________________
ભણતર અને પોષાક વચ્ચે સંબંધ
mannnnnnnn
AMARANNAM
મની રહેણીકહેણી પ્રસારવાનો હોય છે. તેઓ વર્ગમાં ભણાવવા આવે ત્યારે ત્રણથી ચાર ઇંચનો સળગતે ટોટો મેંમાં રાખીને વર્ગમાં કામ કરે છે તે જોઇને કાચી સમજવાળા યુવાન ઉપર બહુજ ખરાબ અસર થાય છે અને સીગાર પીનારની સંખ્યા વધતી જાય છે. સાહેબ વિદ્યાગુરુઓ. હિંદુ કે મુસલમાન વિદ્યાર્થીની લાગણું માટે જરા પણ દરકાર રાખતા નથી. તેમને વખતે વખતે કેમ તરછોડી કાઢવા તે તે બરાબર જાણે છે. પારસી શિક્ષકો પણ તેમનું અનુકરણ કરે છે... વિલાયતી ઢબના પોશાક પાછળ આપણે યુવાનવર્ગ ગાંડ બની મૂર્ખ અનુકરણ કરતાં શીખી
પતાના ખર્ચ કરવાની શક્તિ હોય કે ન હોય, પણ તેઓ તો સીનેમાં ફિમેના ઍકટરોની માફક ઓઢતા-પહેરતા અને સ્ટાઇલથી લટકાં કરતા હરતાંફરતાં પિતાની જાતને જરા ઊંચી બનેલી માની લે છે. તેમને પિશાકને ખર્ચ, બાલની શોભાનો ખર્ચ, નવી ફેશનને ખર્ચ–બધે. મળી એટલો બધો થાય છે કે દેશની ગરીબી જોતાં તેમાં દીવાળિયાપણું જ લાગે.....છતાં મારા એક પારસી શિક્ષક તો સમજાવે છે કે, ખાદી પહેરશે તો ઇગ્લિશ નહિ આવડે!..બીડી પીવી, તે તે આજના યુવાનેમાં સાધારણ વાત થઈ ગઈ છે અને હાલ માં પંચોતેર ટકા પીતાજ હશે. દશ વર્ષ પછી કદાચ એકજ ટકે બાકી રહેશે...યુનિવર્સિટીની કેળવણીની ચક્કીમાંથી નીકળ્યા પછી તો આ મજશેખનાં સપનાં જ રહે છે ને નોકરીની શોધમાં રખડતાં ખર્ચ નિભાવતાં સોસ વાનાં વીતે છે. નિર્વાહ મનજ ડોળા ફાડતો સામે ઉભો હોય તેને નવી શે, દેશસેવા કે ઉપાસનાની વાતો કેમ સૂઝે !'
એ ભાઈએ બીજું ઘણું લખ્યું છે જે વિષે આગલી મિજલસમાં ખૂબ કહેવાઈ ગયું છે; પણ કેળવાયેલ યુવાન કેટલી રીતે દેશને બોજા રૂપ થઈ પડે છે તેને ખ્યાલ આપવાને સિંધની આર્ટસ, લો અને એજીનીયરિંગ કૅલેજના વિદ્યાથીઓ સમક્ષ ૨૦ મી જુને પ્રિન્સિપાલ ગોખલેએ સજજડ દાખલા દલીલ અને ગણત્રી સાથે આંખ ઉઘાડી નાખે એવું જે વ્યાખ્યાન આપ્યું છે તે પશ્ચિમની ઉપર છલી રીતભાતો પ્રચારનારાની સામે ધરવા જેવું છે.
ઐકસફર્ડ અને કેબ્રિજના વિદ્યાર્થીઓની વાંદરિયા નકલ કરતાં સિંધના વિદ્યાર્થીને જોઈને અંગ્રેજો બહુ રમુજ મેળવે છે. સિંધની કૅલેજના વિદ્યાર્થીઓ હંટ, ભુરા કેટ, પિત્તળનાં બટન તથા ફલાનલનાં પહેરણ પહેરવામાં ને વિદ્યાર્થિનીઓ ઉંચી એડીનાં બૂટ વાપરવામાં શૂરાં પૂરાં છે. આપણા દેશની આબોહવા માટે પૂર્ણ અગવડરૂપ આ પિશાક સામે પ્રિન્સિપાલ ગોખલે (જે થોડાજ વખત પર વિલાયત જઈ આવ્યા છે) એ પોતાની જાતને દષ્ટાંતથી વિગ્રહ શરૂ કર્યો છે. ટર્મ ઉઘડતાંજ ત્રણે કોલેજના ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓની સભા સમક્ષ પોતે એક ઝબ્બા જેવું પહેરણ (અદિયારા ઢબનું), ખેસ, ધાતી, લાલ દક્ષિણી જેડા સાથે ખુલ્લે માથે વ્યાખ્યાન આપવા રજુ થયા. તેમણે ચોખેચોખ્ખું જણાવ્યું કે, દેશને નુકસાનમાં ઉતારનારી રીતભાત અને ખર્ચાળ ટેવો વિદ્યાથીઓમાં ઉતરે છે તે માટે તેમના ગુરુઓ જ જવાબદાર છે. દેશમાં જે વખતે રાષ્ટ્રીયતાનાં પૂર ચઢે છે તે વખતે પ્રિન્સિપાલ ગોખલે જેવી ઉરચ પદવીધર અને જવાબદાર વ્યક્તિ વિદ્યાર્થીઓ સમક્ષ સાદાઇનું દૃષ્ટાંત રજુ કરવા આગળ પડે એ વિદ્યાર્થીઓનું સુભાગ્ય છે. શાહી (ઈમ્પીરિયલ) એજીનીઅરિંગ ખાતામાંથી ફારગ થઈ તેમણે પોતે પિતાનું તત્વ વ્યક્ત કરી શકે અને જોઈતી છૂટ ભોગવી શકે માટેજ સિંધ કૅલેજની જગ્યા સ્વીકારી, અને હવે વિદ્યાર્થીઓનાં જીવન ઘડવાનું કામ શરૂ કર્યું છે. દરેક જાતના આક્ષેપ સામે ટકકર લેવાની વેગભરી મહારાષ્ટ્ર પ્રકૃતિવાળું તેમનું તેજસ્વી
વ્યક્તિત્વ વિદ્યાર્થીઓ પર જરૂર સજજડ છાપ પાડશે. એમના વ્યાખ્યાનને સંદેશ એકજ હતોઃ“મર્દ બનો.” સિધ આર્ટસ કૅલેજનો એ યાન મંત્ર છે. ત્યાંની એજીનીયરિંગ કૅલેજને દયાનમંત્ર છે: “ટટ્ટાર ઉભા રહે, સીધી નજર રાખે, કામ કરે એટલે કે સદા ખડે પગે રહી એકચિતે પિતાનાજ કામમાં રત રહો. આવા મંત્ર સામે રાખનારા વિદ્યાર્થીઓ આગળ તેમણે નવું દષ્ટિબિંદુ રજુ કર્યું છેઃ “શી રીતે યોગ્ય જીવન ગાળવું; ખોરાક, નિવાસને વસ્ત્રો, એ ત્રણ ત્રણ ચીજે વિદ્યાર્થીને જોઈએ જ. જીવનની એ ત્રણ મુખ્ય જરૂરિયાતો દેશની સામાજિક અને રાજકીય સ્થિતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com