________________
૮૧
ميمي مية مية مية مية مية مية في مية مية مومیایی
سمیه بیمه می ره مه می دیدم که یه کیه کیه که یه که یه عمره مره مه فره به می
પિલાંડની પ્રતિભાવાન પુત્રી મેડમ કયુરી પણ મેરીનું આ સુખ ઝાઝું ન ટકયું. નવ વર્ષની માંડ થઈ હશે ત્યાં એની માતા પર લેકવાસી થઈ. બધાંજ બાળકને માની ખોટ તે પડી; પણ મેરીને દુ:ખને પાર ન હતું. એટલામાં આ એક ઘા ઉપર વળી બીજી આફત આવી. બાળક મેરીને પોતાની પ્રિય શાળા અને મમતાળુ શિક્ષકોને છોડી રાશિયન શાળામાં ભણવા જવાનું થયું. પલાંડ એ કાળે રશિયાનાં પંજા નીચે
હતું અને આ રશિયન ફલ પોલાંડ દેશને સ્વતંત્ર પ્રાણને હણનારી સંસ્થાઓ હતી. શિક્ષક વિદ્યાર્થીવર્ગને શત્ર જેવા ગણુ.. તેઓ એમના તરફ સદા શંકાની નજરે જોતા અને તેમના ખાનગી જીવનની પણ જાસુસી રાખતા. આવા કરડાકીભર્યા દબાણ વચ્ચે વિદ્યાર્થીઓને બધે આનંદ ઉડી જતો. પલાંડનું ઉછરતું કૌમાર તો સ્વદેશપ્રેમે ચમકી રહ્યું હતું અને નાનકડી મેરીનું હદય પણ રાષ્ટ્રીય લાગણીના જેરે જેસભેર ધબકતું, એટલે રશિયન શાળાનું ભણતર એને કારમાં કંટક સમ થઈ પડયું.
આ કપરા શાળાજીવનમાં માત્ર હમેશાં સાંજનો સમય એની જીંદગીમાં આશીર્વાદરૂપ થઈ પડતો. સાંજ પડયે મેરી પોતાનાં ભાઈબહેન જોડે ખેલતી અને કયારેક બાપની જોડે વાતચીત ચઢતી. મી. લોડેસ્કીને પણ વિદ્યાનો મૂળથી જ શોખ હતો. એ પિતે કવિતા લખતો અને પરભાષાનાં સુંદર કાવ્યોને પિલિશમાં ઉતારતો પણ ખરો. પિતાના ગૃહજીવનના પ્રસંગો પર રચેલાં એનાં કાવ્યો ઘરમાં બાળકને અતિ પ્રિય થઈ પડયાં હતાં. આમ મેરી બાળપણમાંથી જ કવિતાના સંસ્કાર ઝીલતી થઈ અને ફ્રેન્ચ, જર્મન ને અંગ્રેજી ભાષાના સાહિત્યનો પણ એને સારી પેઠે પરિચય થઈ ગયો; તોપણ એને પરમ પ્રિય એવા બે વિષયો તો હતા ગણિત ને ભૌતિકશાસ્ત્ર. એના જીવનનું ઘેરું સ્વપ્ન હતું પોતાની વિદ્યાના પોતે પ્રયોગો કરે તેવી એક અચ્છી પ્રયોગશાળાની
સ્વામિની બનવાનું; પણ એ સ્વપ્ન સિદ્ધ થતાં તો બહુ વાર લાગી. | દરમિયાન એને શાળાનો અભ્યાસ હવે પૂરો થવા આવ્યો હતે. પંદરમે વર્ષે મેરીએ શાળા છોડી. એજ અરસામાં એના પિતાનું આરોગ્ય લથડ્યું. આરામની એને જરૂર હતી, પણ કુટુંબની આવક થેડી, એટલે ગુજરાન ચલાવવા પૂરતું મેરીએ કામ શોધું. પ્રાંતના એક ગામડામાં કોઈ શ્રીમંતનાં છોકરાંની સંભાળ લેનારતરીકે તે રહી. ઘર છોડતી વેળા એનું હદય ભરાઈ આવ્યું ને ગાડીમાં બેસતાં મેરી ગળગળી થઈ ગઈ.
જે બાળકોની એને સંભાળ લેવાની હતી તેમાંનું સૌથી મોટું મેરીની ઉંમરનું જ હતું, એટલે આ બધાંના શિક્ષક થવાને બદલે તે એમની મિત્ર બની ગઈ. થોડા જ વખતમાં સૌ બાળકેનાં દિલ એણે જીતી લીધાં. અહીં મેરીએ વળી ગામડાંનાં બીજા બાળક માટે ખાનગી નિશાળ પણ કાઢી. રશિયન સરકારને જાણું ન પડે તેવી રીતે એ કામ એને ચુપકીથી ને ભારે ભયમાં કરવાનું હતું. જે સરકારને આ બાબતની ખબર પડી હતી તે મેરીને જેલવાસ કે દેશવટો મળત.
આ બધા કામ ઉપરાંત રાતને વખત એ પિતાને અભ્યાસ આગળ ધપાવવામાં ગાળતી. ત્યારે ઘર આખું આરામની ઉંધ લેતું ત્યારે જિજ્ઞાસુ મેરી આતુર નજરે વિજ્ઞાનની ચેપડીએનાં પાનાં ઉકેલતી. એ વખતે એને હાથ ૫ડેલાં એ પુસ્તક જેવાતેવાં જ હતાં અને એને નાન અપૂર્ણ હતું; પણ આ પ્રવૃત્તિમાં એને સ્વતંત્રપણે કામ કરવાની જે ટેવ પડી એ એના ભાવિ જીવનમાં ખપ આવનારો મોટો લાભ થયો.
ચાર વરસ પછી મેરી ગામડામાંથી વૈર્સે પાછી આવી. અહીં પિતાની સિફારશથી દર રવિવારે એક પ્રયોગશાળામાં કામ કરવા જવાની સગવડ તે મેળવી શકી. બાકીના દિવસોમાં તેને રોજ કમાવા સખત કામ કરવું પડતું, છતાં પોતાના જીવનનું પ્રયોગશાળાનું સ્વપ્ન આટલુંયે ફળતું જે તે બહુ ઉત્સાહિત થઈ.
આ અરસામાં પિલાંડના કેટલાક વિદ્યાથીઓએ પ્રજાની બુદ્ધિશક્તિ અને ચારિત્ર્યબળ ખીલવી તેને તેજસ્વી બનાવવા માટે એક ગુપ્ત મંડળ કાઢયું. મેરી આ મંડળમાં જોડાઈ અને ખૂબ ઉત્સાહથી આગળ પડતો ભાગ લેવા માંડી. રોજ રાત્રે ભરાતા તેને ગુપ્ત વર્ગોમાં તે નિયમિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com