Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 496
________________ ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની કથા ૪૫૧ શ્રી મહાવીરદેવની મુક્તિથી એકસોને પંચાવન વર્ષ ગયે છતે ચંદ્રગુપ્તરાજા થયો. (૧) અહીં આગળ પૃથ્વીતલને પાવન કરતાં સુરાચાર્યને નગરીના બાહય ભાગમાં તરતજ સમવસર્યા. તે પછી રાજા ત્યાં જઈને ગુરુરાજનાં બે ચરણોને નમીને જેટલામાં ધર્મ સાંભળવા ગયો. ત્યારે શ્રીગુરુ બોલ્યા કે:- નિદ્રાને અંતે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું. તે પછી દેવપૂજાનો વ્યાપાર કરવો. (કાર્ય કરવું.) સાધુઓને પ્રણામ કરવો. પ્રમાદનો ત્યાગ કરવો. સિદ્ધાંતના તત્વને સાંભળવું. સર્વને ઉપકાર કરવો. પવિત્ર વ્યવહાર કરવો. ઉત્તમ પાત્રના દાનમાં પ્રેમ કરવો. લ્યાણવડે નિર્મલ ધર્મકાર્યમાં રક્ત થવું. આવા પ્રકારની મનુષ્યોની સ્થિતિ વખાણવા લાયક છે. ઈત્યાદિ ધર્મ સાંભળીને ચાણક્ય અને ચંદ્રગુપ્ત સમ્યક્તઆદિથી યુક્ત શ્રાવકધર્મ આદરથી ગ્રહણ કર્યો. તે પછી રાજા ન્યાયમાર્ગવડે હંમેશાં પ્રજાનું રક્ષણ કરતો ચાણક્ય મંત્રી સહિત ધર્મકાર્યો કરે છે. વિષમ પ્રદેશમાં રહેતા નંદરાજાના સેવકે ગુપ્ત માર્ગે ચંદ્રગુપ્તના રાજ્યમાં ચોરી કરે છે. નગરીની રક્ષા કરનારા કોઈક માણસની તપાસ કરતો નિર્મલ બુદ્ધિવાળો ચાણક્ય કંઈક કેળીના ઘરમાં ગયો. મકડાના દરમાં અગ્નિને નાંખતા કોળીને જોઈને તે વખતે ચાણક્ય બોલ્યો કે તારાવડે આ શું કરાય છે? કોળીએ કહયું કે મારા પુત્રોને ઉપદ્રવ કરનારા મંકોડાઓને હું મૂલમાંથી ઉખેડી નાંખતો હું અહીંયાં રહું છું. ચાણક્ય બુદ્ધિ અને વ્યવસાયવડે શ્રેષ્ઠ કોળીને વેગથી જાણીને ચંદ્રગુપ્તની આગળ તે કહયું. ત્યાં ચંદ્રગુપ્તવડે ચાણક્ય કોળીને બોલાવીને એકદમ શત્રુઓને દવા માટે નગરના અધ્યક્ષ-લેટવાળ ર્યો (બનાવ્યો) તે કોળીએ અનુક્રમે નંદરાજાના સેવક એવા ચોરોને ઈગત આકાર આદિવડે ઓળખીને વિશ્વાસ પમાડી પ્રપંચથી મારી નાખ્યા. ચાણક્ય પહેલાં જે ગામમાં ભિક્ષા પામ્યો ન હતો. તેઓને શરુઆતમાં શિક્ષા આપીને ફરી ફરી આ પ્રમાણે કર્યું. તમારા જેવાઓએ દીન-દુ:ખી ને તપસ્વી આદિ જીવોને આદરપૂર્વક હંમેશાં પોતાની સંપત્તિને અનુસાર દાન દેવું જોઈએ. न कयं दीणुद्धरणं, न कयं साहम्मियाण वच्छल्लं। हिययम्मि वीयराओ, न धारिओ हारिओ जम्मो॥१॥ अभयं सुपत्तदाणं, अनुकंपा उचिअ कित्तिदाणंच।। दोविहिं मुक्खो भणिओ, तिन्निवि भोगाइयं दिति ॥२॥ જેણે દીનનો ઉદ્ધાર ક્યું નથી. જેણે સાધર્મિષ્મ વાત્સલ્ય ક્યું નથી. હદયમાં વીતરાગ ભગવંતને ધારણ ક્ય નથી. તે મનુષ્ય જન્મ હારી ગયો છે. (૧) અભયદાન– સુપાત્રદાન– અનુકંપાદાન– ઉચિત–ને કીર્તિદાન. તે પાંચ દાનોમાંથી બે દાનવડે મોક્ષ કહયો છે. ને ત્રણ દાનો ભોગ આદિ આપે છે. તે પછી નિરંતર દાન આપતો રાજા કર્ણ આદિ દાનેશ્વરીઓની શ્રેણીમાં અનુક્રમે રેખાને પામ્યો. ચંદ્રગુપ્તના ખજાનાને થોડો જાણીને ચાણક્યૂ સોનામહોરોવડે થાલ ભરીને લોકોને આ પ્રમાણે કહેવા લાગ્યો. મારી સાથે પાસાવડે જુગાર રમતાં જે મનુષ્ય મને જીતી જાય, તે આ સોનામહોરથી ભરેલો થાલ મારી પાસેથી ગ્રહણ કરે. જુગાર રમતો હું જે મનુષ્યને જીતું તે મનુષ્ય મને એક સોનામહોર આપે. પથ્થરમાં કરેલી રેખા જેવું આ મારું વચન છે. તે પછી જ્યને આપનારા દિવ્ય પાસાઓ વડે જુગાર રમતા ચાણક્ય લોકો પાસેથી ત્રણકરોડ પ્રમાણ સોનામહોરો ઉપાર્જન કરી. ચાણક્ય ચંદ્રગુપ્ત રાજાના ભંડાર માટે દરેક શેઠ પાસે પ્રગટપણે સો સો સોનામહોર માંગે છે. તે વખતે શ્રેષ્ઠીઓ બોલ્યા કે અમારા ઘરમાં લક્ષ્મી થોડી છે. તેથી અમારાવડે

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522