Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 507
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર ભવોને આપે છે. કે ક્હયું કે– હે ઉત્તમ ગુરુ ! તો મને સાધુ કરો. (બનાવો) તે પછી ગુરુમાં મુગટસરખા એવા તેમણે આ પ્રમાણે જ્ઞાનથી હદયમાં જાણ્યું. આ રંક નિશ્ચે શાસનનો આધાર થશે. કારણ કે આ રંક મનુષ્ય વિનયવાલો દેખાય છે. કહયું છે કે : ર विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । વિળયાર વિષ્વમુસ્ત, વસો ધમ્મો સોતવો? in विए सिस्सपरिक्खा, सुहउ परिक्खाय होइ संग्गामे । वसणे मित्तपरिक्खा, दाण परिक्खाय दुक्काले ॥२॥ नाञ्जितानि नयनानि मृगाङ्गनानां, को वा करोति रुचिराङ्गरूहान् मयूरान् । क श्चोत्पलेषु दलसञ्चयमातानोति, को वा करोति विनयं कुलजेषु पुंस्सु ॥ १ ॥ શાસનને વિષે વિનય એ મૂલ છે. જે વિનીત હોય તે સાધુ થાય. વિનયથી રહિતને ધર્મ ક્યાંથી હોય ? અને તપ ક્યાંથી હોય? (૧) શિષ્યની પરીક્ષા વિનયમાં થાય છે, સુભટની પરીક્ષા યુદ્ધમાં થાય છે મિત્રની પરીક્ષા સંકટમાં થાય છે અને દાનની પરીક્ષા દુષ્કાલમાં થાય છે. (૨) હરણીઓનાં નેત્રો કેનાવડે અંજાયાં ? સુંદર પીંછાવાલા મયૂરોને કોણ કરે છે ? કમળનેવિષે પાંદડાંઓના સમૂહને કોણ વિસ્તારે છે ? કુલવાન પુરુષોને વિષે વિનયને કોણ કરે છે ? (મૂકે છે?) તે પછી તે રંકને યોગ્ય જાણીને તે વખતે તેને જલદીથી સંસારસમુદ્રને તારવામાં હોડી સરખી દીક્ષા આપી, સન્માન આપવા પૂર્વક શ્રેષ્ઠ આહાર ખવરાવી શ્રાવિકાના ઉપાશ્રયમાં સાધુઓને વંદન કરાવવા માટે તે મોક્લાયા. વૃદ્ધ (મોટાં) એવાં સાધ્વીઓવડે અને સુંદર એવી શેઠાણીઓવડે તે ટૂંક મુનિ આદરપૂર્વક મોટા આલાપપૂર્વક વંદન કરાયા. પૂજ્ય અને રાજપુત્રી એવાં હજારો સાધ્વીઓના સમૂહવડે અનુસરાય છે. તો પણ તેઓ માન કરતા નથી. પરંતુ તેઓ તે સાધુને માન આપે છે. એક દિવસના દીક્ષિત એવા ભિખારીની સન્મુખ પૂજ્ય સાધ્વી– ચંદના– આસન ગ્રહણ (કરવા) ઇચ્છતાં નથી. તે વિનય સર્વ સાધ્વીઓને હોય છે. જયારે તે રંક સાધુને સાધ્વીઓએ આદરપૂર્વક વંદન કર્યું. ત્યારે તે સાધુ વિચારવા લાગ્યો કે આ જૈનધર્મ અત્યંત શ્રેષ્ઠ છે. અહીં મારું ભાગ્ય છે કે– આ ઉત્તમ ગુરુએ આવા પ્રકારના શંક એવા મને આદરપૂર્વક દીક્ષા આપી. કહયું છે કે : विना गुरुभ्यो गुणनीरधिभ्यो, जानातिधर्मं न विचक्षणोऽपि, विना प्रदीपं शुभलोचनोऽपि, निरीक्षते कुत्र पदार्थसार्थम् ॥ १ ॥ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया । नेत्र मुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥१॥ -

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522