________________
ક્રિશાએ શેાધવાની રીત
૫૭
હઝરત આદમ (અલય)× તથા હઝરત ઈબ્રાહીમ (અલય) પૈદા થયા. હઝરત ઈબ્રાહીમ એજ દિવસે અગ્નિમાંથી મુક્ત થયા. હઝરત અપ્યુ. (અલૈય)ની મુસીબત દૂર થઈ, હઝરત દાઉદ (અલય) નાં પાપ માફ થયાં, હઝરત સુલેમાન ( અલય )નું ગુમ થયેલું તખ્ત પાછુ મળ્યુ, હઝરત નૂહ (અલય)નુ વહાણુ જૂદી નામના પર્વતે પહેાંચ્યું, હઝરત ઇસા (અલય)ને આકાશ ઉપર ઉપાડી લેવામાં આવ્યા, હઝરત યૂનુસ (અલય) માલાના પેટમાંથી મુક્ત થયા અને એજ દિવસે હઝરત ઇમામ હુસેન (રદી) સાહેબની મહાન શહાદત પણ થઇ, જેથી આ દિવસની મહત્તા અત્યંત ઝળકી નીકળી.
ઇસ્લામ મુસલમાનને ખેધ કરે છે કે, આશરાના દિવસે પાપથી દૂર રહેા, ઉપવાસ કરેા, ગરીબેને જમાડા, લેાકેાને શરબત અને દૂધ પામે, દિવસે અને રાત્રે પ્રભુપ્રા ના કરે, કરખલાના યુદ્ધનું સ્મરણ કરેા અને હઝરત ઇમામ હુસેન સાહેબની મેાટી શહાદતની યાદ કરી પરમેશ્વરને સમેધા અને અરજ કરેા કે, એ પરમાત્મા ! તુ' હઝરત ઇમામ હુસેન સાહેબના પવિત્ર અને અમર આત્માને સ્વર્ગમાં સદા સુખ અને શાન્તિમાં રાખ, અને એમને પ્રતાપે અમને દુનિયામાં ઇસ્લામ અને સત્યના ખરા માર્ગે દારવ.
(‘ગુજરાત શાળાપત્ર”ના જુલાઇ ૧૯૨૫ના અંકમાં લેખકઃ–રા, એ. એ. હકીમજી)
२२- दिशाओ शोधवानी रीत
જંગલમાં અથવા અજાણ્યા પ્રદેશમાં ધણી વખત દિશાએ શેાધવી મુશ્કેલ પડે છે. તે વખતે નીચે દર્શાવ્યા પ્રમાણે દિશાએ શોધી શકાય છેઃ
(૧) હેાકાયંત્ર હાય તા તેના ઉપયાગ કરવા. હેાકાયંત્રની સળી ઉત્તર-દક્ષિણ દિશા બતાવે છે. (ર) બિડયાળ હાય તા તેનેા આંકડાવાળા ભાગ ૧૨ ને! આંક સૂર્ય તરફ રહે તેમ ગાવે. પછી એક સળી ઘડિયાળના મધ્યબિંદુ પર રાખી કલાકના કાંટા અને ૧૨ ના આંકડાની ખરાઅર મધ્યમાં રહે તેમ ગાવે. આ સળી ઉત્તર-દક્ષિણ દિશા બતાવશે.
(૩) શંકરનું મંદિર હાય તે। તેની જળાધારીને છેડા ઉત્તરદિશા બતાવશે. (૪) કબરપરના લેખ પૂર્વાભિમુખ હોય છે.
(૫) ઝાડનું નિરીક્ષણ કરતાં ઉત્તરદિશાની ડાળીએ ટુકી જાય છે અને દક્ષિણ દિશાની ડાળીએ લાંખી જણાય છે.
(૬) રાત્રિના સમયે તારામ’ડળેાદ્વારા ઉત્તરધ્રુવ શેાધી શકાય છે. સપ્તઋષિના છેડાના ખે તારાઓની લીટી અને મૃગશીર્ષના મધ્યભાગના તારાઓની લીટી લંબાવીએ તે તે ઉત્તરધ્રુવ છે. (‘‘ગુજરાતશાળાપત્ર”ના એક અકમાં લેખકઃ-શ્રી. એમઃ એમ. દ્વિવેદી)
× અલય (અલય હિસ્સલામ) તેમના ઉપર પરમેશ્વરની શાંતિ થાઓ. * રદી (અલ્લાહ!) અનહેા, પરમેશ્વર એમનાથી રાજી રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com