________________
૧
wuwuy
લુહારને દીકરે અમેરિકાને પ્રમુખ કેમ બન્યા? ખાવે છે. અમેરિકાની સામાજિક વ્યવસ્થા જાના જમાનાના સુધારા કરતાં તેમને વધારે સારી લાગી છે. એઓ એ બીનાથી બહુજ રાજી થાય છે કે, છેલ્લા અમેરિકન પ્રધાનમંડળમાં બારમાંથી નવ સભાસદો-પ્રમુખ અને ઉપપ્રમુખ સુદ્ધાં-પેાતાનું ગુજરાન પોતાની મેળે કાંઈ પણ વડીલોપજિત મિલ્કત વારસામાં મેળવ્યા વિના કરતા હતા અને ખૂબ માનસિક શ્રમ ઉઠાવી જીવન ગુજાર્યું હતું. તે પોતે કબૂલ કરે છે કે “હું છાપાં વેચીને મારા ભણવાને ખર્ચ મેળવતો હતો.”
પ્રજાસત્તાક રાજ્યમાં તેના આ બધા અભિમાન છતાં તે સમાજવાદ(સેશિયાલીઝમ)ના છાંટા વિના આગળ વધતો આવ્યો છે. તે એક વ્યક્તિ સ્વાતંત્ર્યવાદી (ઈડિવિડયુઆલીસ્ટ) છે. પહેલા, છેલ્લા અને બધાજ વખતે તે તેમજ રહેશે. પ્રજા માટે પ્રજાની જ સરકાર જોઈએ એમાં તે માનવાવાળા છે, અને તે પણ પ્રજાને દોરે એવા બાહોશ ધંધાદારી માણસની સરકારમાં તે માને છે. તેમ માનવામાં તે કોઈ પણ જાતની આપખુદી હોવાની ના પાડે છે. તે એમ વારેવાર કહે છે કે, હાલ જે સરકારને તે વડે છે તે સરકાર એક નવું સામાજિક જુસ્સો ધરાવનાર સરકાર છે. મી. હુવર તેને “અમેરિકન વ્યક્તિ સ્વાતંયવાદ”ની સરકાર જાહેર કરે છે.
જાહેર કરેલી રાજનીતિ મીહુવર પ્રમુખતરીકે ચૂંટાયા ત્યારે તેમણે એવું જાહેર કર્યું હતું કે, અમેરિકાને પોતાના પ્રદેશમાં વધારો કરવાની જરાયે જરૂર નથી. આથી મેકિસકે અને કેનેડાને જે સ્વરાજ બક્ષવામાં આવ્યું છે તે માટે તે બંને મુલકાએ તેના અમલ દરમિયાન નિશ્ચિંત રહેવાનું છે; અને ચીન પણ તેના ભાગલાઓના જોડાણ કરવાના સંબંધમાં સહીસલામત રહેશે. બીજી બહુજ અગત્યની જાહેરાત એ કરવામાં આવી હતી કે, પ્રજા કાયદાને બરાબર માન આપીને ચાલતી નથી અને તેથી અમેરિકન ન્યાયને નબળે પાડવામાં આવ્યો છે. આથી તેમણે ન્યાયની બાબતોમાં તપાસ કરવા માટે એક કમીશન નીમવાને પોતાને ઈરાદો જાહેર કર્યો છે.
કાયદાની અવગણના અને લાંચ-રૂશ્વતની બદી દેશમાં કેમ દાખલ થઈ તે વિષે તે એમ માને છે કે, સરકાર દારૂની બંધી દેશમાં દાખલ કરવામાં નિષ્ફળ જવાથી આ પરિણામ આવ્યું છે. એક ચુસ્ત “પ્રોહીબીશનિસ્ટ' તરીકે તેને દુનિયાને બતાવી આપવું પડશે કે, છૂટાપણાને ચાહતી પ્રજાની મરજી વિરુદ્ધ એ સંબંધમાં કાયદો લાગુ પાડવો એ મહાન અને અધરૂં કાર્યો છે. બધાને સમાન સંજોગો આપવાની એની નીતિ પણ એણે દારૂ મેળવવાના સંબંધમાં ગરીબ અને તવંગર સર્વેને સરખા ગણું જાળવી રાખવાની છે. સર્વસ્વ ગણાતા અમેરિકન ડૉલરને તેણે તેની મુખ્ય નબળાઇમાંથી ચોખા બનાવવો પડશે. - તેના વખતમાં આપણે તે જે સંપ્રદાયનો છે તેના ઉપરથી માનીશું કે, દેશમાં સુલેહ-શાંતિજ
સ્થપાશે અને અમેરિકન પ્રજાની રીતમાં પણ ઘણા સુધારા થશે. તેનું યૂરોપને લગતું જ્ઞાન પરદેશોને લગતી બાબતોમાં ભારે આવકારદાયક અને ઉપયોગી થઈ પડશે કે જેમ કોઈ પણ બીજા પ્રમુખના વખતમાં બન્યું નહિ હોય. એમ માનવાને જરાયે કારણ નથી કે, તે સુલેહ અને દારૂબંધીના ૧૪ મુદ્દાઓ પિતા દેશ ઉપરાંત બીજા દેશો ઉપર ઠસાવવાની ભૂલ કરે.
લુહારના દીકરાની કારકીર્દિ . પિતાના જ દેશમાં મી. હુવરની મુશ્કેલીઓ ઘણી છે, રાજદ્વારી બાબતમાં તેનું બીનઅનુભવીપણું તેને જ્યારે અને ત્યારે પણ કોંગ્રેસ સાથે ઝઘડે ઉભે કરાવશે. તેની આગેવાનતરીકેની લાયકાત કસોટીના એરણ ઉપર હજી તે ઘડાવાની છે. આ લુહારના દીકરાની પ્રમુખતરીકેની કારકીર્દિ તેના જ દેશમાં ભારે રસપૂર્વક અને અધીરાઈથી નિહાળવામાં આવશે. આ મહાન પ્રજાની ઉન્નતિનો આધાર તેનીજ ફતેહ ઉપર છે; એટલું જ નહિ પણ એક કરતાં વધારે આંતરરાષ્ટ્રીય મુદાઓના સંતોષકારક ઉકેલનો પણ આધાર તેનાપરજ છે.
(તા. ૧૧-૪-૨૯ના દૈનિક “હિંદુસ્થાનને લેન્ડ એન્ટવિસ્ટલને લેખ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com