________________
દિહીની કથા १७-दिल्हीनी कथा
(હિંદી ભાષામાં શ્રી. ડિઝની રચનાઓએ ક્રાંતિ કરવા માંડી છે, શ્રી. ઇ ની “નહી ” નામની રચનામાંથી આ વાર્તા મેં “પ્રકાશના વાચકે સારૂ ચુંટી કાઢી છે. તેને અનુવાદ કરવામાં એ ઈચ્છા પ્રબલ છે કે, આ વાર્તા જે એક સત્ય ઘટનાને આધારે ઘડવામાં આવી છે, તે હિંદુસમાજ જુએ અને રડે. રહીને કંઈ પ્રાયશ્ચિત્ત આદરે અને તે એ કે, વિધવાઓનાં મુક્તદ્વારને ઉઘાડાં મૂકે અથવા વિધવાઓ તરફના નિષ્ફર વર્તનને માયાળુ વર્તનમાં અને વ્યભિચારની પાતકી વાસનાને પવિત્ર-વારસાની માનવયુક્ત વાસનામાં ફેરવે. આ કથામાંની માલાની માતા જેવી કેટલી હિંદુ લલનાઓ આજે હિંદુસમાજને માથે શો૫ સમાન છે ! હિંદુસમાજ બંને રીતે કેવો હણાઇ રહ્યા છે, પોતાના પાતકનું કેવું કર ફળ તે ભેગવી રહ્યું છે કે, આમાંથી હિંદુસમાજ રેશે ? જોઈને સમજશે ? વિધવાવિવાહના વિરોધીઓ કંઈ આંખ ઉધાડશે ? શામાટે આર્ય સમાજ વિધવાઓના પુર્નલગ્ન માટે ક્ટ આપે છે, તેનું રહસ્ય આમાંથી જોઈ શકશે ?
રશિયાના કાંતિકારક લેખકોએ જે જાતની રચના કરી હતી, તેણે આખા રશિયાને એકથી બીજે છેડે સળગાવી મૂક્યું. હિંદનો આજ “સંક્રાંતિકાળછે, તેમાં શ્રી. “ઉગ્ર”ની રચનાએ અગર ફેલાવા પામે છે તેવી શક્તિ ધરાવે છે, તેની આ વાનગીમાત્ર છે. કથા નાના તથા :
(અનુવાદક)
મહાત્મા ગાંધી દિલ્હી પહોંચ્યા ત્યારે કંઈ પણ બીજું કહ્યા અગાઉ મૌલાના મુહમ્મદ અલીએ કહ્યું –
“પ્રથમ આપે અહીં એક મુસલમાન યુવક મૌલા સાથે વાત કરવી પડશે. પહેલાં તેની પાસેથી હથિયારો નીચે મુકાવવા પડશે. એ અમારા લોકોની વાતજ સાંભળતો નથી.”
મહાત્મા–“ એ ક્યાં છે? ”
મૌલાના–અમે તેને ત્રણ દિવસથી અહીં રોકી રાખ્યો છે. તેનું શહેરમાં જવું, હિંદુમુસ્લિમ ઐક્ય માટે બહુજ ભયજનક હતું; કેમકે તેની પાસે કાઈની દલીલ કામ જ કરતી નથી.”
મહાત્માજી—“કેમ ? એ આપલોકની શુભ સલાહ કેમ ન માને ?”
મૌલાના–“માનવા માટે તો તે તૈયાર છે, પણ તેની માં નથી માનવા દેતી. એ કહે છે કે, બેટા! તું જેટલા વધુ હિંદુઓને મારી શકીશ, એટલું તારી માનું હદય વધુ પ્રસન્ન થશે અને તારે માટે સ્વર્ગનાં દ્વારો પણ એટલાંજ સુલભ થશે!”
મહાત્માજી–(આશ્ચર્યાથી) “એમ? કેમ મૌલાના સાહેબ! તે યુવકની માતા તેને હત્યા કરવા ઉત્સાહિત કરે છે? સ્ત્રી-દેવી-રાક્ષસીનું કામ કરે છે? એમ શા માટે ? જરાએ યુવકને તે બેલા!”
મૌલાના સાહેબના ઘસારાથી એક મુસલમાન સજજન એ યુવકને મહાત્માજીની પાસે લાવવા માટે બહાર ગયો. થોડી વાર પછી તે પેલા સજજનની સાથે તે ઓરડામાં આવતો દેખાયો.
યુવકની લંબાઈ ૫ ફૂટથી અધિક હતી. એ તપાવેલા સુવર્ણની માફક સુંદર તથા લેખંડની માફક બળવાન દેખાતો હતો. દુર અથવા પાસે-કયાંયથી પણ તેને જોઈને કોઈ તેને મુસલમાન ન કહી શકે. એ અગ્નિસમાન તેજસ્વી અને વજના જેવો કઠેર દેખાતે હતા. દેખાવમાં તે દુષ્ટ અથવા ક્રૂર પણ જણાતો ન હતો. મહાત્માજી એ યુવકને જોઈ આશ્ચર્ય પામ્યા.
યુવક મહાત્માજીને અભિવંદન કરી ઉભો રહ્યો. “ભાઈ મૌલા ! ”મહાત્માજીએ યુવકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, પણ યુવક ચૂપ રહ્યો. “ભાઈ મૌલા ! તમે મુસલમાન છો?” ધીમા અવાજે તેણે કહ્યું, “જી હા !” મહાત્મા–“તમે કુરાને શરીફ વાંચ્યું છે?” મૌલા- જી હા.”
મહાત્માજી–તે ભાઈ! તમે તમારા ભાઈ ઉપર ધર્મથી વિરુદ્ધ હથિયાર કેમ ઉઠાવ્યાં? કુરાને શરીફનું અધ્યયન મેં પણ કર્યું છે, પણ તેમાં મને ક્યાંય એ ઉપદેશ ન જણાય કે જેથી ઉત્તેજિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com