝી જવાશે એવું :સાન ન ધરાવ
નિર્દોષ બાળક સળગતા કોલસાને પકડવાથી દાઝયું ન હોય એમ કાઈ બતાવી શકશે ખરું? અથવા તે પથ્થર જડેલા રસ્તા ઉપર ઉંચી હવેલીની અગાશીઓથી ભુ મારનાર છુંદાઈ ન જાય તેમ બની શકે ખરું? કુદરત તે કુદરતનું કામ કરવાની જ, તે રીતે જે હિંદુસમાજ પિતાની આવી દૂર અજ્ઞાનતા કે નફફટ દુરાગ્રહ કાયમ રાખશે તે છેડાજ વખતમાં એ સમાજમાંથી અનેક યશસ્વતી અને લીલાવતીએ નીકળવા માંડે તો નવાઈ નથી. અને તે વખતે સરિભકતાની રૂઢિએના કિલ્લાઓ જ્યારે જમીનદોસ્ત થઈ જશે, ત્યારે ઝારના જેવા હઠીલા આગેવાનોની કયી દશા થશે એ કલ્પવું મુશ્કેલ છે.
દશ બાર વર્ષની બાલિકાને ઘરડા માણસ સાથે પરણાવવી અને પછી તે વિધવા થાય, એટલે તમામ સામાજિક કાર્યોમાંથી તેને બાતલ બનાવી દેવી, એ પશુતા કરતાંયે વધુ શયતાનયત નથી તે શું છે ? આવી ભયંકર દુષ્ટતા સામે બંડ ઉઠાવવા જેટલી હિંમત હજી તે એકાદ યશસ્વતી બતાવી શકે છે; બાકી તો થોડાજ દિવસ પહેલાં પેલી એક જુવાન મહારાષ્ટ્રીય વિધવા બહેને કર્યું તેમ, આત્મહત્યા કરીને એ કંટાળાભરેલા જીવનને અંત આણવાજ ઘણી બહેને તૈયાર થાય છે. શું આ હિંદુઓની સંસ્કૃતિ, હિંદુઓનું ધર્મશિક્ષણ, હિંદુઓને લાંબા કાળનો જાતિ ઇતિહાસ શીખવે છે? રૂઢિઓના તમામ ગુલામોને, સનાતન ધર્મના એકે એક ઈજારદારને મારો પડકાર છે કે, તેઓ પોતાના સ્થાનેથી બહાર નીકળીને બતાવી આપે કે, આ જાતની ભયંકર ક્રૂરતા અને જંગલી પ્રથાઓ ઉપરજ હિંદુસમાજ રચાયેલો છે.
અત્યારે તે કાયદો પણ હિંદુ સ્ત્રીઓને અન્યાય કરે છે, દેવો પણ પુરુષોના પક્ષકાર બનેલાચીતરાયા છે. શાસ્ત્રને નામે પણ પુરુષોનાજ લાભનાં સાટાં ઠોકાયાં છે. એટલે “નશીબના નામે તમામ જગલીવેડાઓને નીભાવી લેવામાં આવે છે. પણ એ સઘળા નશીબના ગુલામેને હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com