________________
૮૪
શુભસંગ્રહ-ભાગ પાંચમા
શાળા અને ખાળકામાં તે પેાતાનેા બધા વખત ગાળતી. છેલ્લા જગયુદ્ધમાં એણે લશ્કરી દવાખાનાંમાં ધાયલાની સારવારમાં રેડિયમના ઉપયોગ પહેલી વાર દાખલ કરાવ્યો. હૃદેખૂંદે સ્થળે આ કામની અનેક શાખાઓ ખાલી અને તેને પણ ન પહેાંચી વળાયું ત્યારે ફૂડ ક્રાસ સોસાઈટીની મદદથી પારીસની આસપાસનાં સઘળાં દવાખાનાંમાં ગમે તે પળે રેડિયમની મદદ પહેાંચાડી શકાય તે માટે એક મેટરખસ દેોડાવવાની યેાજના કરી. યુદ્ધભૂમિની બધી ઇસ્પિતાલેા માટેનું રેડિયમ એ જાતેજ તૈયાર કરતી.
ક્યુરી પતી એ આદર્શીવાદી ૬'પતીનું એક જવલંત દૃષ્ટાંત છે. એમણે પોતાની શેાધમાંથી રાતી પાઇ સરખી પણ કમાઇ લેવાના સ્વપ્નેયે ખ્યાલ કર્યાં નથી. ઉલટુ· ડિયમ ઉત્પન્ન કરવાની રીતનું લખાણ છપાવી દુનિયાભરમાં મફત ફેલાવ્યુ છે. નથી એવુ' એમણે પેટન્ટ લીધું, નથી એનેા તેમણે કાઇ ખાસ હ રાખ્યા કે નથી રેડિયમ કાઢનારી કાઇ કંપનીમાં ભાગીદારી માંધાવી. પેાતાની પ્રયોગશાળામાં ઉત્પન્ન કરેલુ' બધુ... રેડિયમ તેમણે આગળ વધુ શેાધખેાળ કરવા માટે તથા નવું રેડિયમ ઉપજાવવા સારૂ એ પ્રયાગશાળાનેજ સમર્પણ કર્યું છે.
• દવાખાનાંના ઉપયાગમાં રેડિયમ જોઇએ છે તેા અણુભાર; પણ એ અણુભારની કિંમત તે અતિશય પડે છે. આવી અમૂલ્ય વસ્તુની શોધનુ' જગતને સમર્પણ કરી દેવું એ વાતેવા ત્યાગ છે? જીંદગી આખાના પરિશ્રમનું એ ફળ દેવળ વિનામૂલ્યે દેશને-સારી માનવજાતને–ચરણે ધરવામાં ક્યુરી દંપતીએ અઢળક રિદ્ધિ, અણુમેાલ ઔષધિ અને જગતના એક અદ્ભુત ચેતનતત્ત્વની શોધ જગતને સમર્પણ કરી દીધી છે; આખા સંસારની રિદ્ધિ, સિદ્ધિ ને કલ્યાણમાં પેાતાનેા સ` હિસ્સા આપી પેાતાની જાત ને જીવન ધન્ય કરી દીધાં છે; દુનિયા આગળ માનવજીવનને એક મેાંધા આદર્શો રજુ કરી દીધેા છે.
·
મૅડમ કયુરી કહે છે કે “પોતાના સ્વાર્થી માટે ઉત્તમ કામ કરનારા વ્યવહારકુશળ મનુષ્યની માનવજાતને અવશ્ય જરૂરત છેજ; પણ નિઃસ્વાર્થીપણું પોતાની જાત કે સ્વાર્થીની લવલેશ પરવા કર્યા વિના, કેવળ એક ધૂનની પાછળ જીવન વ્યતીત કરનારા સ્વપ્નશીલ આત્માઓની પણ એને એટલીજ જરૂરત છે.
વિજ્ઞાનની જ્યેાતિદેવીસમી આ મૅડમ ક્યુરીએ પેાતાના એ આદર્શો મુજબજ જીવન ગાળ્યુ છે તે હજી ગાળે છે. પેાતાના દેશને આરે સ્વત ંત્રતા ભાગવતા પણ એ જુએ છે અને યુવાવસ્થાનું એ સ્વપ્ન પણ પાર પડેલું જોઇ જીવન સુખમય અને સાર્થક કરે છે. અસાધારણ શ્રમ અને બ્રેગ ખમી જગતના કલ્યાણમાં જીવનનું તત્ત્વ અર્પણ કરી દેનાર એ વિરલ આત્મા ની પ્રેરણા આપણાં ઉગતાં જીવનને ધન્ય બનાવે.
(અંગ્રેજી ઉપરથી શ્રાવણ-૧૯૮૪ના ‘કુમાર ’માં લેખક:-શ્રી દેશળજી પરમાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com