Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
એક સ્ત્રી ગાઢ વનમાં ઉત્પન્ન થઈ છે. અને જે જગતમાં ઉત્તમલક્ષણવાલી બની છે. ચારે બાજુ વીંટળાયેલી છે. અને જેને હાથમાં ધારણ કરી છે, જેણે સર્વ લોકનો ઉધ્ધાર ક્યું છે. તે ચારણી (લોટ ચાળવાની )
(૮)
આ રીવાઈf gવા ? વિંટુનદં મ ?િ વિ પવUITો વવ ? લિવયં જિંદપાવું?રા (દિ-દમUT)
વસ્ત્રોમાં શ્રેષ્ઠ શું ? પડિ - વસ્ત્ર - મઢેશમાં દુર્લભ શું ? કે-પાણી, પવનથી ચપલ શું ? મન, દિવસે કરેલું પાપ કોણ હરણ કરે ? પડિક્કમણ – પ્રતિક્રમણ.
વીરસેનરાજા સમસ્યાઓ પૂરી કરે છે. તે રાજપુત્રીઓ સુંદર ઉત્સવપૂર્વક તેને વરે છે. વીરસેન કુમારને રાજાએ શ્રેષ્ઠ વસ્ત્રોના દાનપૂર્વક હાથી – ઘોડા અને મણિના સમૂહો આપ્યા. વીરસેન આઠ કન્યાઓ સહિત પોતાના નગરમાં આવીને માતા-પિતાનાં ચરણોને નમીને ઘણો આનંદ કરવા લાગ્યો. એક વખત ભીમસેન રાજાએ વીરસેન પુત્રને સારા ઉત્સવપૂર્વક રાજ્ય આપીને ગુરૂપાસે સંયમરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી, તીવ્રતપ કરતાં ભીમસેન મુનિ ક્વલજ્ઞાન પામીને એક્વખત પુત્રને પ્રતિબોધ કરવામાટે અનુક્રમે ત્યાં આવ્યા.
એક વખત પિતાની પાસે વીરસેન રાજા ધર્મ સંભાલવા માટે ગયો. તે વખતે જ્ઞાનીએ આદરપૂર્વક આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યો :
: સત્ન , મુત્તત્તિ:, : સદ્દબુદ્ધિ વિધેય વરVITUT: | : સુમ":? શુમવાદી, વિશ્વવિનr? નિતન્નાથ: રૂા.
ક્લાવાળો કોણ ? પુણ્યની રુચિવાળો, સારી બુધ્ધિવાળો કોણ ? - જેની ઇન્દ્રિયોનો સમૂહવિધિવાળો હોય – કબજામાં હોય તે, સૌભાગ્યશાળી કોણ? શુભવાદી હોય તે, વિશ્વને જીતનારો કોણ? જેણે ક્રોધ જીજ્યો છે તે. જે દઢવ્રતવાળા - બ્રહ્મચારી મૈથુનને સેવતા નથી તે સારાવતવાળા સંસાર સમુદ્રનો પાર પામે છે.
उत्तम जणेण संगो, जइ किज्जइ कहवि नेह पडिबंधो; सो जम्मेवि न विहडइ, सच्चंचिय पत्थरे रेहा ॥३४॥
ઉત્તમ માણસ સાથે કેમ કરીને સ્નેહનાં સંબંધરૂપ સંગ કરાય તો તે પત્થરમાં કરેલી રેખાની જેમ ખરેખર આવતા જન્મમાં છૂટતો નથી.