________________
શરદ ઋતુની માંદગી એ મળ ભરાયાની ચેતવણી છે २४-शरद् ऋतुनी मांदगी ए मळ भरायानी चेतवणी छे
સામાન્ય રીતે શર ઋતુમાં દરેક જણને માંદગી પિતાનો સ્વાદ ચખાડી જાય છે. કોઈને ટાઢીઓ તાવ તો કોઈને ઉને, કોઈને વળી મેલેરિયા, કેાઇને ઇન્ફલુએન્ઝા તો કોઈને ન્યુમોનિયા થઈ આવે છે. સામાન્ય રીતે આ સ્થિતિ એકાદ બે અઠવાડિયાં રહી શાંત થઈ જાય છે, પણ કોઈકને મહિનાના મહિના સુધી લંબાય છે. તેમાંથી આંતરીએ, એથીઓ અને હાડકચરીઓ તાવ પણ લાગુ પડે છે અને પરિણામે દરદી શરીરે દુર્બળ બની જાય છે. કેટલીક વખત તેમાંથી મરણ પણ નીપજે છે. આવા તાવ શરઋતુની શરૂઆતમાં નિયમિત આવતા જણાય છે. ઘણી વખત ચેકકસ રીતે કહી શકાય કે, હવે શરદઋતુ આવી એટલે માંદગી આવવાની, માટે ખાવાપીવામાં સાવચેતી લ્યો; પણ પૂરેપુરી સાવચેતી લીધા છતાં આપણે માંદગીના ભંગ થઈ પડીએ છીએ. આનું કારણ શું હશે?
કુદરત આપણું શરીરની ઘણું બારીકાઈથી સંભાળ લે છે. જેવી રીતે ઘરધણું પિતાનું ઘર ખૂણેખાંચરેથી વાળી ઝાડી સાફ રાખે છે, તેવી રીતે કુદરત પણ આપણા શરીરને હરહમેશ સાફ રાખવાનું કામ કર્યા જ કરે છે. કબાટ, ખુરશી, ટેબલ અને બીજા સામાનને સાફ રાખવાને માટે આપણે ઉસુક હોઈએ છીએ; ઘરની ભીંતે જુની થઈ હોય તે સુધરાવી તેના ઉપર રંગરોગાન કરીએ છીએ; લીંપણ ઉખડી ગયું હોય તો નવેસરથી લીંપીએ છીએ, માંકડ, ચાંચડ ઇત્યાદિ જતુઓને ભરાઇ રહેવાની જગ્યાઓ પૂરી દઈ ઉપર તેમનો અટકાવ કરનારી વસ્તુઓ નાખીએ છીએ. આ બધું આપણે શા માટે કરીએ છીએ ? આપણું ઘર સ્વચ્છ રહી ઘણા લાંબા વખત સુધી ટકી શકે એટલા માટે. તમે ઘણી વખત અનુભવ્યું હશે કે, એક વખત પિતાનું ઘર સાફસુફ થયા પછી તેમાં રહેવામાં કોઈ અવર્ણનીય આનંદ અને ગર્વ થાય છે અને તેમાં કચરો ન થાય તે માટે ખાસ કાળજી રાખીએ છીએ, પણ આપણા પોતાના શરીરમાં ભરાઈ રહેલા જીવલેણ મળ(કચરા) વિષે આપણે કોઈ દિવસ વિચાર કરીએ છીએ ખરા ? શરીરના આ જાતના મળવિષે આપણે કદી કાળજીપૂર્વક વિચાર કરતા ન હોવાથી કુદરતને પિતાને તે કામ ઉપાડી લેવું પડે છે. શરીરના કચરાને આવી રીતે બહાર કાઢવાની કુદરતની આ ક્રિયાને આપણે માંદગી કહીએ છીએ. - સામાન્ય રીતે વરસના આ (શરદુ ઋતુના) સમયે કુદરત આપણા શરીરમાંથી જુનાં રજકણે લઈ લઈ નવાં રજકણે પૂરે છે, અને તે વખતે જમા થયેલો કચરે બહાર કાઢે છે. શરીર ટકાવવા માટે આ ક્રિયા ઘણી જરૂરી છે. જોકે તે વખતે તે માંદગીને આપણે બીનજરૂરી ગણુએ છીએ, પણ કુદરત પિતાનું કામ અચૂક રીતે કર્યો જાય છે. કોઈને શરદી થઈ જાય છે, કોઈને સળેખમ થઈ આવે છે, કોઈને માથું દુખે છે તો કોઇને વાંસામાં કળતર થઈ આવે છે. આ બધાં ચિહનો મૂળ એકજ રોગનાં ફક્ત બાધચિહના હોય છે. શરીરની અંદર જ્યારે ખૂબ મળ ભરાય છે, ત્યારે આવું ગમે તે એક ચિહને દેખાય છે અને આપણે માંદા પડીએ છીએ. પછી એ માંદગીવડે કુદરતી રીતે સઘળે મળ સાફ થાય છે. કેટલાકને આ સાફ થવાની ક્રિયા એકાદ બે દિવસમાં પતી જાય છે તો કેટલાકને અઠવાડિયા સુધી અને કેટલાકને મહિનાના મહિના પણ લંબાય છે. જ્યાં સુધી શરીરના ખૂણે ખાંચરે પણ આ માળ ભરાઈ રહ્યો હોય છે ત્યાંસુધી કુદરત પિતાનું કામ સતત રીતે કર્યું જ જોય છે. - કુદરતનાં આ બધાં બાહ્યચિહનામાં સળેખમ વધારે ત્રાસદાયક થઈ પડે છે. તેમાં વારંવાર ઉપરાછાપરી છીંક આવી દરદીને હેરાન કરે છે, આંખમાંથી અને ખાસ કરીને નાકમાંથી પાણી કર્યા જ કરે છે, નાક અને ગળું સજાથી ઝલાઈ જાય છે તથા દુખવા આવે છે; માથું પણ દુખે છે અને અવાજ બેસી જાય છે. માંદગીની શરૂઆતનું આ પહેલું ચિહ્ન છે. જે આ સમયે દરદી ચેતી જઈ સાજા થવાના કુદરતી ઉપાયો-જેવા કે ઉપવાસ, ખારાકમાં યોગ્ય ફેરફાર અને બીજા ધરગથુ ઇલાજ-લે અને કુદરતને આ મળ દૂર કરવામાં મદદ કરે તો દરદી લાંબી માંદગીમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com