________________
૫૪
શુભસ’ગ્રહ-ભાગ પાંચમા
મેાહમની પહેલી તારીખથી નવમી તારીખ સુધી ઇમામ સાહેબ તરફથી પેાતાને જવા દેવા માટે બેહદ પ્રયત્ન કરવામાં આવ્યા; પણ બધા ફેાકટ ગયા. એ દરમિયાન સાતમી તારીખે ઇમામ સાહેખના ભાઈ હઝરત અબ્બાસ ઝનાનાને માટે પચાસ માણસે લઇ યુક્રેટિસને કિનારે પાણી લેવા ગયા તા દુશ્મનના ધાડેસ્વારીએ તેમની ઉપર તીરેશને વરસાદ વરસાવ્યા અને સખત લડાઇ કરી. તેમાં બધા માણસો માર્યાં ગયા. ફક્ત હઝરત અબ્બાસ ઘણા જખમી થઈ પાણીની ખાલી મશક લઇ પાછા ફર્યાં. હવે મહેારના દશમેા દિવસ આવ્યેા. તે શુક્રવાર હતા. ઇમામ સાહેબે પેાતાના માણુસાને કહ્યું કે “હું તમને રજા આપું છું કે તમે ચાલ્યા જાગે, દુશ્મન મારા ખૂનના તરસ્યા છે, તે મને એકલાનેજ મારી નાખવા માગે છે, મારે માટે તમે તમારા જીવ જોખમમાં ન નાખા, હું ખુશીથી તમને જવા દેવા ઇચ્છું છું.'' તેમણે જવાબ આપ્યા કે “એવું કદી પણ નહિ બને. અમે આપની ખાતર કુરબાન થઇ આપને બચાવીશું.” એમ કહી એમની સાથેજ રહ્યા. દુશ્મન તરફથી લડાઇ શરૂ થઇ. મેદાનમાં દરેક પક્ષને એકેક માણસ આવતા અને લડતા. જ્યારે એક માર્યાં જતા ત્યારે બીજો આવતા અને લડતા. એમ લડતા લડતા ઇમામ સાહેબના મુઠ્ઠીભર માણસા પૂરા થઇ ગયા અને તેમના ભાઈએ, દીકરા અને ભત્રીજાના મેદાનમાં જવાને વખત આવ્યેા. એ બધા ધણી બહાદૂરીથી લડયા અને ધમ તથા સત્યને માટે શહીદ થયા. એમના ભાઇ હઝરત અબ્બાસે, દીકરા હઝરત અલી અકબરે અને નાની ઉંમરના એક ભત્રીજા હઝરત કાસમે લડાઈના મેદાનમાં જે શૂરાતન દેખાયું છે, તેની દુશ્મને પણ દાદ આપી છે. હન્તરાના લશ્કર સામે એમણે લડીને શહાદતનુ શરખત પીધું અને અમર નામના મેળવી આ જગતને છે।ડી. ચાલ્યા ગયા. હવે ઈમામ સાહેબ એકલા તંબુની બહાર ઉભા હતા. તેમણે તંબુમાં પેાતાના નાના બાળક અલી અસગરને રડતાં સાંભળ્યું. એ બાળકની ઉંમર ફક્ત છ મહીનાની હતી. તબુમાં ગયા તે એમને કહેવામાં આવ્યું કે, અલી અસગર તરસથી અતિખેચેન છે. એમની માને પણ ભુખ અને તરસથી દૂધ આવતું નથી, અને પાણી પણ બિલકુલ નથી, એનું ગળું સૂકાઇ ગયું છે. ઇમામ સાહેબે આ સાંભળી અલી અસગરને દુશ્મનના લશ્કર સામે લઇ જઇ કહ્યું કે ‘મને તે પાણી નથી આપતા તે! ન આપેા, પણ આ નાના બાળકે તમારા શા ગુન્હા કર્યાં છે? એને તેા પાણી આપે।.’ દુશ્મનના એક નિર્દય સિપાઇએ એના જવાઞમાં એક તીર અલી અસગરના ગળામાં મારી કહ્યું ‘લે! આ પાણી!' તીર વાગવાથી બાળક તરફડીને ઇમામ સાહેબના હાથમાંજ શહીદ થઇ ગયું. મહેામના દશમા દિવસે લડાઇ સવારથી શરૂ થઇ, આખા દિવસ ચાલી અને ઇમામ સાહેબ સિવાય બધા માણેા શહીદ થઇ ગયા. હવે સાંજના પાંચેક વાગ્યા છે, ઈમામસાહેબ ત’જીમાં જાય છે, બધી ખાતુએને છેલ્લી, સલામ કરે છે અને તેમની રજા લઇ દુશ્મન સામે એકલા લડવા જાય છે. દુશ્મન એમની ઉપર તીરેશને વરસાદ વરસાવે છે. એ પણ જગજાહેર બહાદુરી અને શૂરાતનથી તેને જવાબ આપે છે. પછી એમનાપર ભાલા અને તલવારાને સખત મારે ચલાવવામાં આવે છે. તેને હિસાબ ન ગણતાં દુશ્મને આગળ જઇ તેમને પણ પેાતાની તલવારના સ્વાદ ચખાડે છે અને મેાતને રસ્તા બતાવે છે. હવે તરસ બેહદ લાગી છે, પાણીવગર ગળું સૂકાય છે; એટલે યુક્રેટિસને કાંઠે પહોંચી પાણી ખેાખામાં લઈ પીવા જાય છે એટલામાં એક ક્રૂર અને ધાતકી દુશ્મન એમના માં ઉપર તીર છેડે છે, જેથી લોહીની નદી એમના મેમાંથી બહાર વહે છે. એવી હાલતમાં યુક્રેટિસના કિનારાથી પાછા ફરે છે. તેવામાં દુશ્મનનેા એક સરદાર જેનું નામ શિમર છે, તે પોતાના છ સિપાઇઓને લઇ જઇ ઈમામસાહેબને ઘેરી તલવારા મારે છે. આખરે એક તલવાર એમના ડાબા હાથ ઉપર પડે છે, અને તે હાથ ખભાથી કપાઈ જમીન ઉપર પડે છે, તે સાહેબ હાથ કાપનારને મારવા તલવાર ઉપાડે છે; પણ શરીરમાં તાકાત ન હેાવાથી ભાંયપર પડે છે. સનાન ઈબ્ને અનસ એમની મુબારક છાતીમાં ભાલા મારે છે, જે પીઠની પાર થઈ જાય છે. એ ભાલે! પાછે ખેંચે છે. તેની સાથે હઝરત ઇમામહુસેન સાહેબને અમર આત્મા પણ શરીરબહાર નીકળી સ્વવાસી અને છે. ખેાલી ઇબ્ને યઝીદ એમનુ માથુ કાપી લે છે, અને દુનિયાની સૌથી મેાટી શહાદત પૂરી થાય છે. અધી, ધાતકી અને ક્રૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com