________________
શુભસંગ્રહ-ભાગ પાંચમે તેણે મને પગવતી ઠેસ મારતાં ઉત્તર દીધે–
એ નહિ બની શકે. હું તને મારી સ્ત્રી બનાવીને મને બદનામ કરવા નથી માગતો.” મેં ક્રોધથી કહ્યું “તે શું તેં મારો ધર્મ ભ્રષ્ટ નથી કર્યો ? આ ગર્ભ તારે. નથી શું?”
દુર્ભાગ્ય! આ ગર્ભ મારાથીજ છે, પણ હું તેને મારે સ્વીકારવા તૈયાર નથી ! સમાજ મારી વાત ઉપર અધિક વિશ્વાસ લાવશે. વિધવાઓના દુશ્ચચરિત્રને કોણ નથી જાણતું? અગર સતીજ હોત તો પરપુરુષ સાથે તું વ્યભિચારજ ન કરત. હવે કાશી જવામાં જ તારૂ ભલું છે.”
એટલું જણાવી એ રાક્ષસ મારી પાસેથી ચાલ્યો ગયો, મને ચોતરફ અંધકાર-અંધકારજ દેખાવા લાગ્યો. હું મૂર્ણિત થઈને નીચે પડી ગઈ.
તે દિવસે મેં મારાં તમામ ઘરેણાં એકત્ર કરી લીધાં અને આગલી રાત્રે હું ઘેરથી બહાર નીકળી ગઈ. તે સમયે મારા ગર્ભમાં આજ મૌલા હતા, શરીર પર સામાન્ય વસ્ત્ર અને હાથમાં ઘરેણાંની પોટલી; મારી આગળ પાછળ કોઈ ન હતું !”
“મને શહેરને કોઈ પણ રસ્તો જાણી ન હતો. ઈશ્વરનું નામ લઈને, રસ્તા શોધવાનું કામ મેં મારા કમળ પગને સોંપ્યું હતું. એકાદ કલાક ચાલ્યા પછી મને એક પોલીસને સિપાઈ મળ્યો. અંધારી રાત્રે, એકલી યુવાન સ્ત્રીને જોઈ સિપાઈનું નવાઈ પામવું યોગ્ય હતું. તેણે અધિકારના સ્વરથી પૂછયું–
ક્યાં જાય છે ?
હું ગભરાઈ રહી. મને કે ઉત્તર સૂઝતો ન હતો. એટલામાં પાસેની મસીદમાંથી મુલ્લાને અવાજ સંભળાયો. મેં કંઈ પણ વિચાર્યા વિના જ પોલીસવાળાને ઉત્તર દીધો-મજીદના મુલ્લાં સાહેબની બેટી છું, તેની પાસે જાઉં છું ! ”
“ફરી તેણે મને કોઈ પણ પ્રશ્ન કર્યો નહિ. હું રસ્તો કાપતાં કાપતાં ધીમે પગલે મજીદની ચાર દિવાલોની અંદર ચાલી ગઈ !
“મને રડતી જોઈ વૃદ્ધ મુલ્લાએ પૂછ્યું-“બેટી! રડે છે કેમ? તું ક્યાંથી આવે છે? મેં મારી આખી કથની સંભળાવી વૃદ્ધ મુલ્લાને કહ્યું કે-“આપ મને મુસલમાન બનાવી , પણ મારી ઈજજત-આબરૂ અને મારા બાળકની રક્ષા કરો. આ૫જ આજથી મારા પિતા થયા.”
પ્રભુ એ વૃદ્ધ મુસલમાન મુલ્લાંનું ભલું કરે. તેણે મને આશ્વાસનપૂર્વક પોતાને ઘેર રાખી. એ વૃદ્ધની પવિત્રતા, મનુષ્યતા અને પ્રમાણિકતા જોઈને હું દિંગ થઈ ગઈ. મુસ્લિમોમાં કાઈ ભલો આદમી થતાજ નથી, એ મારો ભ્રમ, એ મુલ્લાંના વ્યવહારથી દૂર થઈ ગયા. લોકે તેને પૂછતા તો તે કહેતા કે તેની વિધવા ભત્રીજી હતી. તેણે મને ઇસ્લામની દીક્ષા આપીને મારૂં નામ “જદૂર રાખ્યું. તેનેજ ઘેર મારું બાળક મૌલા ઉત્પન્ન થયું. તેને તેણે પાળે, પાળ્યો, ભણાવ્યો, ગણાવ્યો અને એ તો ગ્ય બનાવવામાં આવ્યો કે પોતાની માતાના હુકમથી જઘન્યનારકી હિંદુસમાજમાં ખળભળાટ મચાવી શકે.”
શરૂઆતથી જ મેં મૌલાને હિંદુ-દ્રોહની શિક્ષા આપી છે. પ્રથમથી જ મેં તેને શીખવ્યું છે કે, એક એક હિંદુની હત્યાથી હજારો બહિસ્ત-સ્વર્ગ મળે છે. દુનિયામાં જે કંઈ પુણ્ય છે તે તે હિંદુને મારવામાં અગર કંઈ પુષત્વ હોય તો તે હિંદુઓની હસ્તી મટાડવામાં ! મારો પુત્ર જ્યારે મને પ્યારથી પૂછતો કે “મા! મારા અમ્બા-પિતા કયાં છે ? ' ત્યારે હું અપમાન અને શોકથી વ્યગ્ર થઈ ઉઠી ઉત્તર દેતી કે “દુર્ભાગી ! તારી ઉત્પત્તિ પહેલાં જ તારા પિતા સ્વર્ગની તરફ ચાલતા થયા છે.'
સાદ-ભોળો બાળક પૂછત-એ ક્યારે આવશે માતા !”
હું જવાબ દેતી “જ્યારે તું મજબૂત થઈને સો-બસે હિંદુઓને મારી શકીશ ત્યારે તારા પિતા અહીં આવશે–ત્યારે તું તેની ગોદમાં બેસીને રમી શકીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com