________________
VAANAMAN
ANDAANAMAN
mniana
૮૬.
શુભસંગ્રહ-ભાગ પાંચમે અનેક દાખલાઓ આપી શકાય એમ છે.
બદ્ધ મત નાસિતકતાને પ્રચારક નથી, બૌદ્ધ મત નાસ્તિકતાને ઉપદેશક છે એવું આપણે ઘણી વાર સાંભળીએ છીએ. આ ટીકા સત્ય નથી, એમ બૌદ્ધમતનાં પુસ્તક વાંચવાથી આપણને તરત જણાઈ આવશે. બુદ્ધ ભગવાને બ્રહ્મના. અસ્તિત્વની વિરુદ્ધ મત જાહેર કર્યોજ નથી. તેમણે તે માત્ર એ બ્રહ્મના સ્વરૂપનો નિર્ણય કરવામાં વખત. ગુમાવવાની ના પાડી છે. કોઈ માણસના શરીરમાં ઝેરી બાણું પેસી ગયાં હોય તો તે માણસ શરીરમાં ઉત્પન્ન થતી અસહ્ય વેદનાને મટાડવાનો પ્રયત્ન કરશે, પણ કેવળ વિચાર કરવામાં-“આ બાણ દેણે માયું ? બાણનું ફળ કયી જાતનું છે ? બાણ મારનાર કોણ છે ?” આ જાતના ફિગટ વિચારમાં-વખત ગુમાવશે નહિ. તેવી જ રીતે સંસારના ત્રિવિધ તાપથી બળઝળી રહેલ મનુષ્યજાતિએ એ તાપ દૂર કરવાના ઉપાય શોધી કાઢવામાં કામે લાગી જવું જોઈએ. જે અમાપ છે તેનું શબ્દોમાં માપ કાઢવાનો પ્રયત્ન વૃથા છે; માટેજ ભગવાન બુદ્ધ બુદ્ધિથી અય એવા બ્રહ્મસંબંધી નિરર્થક વાદવિવાદ કરવાની મના કરી છે.
નિર્વાણને અર્થ નાબુદી અથવા અસ્તિત્વનો અભાવ નથી. બૌદ્ધ ધર્મ વિશે વિચાર કરતાં. બીજી એક વાત એ યાદ રાખવાની છે કે, તેમાં બતાવેલ નિર્વાણ એટલે નાબુદી નથી. જે લોકો નિર્વાણને અર્થ નાબુદી કરે છે તેઓ ભગવાન બુદ્ધનું કહેવું સમજ્યા જ નથી. તેમણે તે કહેલું છે કે, દેહને નાશ થયા પહેલાં પણ નિર્વાણ ભોગવી શકાય છે, તો પછી તેને અર્થ નાબુદી હોઈ શકે જ નહિ. સર્વ દુષ્ટ વાસનાઓને નાશ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તેનું નામ નિર્વાણ છે. ગીતાજીના પાંચમા અધ્યાયમાં બ્રહ્મનિર્વાણની સ્થિતિનું જે વર્ણન કર્યું છે તેને મળતીજ આ સ્થિતિ છે.
બદ્ધ સંઘ અને ધર્મપ્રચાર બૌદ્ધ ભિક્ષુસંધની સ્થાપના એ ભગવાન બુદ્ધનું અતિ અગત્યનું કાર્ય છે. તેમના વખત પહેલાં સંન્યાસીઓનાં ટોળાંઓની હયાતી હતી એ ખરું છે, પણ તેમનામાં સંધશક્તિ ન હતી. આ જાતની શક્તિ મળવાથી બૌદ્ધ ભિક્ષુઓ દુનિયાના ઘણે ભાગમાં અતિ મહત્વનું કાર્ય કરી શક્યા છે અને જગતના કલ્યાણમાં અતિ અગત્યનો ફાળો આપી શક્યા છે. તેમની રહેણી-કરણી એવી અસરકારક હતી કે એ ધર્મને ફેલાવો ઘણું સહેલાઈથી થઈ શકે; અને આશ્ચર્યની વાત તે એ છે કે, બૌદ્ધ ધર્મના ફેલાવા માટે કદી પણ હથિયાર ઉઠાવવામાં આવ્યું નથી, છતાં આજે પણ દુનિયાની વસ્તીને એક તૃતીયાંશ ભાગ એ ધર્મમાં માને છે. હાલના ધર્માધ ધર્મપ્રચારકેએ આ ઉપરથી ઘણે ધડે લેવા જેવું છે. હાલના જમાનાના ઘણા ધર્મપ્રચારકે પિતાના ધર્મના ફેલાવા. માટે ઘણું હલકી જાતનાં સાધનોને ઉપયોગ કરે છે એ ઘણું શોચનીય છે.
હિંદુ ધર્મ ઉપર બૌદ્ધ ધર્મને ઉપકાર ભારતવર્ષમાં બૌદ્ધ ધર્મ તદ્દન નાબુદ થઈ ગયું છે, પણ તેણે કરેલા ઉપકારનાં ચિહને ન ભુંસાય તેવી રીતે જોવામાં આવે છે. વિશ્વભ્રાતૃભાવ, સમાનતા એ બૌદ્ધ ધર્મના ખાસ ગુણો છે; તેની હાલના હિંદુ ધર્મ ઉપર ઊંડી અસર થયેલી છે. ખરું કહીએ તો હાલનો હિંદુ ધર્મ એ બૌદ્ધ ધર્મ અને પ્રાચીન વેદધર્મનું સંયુક્ત સ્વરૂપ છે; અને જે કે હિંદુઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો નથી છતાં પણ બુદ્ધને ભગવાનના અવતારતરીકે સ્વીકારી હિંદુ ધર્મમાં ઘણું માનવંતુ સ્થાન આપ્યું છે. આવા ધાર્મિક આચાર્યને આપણે સર્વના અનેક વાર નમન છે !
(દૈનિક “હિંદુસ્થાનના એક અંકમાં લેખક:-શ્રી. જયંતિલાલ મંગળજી ઓઝા )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com