________________
૫૫
મેહરમના તહેવાર દુશ્મનોની નિયતાનો હજુ પણ અંત આવતો નથી. ઈમામ સાહેબના શબ ઉપર ઘોડા દોડાવે છે, અને તેને કચડી નાખે છે. જુલમની તો હદ થઈ ગઈ; પણ હરામખોરોને સંતોષ થતો નથી. દુશ્મનના પુરુષો તંબુમાં પ્રવેશ કરે છે અને પડદાવાળી બાનુઓને લૂટે છે. માંદા ઝેનલ આબિદીન સાહેબને સાંકળોથી જકડે છે અને એમને તથા પાક બાનુઓને ઉંટ ઉપર બેસાડી ઈમામ સાહેબ તથા બીજા સત્તર જણનાં કાપેલાં માથાં ભાલા ઉપર મૂકી કુફાના ગવર્નર પાસે લઈ જાય છે. ફૂફાના મુસલમાને એ બધાને એવી હાલતમાં જોઈ અશ્રુનો વરસાદ વરસાવે છે, પણ એમની કોઈ પણ રીતે મદદ કરી શકતાં નથી; કારણકે ગવર્નર એમને મારી નાખે તેથી બહીએ છે. કક્કાના ગવર્નર ખુશ થઈને એ બધાને સીરિયાની રાજધાની દમિચ્છમાં યઝીદ પાસે મોકલે છે. યઝીદ દરબારીઓના કહેવાથી કેદીઓને છૂટા કરે છે, જમાડે છે અને તેમના ભરણપોષણનો બંદોબસ્ત કરી મદીના મોકલી દે છે.
ઈમામ હુસેન સાહેબની શહાદતનાં ફળ વાંચનાર આ વાંચીને જરૂર કબૂલ કરશે કે, હઝરત ઈમામ હુસેન સાહેબે ધર્મ અને સત્યને માટે કરબલા મુકામે જે ભોગ આપ્યા તેવા કોઈ પણ માણસે દુનિયામાં ભાગ્યેજ આપ્યા હશે. ઈમામ હસેન સાહેબની શહાદતથી અસત્યને પરાજય થયો અને સત્યનો જય થયો. તે આ ' ઉપરથી સાબિત થાય છે કે, યઝીદ ઉબેદુલ્લા ઈને ઝિયાદ, શિમર અને બીજાઓ જેમણે કરબલાના યુદ્ધમાં ઈમામ હુસેન સાહેબની વિરુદ્ધ ભાગ લીધો અને તેમના તથા તેમના સાથીઓ ઉપર બેહદ જુલમ કર્યો તે બધા ઇસ્લામ અને પરમેશ્વર આગળ મેટા પાપી અને ગુન્હેગાર છે. એ બધા ઉપર આખી મુસ્લીમ દુનિયા શાપ અને નિંદાનો વરસાદ વરસાવે છે. યઝીદને દમિસ્કમાં જે જગ્યાએ દાટવામાં આવ્યો છે, તે જગ્યાએ લોકો ઈટો અને પથરા નાખે છે. યઝીદનું નામ મુસલમાનમાં વ્યભિચાર, પાપ, જુલમ અને ઘાતકીપણા માટે કહેવતરૂપ થઇ પડયું છે. નિર્દય. અને અપરાધી માણસ માટે યઝીદની ઉપમા આપવામાં આવે છે. એ પ્રમાણે અનેક રીતે યઝીદ દુનિયામાં કુકમી ગણાય છે. સત્યનો જય થયો તેને પૂરાવો એ છે કે, ઈમામ હુસેન સાહેબે અને તેમની સાથે જે માણસોએ ધર્મની ખાતર કરબલાના મેદાનમાં આત્મદાન દીધું, તેમને શહાદતને દરજજો મળ્યો છે. તેઓ ઈસ્લામ પ્રમાણે સ્વર્ગમાં ગયા છે, અને ત્યાં સુખશાંતિ ભોગવે છે. ઇમામ હુસેન સાહેબે સિયદુશ શેહદા એટલે શહીદના સરદારને મરતબો પ્રાપ્ત કર્યો છે. ઈશ્વર તેમના કાર્યથી અતિશય પ્રસન્ન થયા છે. મુસ્લીમ દુનિયામાં મેહરમના દિવસો દરમિયાન તેમના માન અને સ્મરણાર્થે ધર્મકથાની મજલિસો થાય છે. પ્રસાદ વહેચાય છે, તેમને માટે પ્રભુપ્રાર્થના થાય છે અને તેમને આશીર્વાદ આપવામાં આવે છે. જે ભૂખ અને તરસ તેમણે વેઠયાં તે બદલ મુસલમાને પર બેસાડે છે. શરબત, મિઠાઇઓ અને અનેક જાતનાં ભોજન તથા પકવાનેથી કરોડ માણસોને તૃપ્ત કરવામાં આવે છે. આ દાન અને સખાવતના કામમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. એથી વેપાર-રોજગારને પણ મદદ મળે છે. કરબલા ગામને કોઈ જાણતું ન હતું, તે જગપ્રસિદ્ધ બની ગયું છે. ઇમામ સાહેબની પાક તરબત અને રાજે ત્યાં શેભી રહ્યાં છે. લાખો મુસલમાનો દરવર્ષે ત્યાં જાત્રાએ જાય છે અને હમેશ મેળ ભર્યો રહે છે. આ ઉપરાંત હિંદુસ્તાનમાં ઉભાષામાં એમની યાદગીરી અર્થે મરસિયા નામનાં હજાર કાવ્યો રચાયાં છે. એમાં ઈમામ હુસેન સાહેબ અને તેમના કબીલાનાં શહીદ થયેલાં માણસો તેમજ બાનુઓને કરબલામાં જે દુઃખ, સંકટ, જુલમ વગેરે વેઠવાં પડયાં તેને, તેમજ યઝીદ, શિમર અને તેમના સાથીઓનું ઘાતકીપણું, નિર્દયતા તથા જુલમને કરુણાજનક દેખાવ દેખાડવામાં આવ્યો છે, અને તેમનાં શૂરાતન અને શૌર્યને ચકચકિત ચિતાર ચીતરવામાં આવ્યું છે. ઉર્દૂ સાહિત્યમાં મીર અનીસ અને મીરજાંદબીરના મરસિયા ઘણું પ્રખ્યાત છે અને ઉર્દૂ જાણનારાઓ તેમને વાંચી અનેક રીતે તેમને લાભ લે છે. વળી એ દિવસોમાં મજિદો, ઘર, દુકાને તથા મંડપેમાં ભપકાદાર રોશની કરવામાં આવે છે. જે બતાવી આપે છે કે, સત્ય આમ પ્રકાશે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com