________________
: શુભસંગ્રહ ભાગ પાંચમ
પ્રમાણે જે રીતે પ્રાપ્ત થઈ શકે તેના આધારે તે મેળવવાનો વિચારક્રમ ગોઠવો જોઈએ. દેશમાંથી જે મળી આવે તે પરજ તેણે સંતોષ લેવો જોઈએ. પોતાની ઉત્પન્ન કરવાની તાકાત કરતાં વધારે વાપરવાનું કોઈને પસાયજ નહિ.
સામાન્ય રીતે કેળવાયેલો માણસ હાલની સ્થિતિમાં સમાજને નકામા બોજારૂપ લાગે છે. રાજકીય પરિરિથતિએ પાલી પરદેશી સામગ્રીથી ઝટ પૂરી પડતી કત્રિમ જરૂરિયાતને લીધે તે ગરીબ ગામડિયાનો નાશ કરવામાં અને દેશના મૂળ પદાર્થોનો આર્થિક ઘસારો આપવામાં સાધનરૂ૫ બની જાય છે. પ્રિન્સિપાલ ગોખલેએ ચોક્કસ ગણત્રીબંધ હકીકત સાથે બતાવી આપ્યું છે કે, પરદેશથી આવતી ચીજો વાપરનાર કેળવાયેલો વર્ગ જ છે.હિંદુસ્તાનને તે માટે આટલું ખર્ચ રાખવું પડે છે. રૂા. ૧૬ લાખનાં બટાટા, રૂ. ૮૬ લાખને સૂકે એ હિંદ ખેતી પ્રધાન મુલક હોવા છતાં તેને રૂ. ૬૭ લાખ પરદેશી ઘઉં માટે અને રૂા. ૧૫ લાખ કઠોળ માટે બહાર મોકલવા પડે છે; અને આ ઓછું હોય તેમ પોતાના દેહમાં ઝેર ભરવા માટે તે દર વર્ષે રૂ. ૯૨ લાખને બ્રાડી રૂા. ૫૧ લાખનો હીસકી તથા રૂ ૩૧ લાખનો સામાન્ય દારૂ મંગાવે છે. આ ઉપરાંત મેજમજા અને સ્વાદ માટે રૂ. ૧૦૧ લાખના પેટન્ટ ખોરાકે, રૂા. ૭૭ લાખનું ડબામાં જમાવેલું દૂધ, રૂા.૪૮ લાખનાં બિસ્કિટ, રૂા. ૩૫ લાખની સંધરેલી માછલીઓ, રૂ. ૧૨ લાખની ચીઝ રૂા. ૧૦ લાખનો મુરબા રૂ. ૫ લાખની વિલાયતી ચટણીઓ, રૂ. ૨૫૦ લાખની સોપારી રે ૧૮૧૮ લાખની સાકર તથા રૂા. ૨૧૬ લાખની તમાકુ હિંદ મંગાવે છે.
ગરીબ માણસોને ઉપરની ચીજોની ભાગ્યેજ જરૂર પડતી હશે. આ બધાને મુખ્યત્વે ઉઠાવ કરનાર કેળવાયેલે વર્ગજ છે. હિંદુસ્તાન પિતાને ત્યાં પાકતું સરસ અનાજ હલકે ભાવે પરદેશ મોકલે છે અને વધુ ભાવ આપીને પરદેશનો ખોરાક ખરીદે છે. ઇંગ્લંડને એક રતલ ઘઉં એક આને વેચીને આપણે તે બિસ્કિટને રૂપે દોઢ રૂપિયે રતલને ભાવે ખરીદીએ છીએ, સાડાપાંચ આને વેચેલી તમાકુ સીગારરૂપે કાા રૂપિયે પાછી લઈએ છીએ. સાફ થયા વિનાની ચા ૮૬૮ લાખની મેકલી પાછી આવતાં તે ઉપર ૨૩,૩૪૭ લાખ રૂપિયા ભરીએ છીએ. કપડાં ઉપર કેટલો વ્યય થાય છે તે વાત તો હજુ બાજુ રહે છે.
યુવાન વિદ્યાથીએ ભણવાના સમયમાં અને પછીની જીંદગીમાં આ આર્થિક ઘસારે ઓછો કરવા માટે બને તેટલા ઇલાજો લેવા જોઈએ. દેશમાં દૂધ જોઈએ એટલું તાજું મળે છે તે પછી ડબાએની શી જરૂર ? અને બીજી ઘણુયે ચીજે દેશના ઉદ્યોગો મારફત મેળવી શકાય તેજ વાપરવાને નિશ્ચય કાં ન થઈ શકે ? સમાજના કલ્યાણમાટે વિદ્યાર્થીઓની નીતિ અને દૃષ્ટિ એ જ હોઈ શકે કે તેમણે દેશને વધારે આપીને થોડાથી પિતાને નિભાવ કરી લે.
(શ્રાવણ-૧૯૮૪ ના “કુમાર”ની મીજલસમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com