________________
-
આહારવિહારના સાદા સિદ્ધાંતથી સર્વ દર્દીની દફનક્રિયા થી ત્રણ અઠવાડિયાં સુધી ઉપવાસ કરવા તે ટેવાઈ ગયેલા માટે કંઈ વીસાતમાં નથી. બર્નાર મેકફેડને જ આ સૂચન કરેલ છે; એટલું જ નહિ પરંતુ કેટલાએ વિજ્ઞાનીઓએ આને ટેકે આપેલ છે. શિકાગો યુનિવર્સિટીના કલાસમાં એક અખતરો થયો હતો. છોકરાઓ અને છોકરીઓએ
એક અઠવાડીઆ સુધી ખોરાક લીધા ન હતા; છતાં તેઓને પોતાના હંમેશના કામકાજમાંથી , જરા પણ પાછા હઠવાની જરૂર જણાઈ ન હતી. ઉલટું તેઓ પોતાનું કામ સરસ અને ઉમંગથી કરી શક્યાં હતાં.
ઉપવાસથી બળ ઘટતું નથી. મેકફેડનને આમાં કંઈ નવીન લાગતું જ ન હતું. આની શોધખોળના ઇતિહાસમાં તેણે એક દાખલો આપેલ છે. જે હેલર નામનો તેનો એક નોકર એક વાર શિકાગોથી પીટર્સબર્ગ
એટલે ૫૦૦ માઈલ બે અઠવાડીઆમાં પગે ચાલીને આવ્યું હતું. આ બે અઠવાડીઆમાં તેણે પાણીસિવાય કંઇ લીધું ન હતું; છતાં પણ તે મુસાફરી પછી આનંદી, તંદુરસ્ત અને જેવો ને તેવો ખડતલ જણાયો હતે. “ફીઝીકલ કચર” નામના માસિકમાં થોડા વખત પહેલાં આને માટે કેટલાએ અખતરાઓનાં પરિણામ જણાવવામાં આવ્યાં હતાં. ડોકટરોએ સાબીત કર્યું હતું કે, બે અઠવાડીયાના ઉપવાસથી એક ૪૦ વરસના માણસના શારીરિક તંતુએ યુવાન માણસના જેવા થોડા વખતને માટે બની જાય છે.
ઉપવાસથી પણ દરદી મટે છે, મેકફેડને ઉપવાસનો સિદ્ધાંત પ્રચલિત કરવાથીજ ફેંકટરો તેની સામે ઘુરકી ઉઠયા હતા. તે જણાવે છે કે, દવાથી અસાધ્ય એવાં કેટલાંએ દર્દો ઉપવાસથી મટે છે. અગર તો તે મટાડવામાં ઉપવાસથી સહાનુભૂતિ મળે છે. દમ, ઉધરસ, કબજીઆત, પ્રમેહ, સ્ત્રીઓનાં દર્દો, સંધીવા, હોજરીનાં દર્દી વગેરે કેટલાએ રેગે આથી મટાડી શકાય છે. રેંટર આથી રેશે ભરાય તેમાં કંઈ નવાઈ જેવું જ નથી. બળતામાં ઘી હોમવા જેવું એ થયું કે, મેકફેડને જણાવ્યું કે ઉપવાસથી ગરમી તેમજ કેન્સરના રોગો પણ મટી શકે છે. ઉપવાસ અને દૂધના ખારાકથી પોતે ઉપલા રોગો દર કરેલા છે એમ જણાવતાં તે ડોકટરે ભભુકી ઉઠે છે. સેંકડો અખતરાઓ પછીજ મેકફેડન પિતાનો સિદ્ધાંત બહાર પાડે છે, જ્યારે ડૉકટરોનો કેવળ બકવાદજ હોય છે.
સિદ્ધાંતનું પૃથક્કરણ ખોરાક બંધ કરતાં જ શારીરિક યંત્રકામ શરીરમાં રહેલ વધારાના તને ખલાસ કરવા માંડશે. વધારાની ચરબી અને જ્યાં રોગ શરીરને પીડે છે તે જગ્યાના ખરાબ પદાર્થને તે હજમ કરી જશે. આથી ઉપવાસ દરમિયાન જ્યારે દર્દી પાતળો પડવા માંડે છે ત્યારે એમ નથી સમજવાનું કે તેનું માંસ ઓછું થાય છે, પરંતુ ખરી વાત એ છે કે, જે દર્દથી તે પીડાતા હોય છે તે ઓછું થવા માંડે છે. ઘણું વજન ઓછું થાય ત્યાંસુધી આ પ્રમાણે ચાલે છે. ત્યારબાદ ચોકકસ રીત પ્રમાણે દૂધનો રાક આપવામાં આવે છે. વૈદકશાસ્ત્રીઓ આને વિજ્ઞાનથી વિરુદ્ધ હોવાનું જાહેર કરે તેથી શું વળવાનું હતું?મેકફેડનના અખતરા ચેકકસ છે. આ રીતે તેણે ઘણાઓને સારા કરેલ છે.
દૂધની ઉપયોગિતા દૂધની બાબતમાં મેકફેડન ચોક્કસ રીતે જણાવે છે કે, તેની શરીરસુધારક પદ્ધતિમાં તેનો પણ મુખ્ય હિસ્સો છે. કઈ પણ વસ્તુ કરતાં દૂધ વધારે ઉપયોગી અને ફાયદાકારક છે. આને તે સંપૂર્ણ રાક જણાવે છે. અંગત તેમજ હજારે દર્દીઓ ઉપર અખતરા ર્યા પછી જ તેણે પિતાને આ મત પ્રદર્શિત કરેલ છે. રોગ મટાડનાર અને શરીરને સુદઢ બનાવનારતરીકે દૂધનું પ્રથમ સ્થાને છે. તે એકલું પૌષ્ટિક અને જગતભરમાં એક સચોટ દવા છે.
કસરતની જરૂર કસરતની જરૂર તે છેજ એમ તેનું પણ માનવું છે. બધી કસરતોમાં તે ચાલવાની કસરતને મુખ્ય સ્થાન આપે છે. ખેરાક, ઉપવાસ અને કસરત ઉપરાંત સરસ રીતે નાહવાની તેમજ તડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com