________________
પર
શુભસ’ગ્રહ–ભાગ પાંચમા
સ્વીકાર્યો નહિ; તેમજ સીરિયાના લેાકાએ પણ હઝરત મુઆવિયાની સત્તા અને લાગવગને લીધે હઝરત અલીને ખલીક માન્યા નહિ; પરંતુ તેમણે મુઆવિયા સાહેબને પેાતાના ખલીફ્ ગણ્યા. જ્યારે હઝરત અલી શહીદ થયા, ત્યારે તેમના મેટા દીકરા હઝરત ઇમામ હસનને અરબસ્તાન અને કુફાના મુસલમાનેાએ ખલીફતરીકે ચુટી કાયા; પણ એ સાહેબ ખલીફની મેાટી જવાબદારીના કામથી દૂર રહેવા માગતા હતા, તેથી તેમણે ખિલાફત હઝરત મુઆવિયાનેજ સાંપી દીધી. તે બદલ મુઆવિયા સાહેબે તેમના ભરણપાષણના દાબસ્ત કરી આપ્યા; પણ ઇમામ હસન સાહેબ ઘણા વખત જીવવા પામ્યા નહિ, કેમકે પ્રપ`ચથી તેમને શરબતમાં કાઇએ ઝેર આપ્યું જેથી તેઓ શહીદ થઈ ગયા.
આ બનાવ બન્યા પછી મુઆવિયા સાહેબ આખી ઇસ્લામી દુનિયાના સ્વતંત્ર ખલીફ અને શહેનશાહ થયા. તેમના દરબાર ઋણા ભપકાદાર રહેતા. લેાકેાને મેાટા મેટા દરજ્જા અને ઇનામેા આપી તે સીરિયામાં ઘણા લાકપ્રિય થઇ પડયા.
મુઆવિયા સાહેબને યઝીદ નામે એક દીકરા હતા. તે સ્વચ્છ ંદી અને વ્યભિચારી હતા. તે પેાતાને વખત મેજ-શાખમાં ગુજારતા-દારૂ પીતે, જુગાર રમતા, ગાયા સાંભળતા અને નાચ-રંગ જોતા. જો કે એ મુસલમાન હતા પણ મુસલમાની ધર્મ પ્રમાણે પ્રાના અને ઉપવાસ કરતા નહિ. મુઆવિયા સાહેબ હિજરી સન. ૬૦ અને ઇ. સ. ૬૮૦-૮૧માં ગુજરી ગયા, ત્યારે યઝીદ ખિલાફતની ગાદીએ બેઠા.
હુઝરત ઇમામ હુસેન ખિલાફતના ખરા હકદાર
મદીનામાં ચાર ધણા પ્રખ્યાત અને કાબેલ માણસા હતા. તેમણે યઝીદને ખલીફતરીકે સ્વીકાર્યો નહિ. (૧) હઝરત ઇમામહુસેન, (૨) અબદુલ્લા ઇબ્ને ઝુબેર, (૩) અબ્દુરરહેમાન ઇબ્ન હઝરત અમુખકર અને (૪) અબદુલ્લા ઇબ્ને હઝરત ઉમર. હઝરત ઈમામહુસેન એ ચાર પૈકી ખિલાકૃતને વધારે લાયક હતા. એ સાહેબ બની હાશમના વશમાં પ્રખ્યાત થયેલા હઝરત મેાહમ્મદ પેગમ્બર (સ. અ.) સાહેબની પ્રખ્યાત દીકરી હઝરત ફાતમા અને હઝરત અલીના દીકરા હતા. તેથી કુળમાં આખી મુસ્લીમ દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હતા. પોતે વિદ્વાન, ધર્મચુસ્ત, સાચા અને પ્રમાણિક હતા, તેઓ ૫૭ વર્ષની પુખ્ત ઉંમરના અને અનુભવી હતા. સારાંશ કે, દરેક રીતે એ સાહેબ ખિલાફતને લાયક અને શાત્રે તેવા હતા.
યઝીદ ગાદીએ બેઠા કે તરતજ તેણે મદીનાના પેાતાના તાબાના મુલકના ગવર્નરને લખ્યું કે, મજકુર ચાર માણુસેને ખેાલાવી મારી ખિલાફતની પ્રતિજ્ઞા લેવડાવ. જો ન લે તે ચારેને મારી નાખજે. મદીનાના ગવર્નરે ઇબ્ને ઝુબેરને ખેાલાવ્યા, પણ તે બહાનું કાઢી ગયા નહિ અને તેજ દિવસે રાત્રે મક્કા જતા રહ્યા. જ્યારે હઝરત ઇમામ હુસેન સાહેબને મેાલાવ્યા, ત્યારે તેઓ ગયા - અને તેમને યઝીદને હુકમ સંભળાવ્યા તેા તેમણે કહ્યું કે, જો ખીજાએ પ્રતિજ્ઞા લે તે હું પણ લઉ. એમ કહી ખીજે દિવસે ઇમામ સાહેબ પણ મ જતા રહ્યા. બાકીના બે માણસાએ પણ એમજ કર્યું. એ પ્રમાણે ચારેમાંથી કાઇએ યઝીદને ખલીફતરીકે સ્વીકાર્યો નહિ; કારણ કે યઝીદ ખિલાફતને માટે કાઇપણ રીતે લાયક ન હતા તે આપણે ઉપર બતાવી ગયા છીએ. યઝીદતે મજકુર ચાર માણસા મઢે ગયા છે, એવી ખબર મળી કે તરતજ તેણે એક લશ્કર મકકે માકલ્યું, તે લશ્કરે મકાને ઘેરે ધાલ્યું. અબદુલ્લા ને ઝુબેરે પણ લડાઇની તૈયારી પહેલાંથી કરી મૂકી હતી; તેથી દુશ્મનના લશ્કરને હરાવી તેના સરદારને પકડી મારી નાખ્યા. આ લડાઇમાં હઝરત ઇમામહુસેન સાહેબે ભાગ લીધેા હિ. મકકામાં જૂદે ઠેકાણે તે રહેવા લાગ્યા. અહીં પણુ ઇમામ સાહેબને લેાકેાએ જ ંપીને બેસવા દીધા નહિ.
કૂફ઼ાનું આમંત્રણ
ઇરાકે અરમાં ક્રૂફ઼ા નામનુ એક શહેર છે. ત્યાંના લેાકેાએ ઇમામ સાહેબને ખિલાફતના ખરા હક્કદાર ગણી લાગલાગટ ત્રણચાર ડેપ્યુટેશન માકલી કૂફે આવવા વીનવ્યા. આખરે ઇમામ સાહેબે થાકીને પેાતાના પિત્રાઇ ભાઇ મુસ્લીમ બિન અફીલને કૂફે માકલ્યા; તે એટલા માટે કે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com