________________
૫૮
શુભસંગ્રહ-ભાગ પાંચમ
wwww
२३-खुनीनी नोंधपोथी
. નિત્યનોંધ લખવાની મને એક પ્રકારની આદત પડી ગઈ છે. તે લખ્યા વિના મને બિલકુલ ચનજ પડતું નથી. સન ૧૯૨૬ ના ડિસેમ્બરની ૨૨ મી તારીખની નોંધ મેં ઘરમાંજ લખી નાખી હતી, તેમાં ઘરબાર વગેરે સઘળાને માટે હંમેશાંને માટે પૂરતી સૂચનાઓ લખીને તેને છેવટની લખી દીધી હતી, પરંતુ ખુદાની મરજી તેથી અધિક લખવાની હતી. જો કે, તા. રરમી ડિસેમ્બરથી આજ સુધીમાં પુનઃ લખવાનો સમય મળ્યો નહિ. પરંતુ લખવાજોગ અનેક ઘટનાઓ બની ગઈ.
જેલખાનામાં એક ખૂની પોતાના પ્રત્યે જેવા વ્યવહારની આશા રાખે, તે મારા પ્રત્યે રાખવામાં આવ્યો. જે કોઈ આવતું તે મને તિરસ્કારની દૃષ્ટિથી જોતું. જો કે, હું મને પિતાને “ગાઝી 'સમજતો હતો. પરંતુ બીજાઓ મને પાછ કહેતા હતા. સરકારી તપાસ ચાલુ હતી, મને પણ ઘણું પૂછવામાં આવતું હતું અને નરમ ગરમ સધળા ઉપાયવડે પોલીસ મારા પેટની વાતો જાણવા પ્રયત્ન કરતી હતી. પણ હું કાંઈ કાચી માટીનો આદમી નહોતે, આખું જગત જે વાત જાતું હતું અને જે વાત મેં ખુલ્લી રીતે દુનિયાની આગળ કરી હતી, તેજ “મેં કાફિરને માર્યો છે ” એવો જવાબ આપી દીધો. પોલીસની મુશ્કેલી ઘણી વધી, તેણે વધારે સખ્તાઈથી કામ લેવા માંડયું મને ધમકાવ્ય.
પરંતુ કોણ જાણે આજ એકાએક આ બધી રીતભાતમાં કેમ ફેરફાર થઈ ગયે ? એવી સાહેબી તો મને સાસરાને ઘેર પણ મળી નહોતી કે જેથી આજે અપરાધીઓના આ સાસરામાં આજે મને મળી રહી છે. મને સંપૂર્ણ ખાત્રી છે કે, મારા કેટલાક મિત્રોને જે અહીંની સ્થિતિ જાણવામાં આવે તો અવશ્યમેવ તેઓ પિતાની સમસ્ત જીદગી અવ્રજ ગુજારવાની ઈચ્છા કરે. અસ્તુ. મને અને મળેલી અનેક સ્વતંત્રતાઓ સાથે નિત્યોંધ લખવાની છૂટ મળી ગઈ છે. એટલા માટે હું કેટલીક વાતો લખવા માટે બેઠો છું.
મારે જે કહેવું હતું તે કહી નાખ્યું. વાત જેટલી અઘરી લાગતી હતી તેટલી ન નીકળી–હું માનતો હતો કે, આ “આરીઆ' કે બીજાઓ ઉપર પથ્થર ફેકે છે તો પોતે કાચના મકાનમાં નહિ રહેતા હોય. હું માનતો હતો કે એ લોકો પાસે એવા જાસુસો હશે કે જેમની દૃષ્ટિ ચૂકાવીને હું તે કાફિરના મકાન સુધી પહોંચી શકીશ નહિ. વળી હું એવું પણ ધારતો હતો કે કદાચ તેઓની દૃષ્ટિ ચૂકાવીને પહોંચી જાત તો ત્યાં સખત પહેરાનો બંદેબસ્ત હોત; એટ નહિ પણ મને એવી ધાસ્તી હતી કે હું તે કાફિરના મકાનમાં ગમે તે રીતે પહોંચી ગયા પછી ભાગ્યેજ આર્યાઓ મને જીવતે છેડત; પરંતુ આ સઘળામાંથી કાંઈ બન્યું નહિ. મને ખાત્રી થઈ કે, આર્યાઓ હજી પણ એવાજ બેવકુફ છે કે જેવા પૃથ્વીરાજના જમાનામાં હતા.
અલબત્ત, એ લોકેએ મને પકડો ખરે, પણ તેથી શું? મેં તે મારું કામ પતાવી દીધું. મારો જીવ લેવાથી તે કાફિર કાંઈ ફરી પાછો આવે તેમ નથી. હવે ભલે શુદ્ધિ કરે !
મારા ઘરબારનો બંદોબસ્ત થઈ ગયો છે. હવે મને કઈ જાતની ચિંતા નથી. આ વાત સાચી છે કે, મેં આ કામ પૈસાના લોભથી નથી કર્યું, પરંતુ ઇસ્લામની સેવા માટે મેં મારી જંદગીનું જોખમ ખેડ્યું છે. આમ છતાં મારા બિરાદરોએ મને જે વિશ્વાસ આપ્યો છે અને જે કાંઈ ઠરાવ્યું છે તે પ્રમાણે ચાલશેજ. પાંચ હજાર ! પાંચ હજાર કાંઈ ઓછા ન કહેવાય ! તે દિવસે બેંકમાંથી મંગાવ્યા ત્યારે તેનો અવાજ કેવો મધુર લાગતું હતું, આટલા બધા એકઠા રૂપિયા મેં કદી પણ જોયા નહોતા. મારી પાછલી જીંદગીના થોડા દિવસમાં રાતદિવસ મહેનત કરીને પણ હું આટલી રકમનો પાંચમો ભાગ પણ બચાવી શકત નહિ. હવે બચી જઈશ તે પણ ફીકર નથી અને ફાંસીએ ચઢીશ તે પણ હરકત નથી. ઘેરથી તે કફન ખિસ્સામાં લઈને નીકળ્યો હતો. હવે જે થવાનું હશે તે ખુદાના હાથમાં છે. વળી મને જીવવાની કાંઈ બહુ અભિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com