Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 505
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર શા માટે માંગે છે. મંત્રીએ કહયું કે કાણિી શબ્દવડે રાજ્ય હેવાય છે. અનુક્રમે અદભુત ગાયનક્લાવાલા તેને પોતાનો પુત્ર કુણાલ છે એમ જાણીને રાજાએ કહયું કે હે પુત્ર! તું રાજ્ય માંગે છે. પણ હમણાં (તો) અંધ છે. કુણાલે કહ્યું કે હે પિતા ! હમણાં તમારા પ્રસાદથી શ્રેષ્ઠ લક્ષણોથી લક્ષિત પુત્ર મને થયો છે. હે અશોકશ્રી ! તે કામદેવ સરખા રૂપવાલા મારાપુત્રને મહેરબાની કરીને હમણાં રાજ્ય આપો. કુણાલના પુત્રને ત્યાં મંગાવીને તુષ્ટ થયેલા રાજાએ રાજ્ય આપીને રાજાએ તેનું નામ સંપ્રતિ આપ્યું. અશોશ્રીરાજા જૈનધર્મને કરતો સમાધિવાલો સ્વર્ગલોક્ના સુખને પામ્યો. અનુક્રમે કુણાલ પણ સ્વર્ગલોકના સુખને પામ્યો. અનુક્રમે વૃદ્ધિ પામતો ધર્મમાં તત્પર એવો સંપ્રતિરાજા રામની પેઠે ન્યાયમાર્ગવડે જનતાનું પાલન કરતો હતો. અનુક્રમે ભરતાર્થને સાધતાં પ્રચંડશાસનવાળો તે ઇન્ડસરખો પરાક્રમી થયો. ૪૦ એક વખત સંપ્રતિરાજા ઉજ્જયિની નગરીમાં પોતાના મહેલના ગોખમાં રહેલો દરેક દિશાએ નગરીની શોભા જોતો હતો. તે વખતે તે નગરમાં આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિસૂરિ જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે તે બન્ને ત્યાં આવ્યા. ઉત્સવ કરતે ધ્યે ઘણા લોકોવડે સેવનકરાતો રથયાત્રા માટે જીવંતસ્વામીનો રથ નીક્ળ્યો. આર્યમહાગિરિવડે– આર્ય સુહસ્તિસૂરિવડે સઘળા સંઘવડે અનુસરાતો તે રથ ચારે તરફ નગરીની અંદર ભમતો હતો. રાજ્યમંદિરના દ્વાર પાસે રથ આવે તે ગોખમાં રહેલા સંપ્રતિરાજાએ તે વખતે સુહસ્તિસૂરિને જોયા. ને તે વિચાર કરવા લાગ્યો કે મારા વડે પહેલાં આ મુનીશ્વર કોઇ ઠેકાણે જોવાયા છે. આ પ્રમાણે ઊહાપોહ કરતા રાજા મૂર્છાવડે પડી ગયા. સરસ એવા ચંદનવડે સિંચનકરાતા ને પંખાવડે વીંઝાયેલા એવા રાજા જાતિસ્મરણજ્ઞાન પામીને ઊભા થયા. જાતિસ્મરણજ્ઞાનથી આર્યસુહસ્તિસૂરિના પૂર્વજન્મના ગુરુ જાણીને ગોખમાંથી એક્દમ ઊતરીને રાજાએ ગુરુનાં ચરણોમાં નમસ્કાર કર્યાં. વિધિવડે આચાર્યોને વંદન કરીને સંપ્રતિરાજાએ પૂછ્યું કે ધર્મકરનારા પુરુષને શું ફલ થાય ? આર્યસુહસ્તિસૂરિએ કહયું કે સ્વર્ગ અને અનુક્રમે મોક્ષફળ થાય. સંપ્રતિરાજાએ પૂછ્યું કે સામાયિકનું શું ફલ થાય ? આચાર્યે ક્હયું કે હે રાજન ! અવ્યક્ત સામાયિકનું ફલ જિનેશ્વરોએ અને ગણધરોએ રાજ્ય વગેરે ક્હયું છે. કહયું છે }: सामाइयं कुणतो समभावं सावओ घडीयदुगं । મારું રેવુ વંધર, કૃત્તિવમેત્તારૂં પનિયારૂં શા સમભાવપૂર્વક બેઘડીસુધી સામાયિક્ત કરતો શ્રાવક કેટલા પલ્યોપમસુધી દેવતાને વિષે આયુષ્ય બાંધે છે ? . बाणवई कोडीओ, लक्खा गुणसट्ठिसहस पणवीसा; नव सय पणवीसजुआ, सतिहा अडभाग पलियस्स ॥२॥ બાણું કરોડ– ઓગણસાઇઠ લાખ –૨૫ હજાર– નવસોને પચ્ચીસ પલ્યોપમના આઠ ભાગના ત્રણ ભાગ સહિત આટલું આયુષ્ય એકસામાયિકની પુણ્યસંખ્યા છે. પૌષધની પુણ્ય સંખ્યા ૨૭૦ કરોડ– ૭૩ કરોડ–૭૭ લાખ–૩૩ હજાર, સાતસોને સિત્તેોત્તેર (૭૭૭) અને એક પલ્યોપમના નવ ભાગ કરીએ એવા સાત ભાગ., આટલું છે એક દિવસની દીક્ષાનું લ.:

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522