________________
૪૪
શુભસ’મહુ-ભાગ પાંચમા
થઇ માણુસ માણુસનું ખૂન પીવા તૈયાર થાય. તમે હિંદુ-મુસ્લીમ ઐક્યના વિરાધી કેમ છે ?' મૌલા--- મહાત્માજી ! હું મુસલમાન જર છું, પણ મારી ભક્તિ ઇસ્લામ કરતાં મારી માપર વિશેષ છે, હું મારી માની વાર્તાને કુરાને શરીફની આયાત કરતાં પણ વધુ પવિત્ર માનુ છું; એ માતાની આજ્ઞાથી હું હિંદુજાતિ અને હિંદુ સભ્યતાના વિરાધી બન્યા છું; સંસારની કાઇ પણ તાકાત મને મારી માતાથી પ્રતિકૂળ નહિ લઇ જઇ શકે.
“ યુવકની વાતેામાં નમ્ર સત્ય નીતરતું હતું. તેની માતા આજથી વીસ વર્ષ પહેલાં હિંદુ-લલના હતી...... '
મહાત્માજીએ સારી રીતે નિહાળ્યું'. ક્ષણભર મૌન રહ્યા બાદ તેમણે યુવકને કહ્યું—ભાઇ! હું તમારી માતાનાં દર્શન કરવા માગું છું, એ ક્યાં મળશે?હું તેના પગેાપર મારૂ માથું રાખી અરજ કરીશ કે તેતમને સન્માગ પર લાવે. હવે, ભાઇ ! તારી મા ક્યાં છે? ”
યુવકે કહ્યું—“ આપ અહીંજ રહે. હું હમણુાંજ તેને ખેલાવી લાવું છુ’.
19
(૨)
ઉત્તેજિત અવાજથી મૌલાની માએ કહ્યું: હિંદુ મહાત્મા ! તમારી આગળ મારા હૃદયના આધાતા-પ્રહારા બતાવવામાં મને કઈ વાંધેા નથી અને એટલા માટે હું અહીં આવી પણ ; નહિ તે દુષ્ટ હિ ંદુઓનું મુખ પણુ જોવુ મારે માટે પાપ છે. પહેલાં તમે મારી વાત સાંભળેા, પછી કહેવુ હેાય તે કહેજો.
65
‘તું હિંદુ રમણી હતી ?” એકસાથ મહાત્મા ગાંધી અને મૌલાના મહમદ અલીએ એ સ્ત્રીને પૂછ્યું. “ હા, હું હિંદું લલના હતી. તે વખતે મારૂં નામ ‘પા'તી’ હતું અને હું સ્થાનીય (દિલ્હીના) ‘નાહવા જમીનદાર રામગાપાલદાસ જે અત્યારે મૃત્યુ પામ્યા છે, તેની પુત્રવધૂ હતી. એમાં કોંઇજ સંદેહ નથી કે, હું ઈશ્વરને ધેરથીજ અભાગણી બનીને આવી ', નહિ તે! મારી આટલી દુર્દશા ન થાત. પતિને ઘેર આવ્યા પછી મહિનાની અંદરજ મારા જીવનસ સ્વનું પ્લેગથી મૃત્યુ થયું'. તે સમયે મારી અવસ્થા સેાળ વની હતી. મારા યૌવનના સાગર જે વખતે ઉછાળા ખાઇ રહ્યો હતા તે વખતે મારૂં પતિરૂપી હૅાકાયંત્ર (દિશા બતાવનાર યત્ર) ખાવાઇ જવાથી મારૂ' માનસ– જહાજ ભમ્મરમાં પડી ગયુ'! મને મારી ચાતરફ અંધકાર-કેવળ અંધકારજ દેખાવા લાગ્યા!
""
મારા પિતા લાખાપતિ હતા, અને શ્વસુર-સસરા તેથીયે વધુ ધનવાન. દુઃખ કાને કહે છે, દુઃખ નામની ક્રાઇ ચીજ સંસારમાં હશે કે કેમ, તેનું પણ મને તે વખતે ભાન ન હતું; પણ પતિના સ્વવાસ થતાંની સાથેજ મારી આંખેા આગળ દુઃખાના ડુંગર ખડકાઇ ગયા. મારી પેટીએમાં સે’કડ!, એક એકથી કિ'મતી સાડીએ ગડી કરેલી પડી હતી; પણ તેને સ્પર્શ કરવાનાયે મને અધિકાર ન હતા! કેમકે હું કુલનાશિની વિધવા હતી!! પતિના મૃત્યુ પછી તુરતજ મારી આબરૂ ધરની ચાકરડી કરતાંયે ઓછી થઈ ગઈ; કારણકે હું વિધવા હતી. રાજની વાતે તે જવા દઇએ, પણ વારતહેવારાએ પણ મારે બધાના ઠપકા સાંભળવા પડતા; કેમકે હુ વિધવા હતી ! મહાત્મન! હું વિધવા થઈ તેા તેમાં મારે। શું અપરાધ ? વૈધવ્યને શુ' મેં જાણી જોઇને એલાવ્યું હતું ? શુ' મેંજ મારા પતિની હત્યા કરી હતી? શું વિધવા રાક્ષસી થઇ જાય છે ? એમાં પશુતા આવી જાય છે ? અગર નહિ, તે સમાજ વિધવાઓ તરફ આટલે! ક્રૂર કેમ થાય છે ? આપ ક્ષમા કરશેા, કેમકે કહેવા ખેડી તા હવે બધુ જ કહીશ.''
“ તે વખતે હું' જાઇનાં પુષ્પાની માળાસમાન સુંદર અને મારી મસ્તીમાં સ્વયમેવ ડૂબેલી હતી. હૃદયના ખૂણેખૂણામાં ઉન્માદ ભર્યો હતા ! પણુ મારે અંતસ્તલના એ ઉન્માદાનું કે તપસ્વીની પેઠે દમન કરવું પડતું, તપસ્વી તા પેાતાની તપશ્ચર્યાને કાઇ એક અદ્વિતીય દિબ્ય જ્યેાતિના ચરણમાં ચઢાવે છે, પણ હું ?–મારી તપસ્યાએ। રાક્ષસ-સમાજની જુઠ્ઠી પ્રસન્નતાના ચરણામાં અર્પિત થતી હતી.
તપસ્વીને પેાતાની તપસ્યાએની સફલતાથી આત્મસતાષની પ્રાપ્તિ થાય છે, પણ મને ? હું મારી તપશ્ચર્યાએના નામે ખેર ખાર આંસુડે રડતી હતી ! જ્યારે જ્યારે મારી દેરાણીએ ખની— નીતે કપાળમાં કશું લગાવી, મને ઉપેક્ષાની દૃષ્ટિથી જોતી પાસે થઇને નીકળતી ત્યારે ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com