________________
૫૦.
શુભસંગ્રહ-ભાગ પાંચમ એ પ્રવાહાવલિ ત્રણ પ્રકારનાં કિરણો પ્રેરે છે એમ માલૂમ પડયું. એ કિરણે ગમે તેટલે દૂર અંધારામાં ર્જઈ શકતાં હતાં, તેમજ લોખંડ કે સીસાની દિવાલમાંથી પણ સપાટાબંધ પસાર થતાં હતાં. આ તત્ત્વ તે સાક્ષાત રેડિયમ હતું.
પણ રેડિયમની, ચામડીના રોગો મટાડવા વિષેની શક્તિની શોધ તો તદ્દન વિચિત્ર રીતે થઈ અને તે પણ પેલા B. બેકરેલની બીજી ભૂલને લીધેજ. કૈફેસર સાહેબ, જાણે પોતે રેડિયમના સર્વજ્ઞ હોય તેમ, રેડિયમની કણીઓથી ભરેલી શીશી પિતાના વેસ્ટ કેટના ગજવામાં રાખીને લંડનમાં વ્યાખ્યાનો આપતા હતા. રેડિયમનાં ભેદી કિરણે કાચ અને કપડાંની આરપાર તેમની કૂખમાં પેઠાં. રેડિયમના નિયમ પ્રમાણે બરાબર ચૌદમે દિવસે તેની અદશ્ય શક્તિએ પ્રફેસરના શરીર ઉપર લાલ લીસેટો પાડે. પછી તો એમને વેદના પણ ઘણી થઈ અને તેમાંથી એ ગંભીર વ્યાધિના ભોગ થઈ પડયા!
પણ આ બનાવ ઉપરથી વિજ્ઞાનીઓની બુદ્ધિ તે કામે વળગી અને અનુમાન બાંધવામાં આવ્યું કે આ વિલક્ષણ પદાર્થનાં કિરણે જો મનુષ્યના શરીર ઉપર આવડી મોટી અસર કરે છે તો એ મનુષ્યના રોગ મટાડવામાં પણ કેમ કારણભૂત ન થાય ? ત્યારથી જૂદા જૂદાં દર્દી ઉપર રેડિયમનો અખતરો શરૂ થયો. રેડિયમમાં એવું બળ છે કે, એનાં કિરણો વચ્ચે શરીરનાં જે તંતુએ આવે તે તૂટીને અલોપ થઈ જાય છે. દીવામાં પતંગિયાંની પેઠે રેડિયમમાં અનેક રોગજંતુઓ નાશ પામે છે.
આજે હવે રેડિયમની મદદથી રોગ ટાળવાને કેટલીક સંસ્થાઓ સ્થપાઈ છે. એ રેડિયમમાંથી કિરણના પ્રવાહ અવિરત અખંડ વહ્યા જ કરે છે અને તેને કેઈ અટકાવી શકતું નથી. બહારની ગરમી કે ઠંડી કે બીજા કેઇજ તત્તવની અસર રેડિયમપર થતી નથી; અને છતાં બીજા પદાર્થો પર અસર કરવામાં રેડિયમ ખરેખર મહાબળવાન તત્વ છે. રેડિયમનું નાનું રજકણ વર્ષોસુધી ગરમી અને પ્રકાશરૂપે વિજળીને અક જ કાઢયાજ કરે છે ! - રેડિયમનું અલૌકિક લક્ષણ તો એ છે કે, તે અકખ્ય એટલા અલ્પ સમયમાં નિરંતર પોતાનું પરિવર્તન કરતું રહે છે, જ્યારે બીજા તને બદલાતાં અસંખ્ય વર્ષો લાગે! રેડિયમમાંથી નિઃસરતા પ્રવાહે તીવ્ર અને અદશ્ય અસર કરનારા છે. તેને વેગ દરપળે વીસ હજાર માઇલથી તે પોણાબે લાખ માઈલ સુધીનો હોય છે. એટલે એ તને ચોક્કસ પ્રકારના વાર્નિશ કરેલા ખાસ ધાતુના પાત્રમાં રાખવામાં આવે છે. ગુમડાં, વિકાર, પાઠાં વગેરે ચામડીનાં દર્દો ઉપર રેડિયમ રામબાણ નીવડયું છે,
રેડિયમ મૂળ તે સૂર્ય અને તારાઓનું તત્વ છે. તે પૃથ્વીના પડે માં શી રીતે મળી આવ્યું તેને વિષે એક જાણવાજોગ હકીકત છે. આપણી સૂર્યમાળાની ઉત્પત્તિવિષે કહેવાય છે કે, સૌથી પહેલાં આકાશમાં પ્રકાશ ને અગ્નિન-નિહારિકાનો એક મોટો ગળે ફરતો હતો. એ ગાળાના ગર્ભભાગમાં રેડિયમતત્ત્વનો અપરંપાર જથ્થો પડ્યો હતો. એ ગોળાના ફરવાને વેગ એટલો તે ઝડપી હતી કે તેમાંથી જુદે જુદે વખતે જૂદા જૂદા ગોળા છઠ્ઠા પડી જઈ અનંતમાં ઉડી પડતા; પણ મુખ્ય ગાળે તેમને પોતાના આકર્ષણબળ વડે ખેંચી રાખતા. તેથી છૂટા પડેલા એ નાના ગોળા તેની આસપાસ (અને પિતાને મળેલા વેગથી પોતે પણુ) ચક્કર ચક્કર ફરતાજ રહ્યા. વખત જતે ગયે તેમ-કરોડ ને અબજે વર્ષો વીત્યા પછી, એ નાના ગોળા કરી ગયા ને પૂલ બનીને ગ્રહો થયા, પેલો મેટો તેજસ્વી ગોળ મેટો હોવાથી ધીમે ધીમે કરતે તે ગયેજ છે; પણ એનાં અગ્નિ ને પ્રકાશ હે જી એટલાં મોળાં પડયાં નથી ને તે હજી પોતાના આકર્ષણથી બધા ગ્રહોને પકડી રાખે છે. એ માટે ગેળે તે સૂર્ય આકાશમાં અનેક તારાઓ ચમકતા દેખાય છે તે નાનામોટા સૂર્યોજ છે અને તે બધામાં રેડિયમનું તત્ત્વ છે. પૃથ્વી જ્યારે સૂર્યથી છૂટી પડી ત્યારે સૂર્યના રેડિયમતને અંશ પૃવીમાં રહી ગયેલો તે અંશ આજે આપણને મળી આવે છે.
રેડિયમ આ વિશ્વનો ચમત્કાર છે. એ જીવનદાતા અને પરમાત્માનો વિભૂતિ અંશ છે. રેડિયમની શોધમાં જાણે કુદરતની કૃપા ઉતરી છે. જે કુદરત એટલી ગૂઢ, ગંભીર, અકલિત અને ભીષણ છે, તે કદરત આજ જાણે માનવજાતની પરિચર્યા કરતી મધુરી માતા બની વાત્સલ્યનાં અમી વરસી રહી છે. - રેડિયમ આવો વિશ્વતિ છે અને એ તિમાં માનવજીવનને પ્રાણ છે. ભવિષ્યમાં રેડિયમનો કેવો અદભુત ઉપયોગ થશે તે કોણ કહેશે ? ડૅ. કાન્તિલાલ પંડ્યાના વીસમી સદી” માંના લેખપરથી).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com