________________
શુભસંગ્રહ-ભાગ પાંચમો આપણે લૂંટાયા કરીએ છીએ. ખરી રીતે વ્યવસ્થિત લૂંટથી એકઠી કરેલી દૌલતના જોર ઉપર એ એના સંસર્ગમાં આવનારને વિવિધ રીતે ચૂસે છે. આ જાતની શિષ્ટ ગણાતા સમાજની મનોવૃત્તિને પરિણામે વેચનાર અને ખરીદનાર બન્નેને પરસ્પર અપ્રમાણિકતાની ગંધ આવે છે. અવિશ્વાસ એ દૌલતમંદ આદમીનું ખાસ આભૂષણ છે. કોઈ પણ ભદ્ર જણાતા પુરુષને ઊંડાણમાં ઉતરી મા તો સામાન્ય ગુન્હેગારોમાં રહેલું હીન માનસ તમને એનામાં પણ દેખાશે. માત્ર એકને અપરાધની શિક્ષામાંથી છટકતાં આવડે છે, જ્યારે બીજાને કાયદો તુરત ગળું પકડે છે.
આ જાતના આક્ષેપોથી કદાચ કેટલાકને આઘાત લાગે એ બનવા જોગ છે, પણ હું કેટલાંક ઉદાહરણ ટાંકી સિદ્ધ કરવા પ્રયત્ન કરીશ. ભૂખમરાથી પીડાતો માણસ મિઠાઈની દુકાને ઉપર તરાપ મારી પેટપૂરતું એારે એને સમાજ ભયંકર માણસ ગણે છે; પણ જે સમાજવ્યવસ્થાના સીધા પરિણામરૂપે એવો ભૂખમરો શક્ય હોય એ સમાજબંધારણું પણ એટલુંજ ભયંકર ગણવું જોઈએ. તમે કદાચ એમ કહે કે, એ સમાજના બંધારણ સાથે “સજજનો”ને સંબંધ શું ? એને માટે ગરીબથી તવંગર સઘળી જવાબદાર છે. તો હું કહીશ કે, સમાજની સઘળી સત્તા હમેશાં શ્રીમતિએજ સીધી યા આડકતરી રીતે કાબુમાં રાખી છે. સમાજના ઉપલા વર્ગની શિષ્ટ નીતિએ એવો ભયાનક વ્યવહાર ઉભો કર્યો છે, એવાં નીતિનાં અવળાં ધોરણે નક્કી કર્યા છે કે જેની સામે રાજસત્તા ઉંચી આંગળી પણ ન કરી શકે; કારણ કે રાજસત્તા આવા સજજોના સહકાર ઉપર નિર્ભર રહે છે. હજારો મજુરોના પસીના ઉપર પિતાની તીજોરી તર બનાવનાર મીલમાલેક મજુરીના દર ન વધારે, કામ કરવાની કલાક ઓછી ન કરે, આરોગ્ય માટે જોઈતો આરામ ન આપે અને પછી આ જાતની લોહી ચૂસવાની ચક્કીમાંથી આવતાં મુડદાં જેવાં નીકળેલ શ્રમજીવીઓ માટે એક નાનું સરખું મફત “ધર્માદા” દવાખાનું કાઢે એને કશો અર્થ નથી. માર્કેટમાં પિતાના મહેતાજીએ પાસે નાકા ઉપડાવનાર અને બારથી પંદર કલાકની નોકરી લેનાર શેઠ એ નકર માંદા પડે ત્યારે એની ઓરડીએ એની તબિયત તપાસવા જવાની સુજનતા બતાવે એ નર્યો દંભ નહિ તે બીજું શું? શ્રીમંતો અને ભદ્રજનની દાઝ દેખાડવાની ભાવના પછવાડે આવી જાતની દંભી સુજનતાજ માત્ર હોય છે, એમનાં કારમાં કતલખાનાંઓ રાતદિવસ ચાલુ રહે છે. એમની એાછું વતન અને વધારે કામ લેવાની પદ્ધતિ અવિશ્રાંત કામ કરે છે; છતાં દયાના ભંડાર અને ગરીબનવાજ હોવાનો દાવો છે આ ઉપલા વર્ગને જ કરવાનું હોય છે !
આ તો સમાજના સામાન્ય બનતા બનાવે છે. તમને ડગલે ને પગલે અમુક રીતે નક્કી કરી રાખેલી પ્રણાલિકાના ગુલામ થઈને રહેવું પડે છે. એ જાતની ગુલામી શક્ય કરનાર મુખ્યત્વે
સજજન”જ હોય છે. એક અંગ્રેજ લેખક જણાવે છે કે, એક લાલી બાઈ ધણી જ મહેનતુ, ઉદ્યોગી, ચપળ અને પાડોશીઓને મદદરૂપ હતી. પણ એને પોતાના શ્રેષ્ઠત્વનો એટલો ઉંચે ખ્યાલ હતું કે એણે પિતાના વિચારો અને મંતવ્ય કુટુંબના માણસો ઉપર પરાણે લાધાં. બાળકોના શિક્ષણમાં પણ એણે પિતાની નીતિનાં ધોરણો સેરવ્યાં અને જ્યાં જ્યાં એ સત્તાથી કે સીફતથી પિતાનું વ્યક્તિત્વ ઠસાવી શકતી ત્યાં ત્યાં એણે પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરેલ. આ રીતે એણે અનેકનાં જીવનમાં પિતાનાં નીતિનાં ધોરણો ઘુસાડી ઘણું જ નુકસાન કર્યું. જો કે બીજી બધી વાતે આ બાઈ ભલી ગણાય. એણે બાઈબલને એકેય હુકમ તોડ્યો નહોતો !
બરસ્ટૅડ રસેલ નામના વિખ્યાત વિચારકે “ભદ્રલોકનો ભય” એ નામના લેખમાં નીચેના ઘણાજ મનનીય વિચારો દર્શાવ્યા છે. એ લેખક કહે છે કે “એકદમ સજજન મનાતે માનવી કદી બીડી નહિ. પીએ, દારૂને અડતાંય અભડાશે, અસભ્ય ભાષા વાપરતાં એને નહિ આવડે અને સ્ત્રીઓની હાજરીમાં જેમ કાળજી રાખીને વાર્તાલાપ કરે એમજ પુરુષો સમક્ષ એ પ્રવચન કરશે. દેવ-દહેરામાં જવાનું એ કદી નહિ ચૂકે, અને બધા વિષયો ઉપર સત્ય અભિપ્રાય ધરાવવાનું માન એ પિતે કાયમ મેળવે છે. “પાપ” એવું નામ સાંભળી એ કંપી ઉઠે છે અને એવાં પાપને નાશ કરવાનું પોતાનું એ મહાન જીવનકાર્ય સમજે છે. સાથે સાથે એ સારાં કામમાં ઘણે વખત ગુમાવે છે. લશ્કરી તાલીમ અને દેશભક્તિવિષે એ અપાર વાત કરે છે. ઉદ્યોગની અભિવૃદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com