________________
માહુરમના તહેવારા
૫૩
જઈ તેઓ કૂફાના લેાકેાને મળે અને જુએ કે તેએ ઇમામ સાહેબને ખલીફ્ બનાવવા ખરેખર તૈયાર છે કે નહિ. મુસ્લીમ અને અકીલ કૂફે ગયા તા બાર હજાર માણસોએ ઇમામ સાહેબ માટે ખિલાફતની પ્રતિજ્ઞા લીધી. મુસ્લીમે એ હકીકત ઇમામ સાહેબને લખી જણાવી અને વધારામાં લખ્યું કે, બીજા એક લાખ માણસે આપની પ્રતિજ્ઞા લેવા તૈયાર છે; માટે આપ જલદી અહીં` પધારા કે યઝીદને આ વાતની ખબર પડે નહિ. ઇમામ સાહેબને જ્યારે મુસ્લીમને કાગળ મળ્યા, ત્યારે તેમણે ફે જવાની તૈયારી કરી. મક્કાના લેાકેાએ ઇમામ સાહેબને સૂફે જવાની ના પાડી અને કહ્યું કે, ક્રૂફ઼ાના લેાકા વિશ્વાસને પાત્ર નથી. ઇમામ સાહેબે જવાબ આપ્યા કે, મક્કામાં મને યઝીદ ચેનથી ખેસી રહેવા દેશે નહિ, પણ લશ્કર મેાકલી મારી નખાવશે; માટે લાચારીના સમયે હું જાઉ સ્ક્રુ
ઇમામ સાહેબનું ક્ફે જવા નીકળવુ અને કૂફ઼ામાં મુસ્લીમની કતલ ઈમામ સાહેબ પેાતાના બધા પુરુષો અને ઝનાનાને લઈ મર્કથી કૂફે જવા નીકળ્યા. ફક્ત પાતાની ક્ાતમા સુગરા નામની એક દીકરીને મંદવાડને લીધે ત્યાં રહેવા દીધી. રસ્તામાં કૂથી આવતા કેટલાક માણસેા ઇમામ સાહેબને મળ્યા અને મુસ્લીમની કત્લના સમાચાર આપી એમને મર્ક પાછા ફરવાની સલાહ આપી; તેા ઇમામ સાહેબે મકે પાછા જવાના ઇરાદા કર્યાં. પરંતુ મુસ્લીમના ભાઇઓ જે ઇમામ સાહેબની સાથે હતા તેમણે કહ્યું કે, અમે તે અમારા ભાઈનું વેર લેવા ફૂફે ગયા વગર રહેવાના નથી, તેથી ઇમામ સાહેબકૂફ઼ા તરકે આગળ વધ્યા. મુસ્લીમે ઇમામ સાહેબને કૂફે આવવાના કાગળ લખ્યા ત્યારપછી એવું બન્યું' કે, એ વાતની ખબર યઝીદને મળી; તેથી તેણે ફૂંક્ાના જૂના ગવર્નરને કાઢી મૂકી તેની જગ્યાએ ઉભેદુલ્લા ઇબ્ને ઝીયાદને નીમ્યા.
આ માસ ધણેા ચાલાક હતા. કૂફે આવી તેણે મુસ્લીમને પકડી તેનુ` માથું કાપી નાખ્યું અને ત્યાંના લેાકાને ધમકી આપી કે, જો તમે હુસેન સાહેબને ખિલાફત માટે જરાપણ મદદ કરશેા તે! હું તમને મારી નાખીશ અને તમારાં ધરબાર બરબાદ કરીશ. તમારે। . ખલીફ્ તા યઝીદ છે. એને ખલીફ્ માના અને ઇમામ સાહેબ આવે તે તેમની સામે યઝીદ માટે લડે. કૂફ઼ાના લેાકેાના મત . આ ધમકીને લીધે કરી ગયા અને ઇમામ સાહેબની સામે લડવા તૈયાર થયા.
કમલાનુ' યુદ્ધ અને ઇમામ સાહેબની શહાદત
હઝરત ઇમામ હુસૈન સાહેબ હિજરી સન ૬૦ ના છેલ્લા મહીના ઝિલહજની ત્રીજી તારીખે મર્કથી નીકળ્યા હતા, અને કૂચ કરતા કરતા કરબલા આગળ હિજરી સન ૬૧ ઈ. સ. ૬૮૧-૮૨ મેાહરમ માસની પહેલી તારીખે આવી પહોંચ્યા. ઇમામ સાહેબની સાથે એમના કબીલાના ૭૨ અને બીજા ૧૪૦ માણસ હતા. ઝનાને પણ સાથે હતા. તેમને માટે તંબુ ઉભા કરી તેમાં તેમને રાખ્યા. કૂફાના ગવર્નર ઇબ્ને ઝીયાદે ઇમામ હુસેન સાહેબની સામે ચાર હજાર માણસાનુ' એક લશ્કર અમરૂ ખિન સઅદની સરદારી હેઠળ મેાકલ્યુ અને હુકમ કર્યો કે, ઇમામ સાહેબની સામે લડી તેમને મારી નાખી તેમનું માથું મારી પાસે મેકલે. અમરૂ બિન સઅદની મદદ કરવા એક ખીજા સરદાર શિમર ઝિલજોશનને પણ મેાકલ્યા. શિમર ધણા ધાતકી માણસ હતા. એનાજ હુકમથી દુશ્મનાએ ઇમામ સાહેબ તરફ અતિશય ધાતકીપણુ' દેખાડયું. એમને ખારાક અને પાણી ન મળે તેને પાકા બદાબસ્ત કરાવ્યા. માહમની સાતમી તારીખે યુક્રેટીસ નદીને કાંઠે પહેરા એસાડી દેવામાં આવ્યા, જેથી ઇમામ સાહેબ અને તેમના માણસાને ખારાક અને પાણીવગર અતિશય દુઃખ વેઠવું પડયું.
દુશ્મના જ્યારે ઇમામ સાહેબ સામે આવી પહોંચ્યા ત્યારે ઈમામ સાહેબે તેમના સરદારને કહ્યું કે, તમે મને શામાટે મારી નાખવા આવ્યા છે ? મેં તમારૂં શું બગાડયું છે ? હું લડવા માગતા નથી, મારી ત્રણ શરતા છે, તેમાંની એક માતા અને સુલેહ કરેા. (૧) તમે મને અહીંઆંથી જવા દે. હું એકાંતમાં જીંદગી ગુજારીશ અને યઝીદની ખીલાફતને આડે આવીશ નહિ. (ર) અથવા મને સરહદના તુર્કી સામે લડવા મેકલેા. (૩) કાં તેા મને યઝીદ પાસે લઇ જા કે એની સાથે હું પાતે સુલેહની વાતચીત કરૂ; પણ દુશ્મને સુલેહની કાઇ પણ વાત સાંભળી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com