Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 520
________________ ૪૭૫ તરંગના શોથી શોભતું ભરત (રાજા) ના યશના રાશિ જેવું આ ભારત સરોવર શોભે છે. કંઈક પવનથી કંપાયમાન થયેલા તરંગોની શ્રેણીઓવડે સુંદર કપર્દિ યક્ષના સરોવરને તું જો, તે તેના સુખને માટે નથી? મુક્તિરૂપી સ્ત્રીની શોભા જોવામાં દર્પણ સરખું વિકાસ પામતા ભાગવાલા મુનિના તલાવને (ચંદનતલાવડી)તમે જુઓ તમે જુઓ. સર્વતીર્થવતાર નામના સારા પાણીવાલા ચાંદ અને સૈર કુંડ છે. અને બીજા પણ કુંડે સર્જન કરનાર બનાવનારનાં નામવડે છે. હે દેવો તમે જુઓ.. यदाशत्रुञ्जये साधुः, पूजितो वा स्मृत: स्तुतः। श्रुतो वा दृक्पथं प्राप्तस्तदा कर्मक्षयो भवेत्॥ જયારે શ્રી શત્રુંજયગિરિઉપર સાધુ પૂજાયા હોય, યાદ કરાયા હોય. સ્તુતિ કરાયા હોય, સંભળાયા હોય. દષ્ટિમાર્ગમાં પ્રાપ્ત થયા હોય ત્યારે કર્મનો ક્ષય થાય. આ શત્રુજ્યગિરિ પાપીઓને શલ્યરૂપ છે. ધર્મઓને સર્વ સુખ આપનારો છે. કામી પુરુષોને ઈચ્છિત આપનારો છે. એવો શત્રુંજયગિરિ જય પામો. તપ વિના–દાનવિના-પૂજાવિના ફક્ત સારાભાવથી સિદ્ધક્ષેત્રની સ્પર્શના અક્ષયસુખને આપનાર છે. હે રાજન ! શત્રુંજય સમાન તીર્થ આદિવ સરખા પ્રભુ-જીવદયા સરખો ધર્મ ત્રણે જગતમાં નથી. જે ત્રણ ભુવનમાં ઈન્દ્રઆદિદેવો અને દેવીઓ પણ હંમેશાં જે તીર્થરાજાને સદગતિની ઇચ્છાવડે સેવે છે. બીજે ઠેકાણે શુદ્ધ બુદ્ધિવાલો પ્રાણી શુભધ્યાનવડે કોડપૂર્વવડે જે પુણ્યકર્મ બાંધે છે. તે અહી એક મુહૂર્તમાં નિચ્ચે બાંધે છે. અન્યતીપુ યાત્રી, - શતૈઃ પુછ્યું વેતૃUTYI तदेकयात्रया पुण्यं, शत्रुञ्जयगिरौ स्फुटम्॥ અન્યતીર્થોમાં સેંકડો યાત્રાઓડેમનુષ્યોને જે પુણ્ય થાય છે. તે પુણ્ય રાખ્યુંજયગિરિને વિષે એકમાત્રાવડે પ્રગટ પણે થાય. અહી અનંતા જિનેશ્વરે આવ્યા છે. અને અહીં ઘણા સિદ્ધો થયાં છે. અસંખ્યાતા મુનિઓ પણ મોક્ષમાં ગયા છે. તેથી આ તીર્થ મહાન છે. ચૈત્રમાસની પૂર્ણિમાના દિવસે પુંડરીકગિરિ ઉપરથી મનુષ્યો સ્વર્ગ અને મોક્ષનાંખો હાથમાં રહેલાં કરે છે. આ સાંભળી રાજાએ સર્વસંઘ સહિત જઈને–નદ–નદી–આદિ શિખરોને વિષે (રહેલા) જિનેશ્વરોની પૂજા કરી. તે પછી ધર્મ પરાયણ રાજાએ પોતાના નગરમાં આવીને ઘણા ભવ્યજીવો પાસે સર્વશની પૂજા કરાવી. હર્ષિત ચિત્તવાલા સંપ્રતિરાજા હંમેશાં જૈન ધર્મને કરતાં મુક્તિગમનને યોગ્ય ઘણા ધર્મને (પુણ્યને) ઉપાર્જન કર્યો. આ પ્રમાણે શ્રી શત્રુંજયના ઉતારવાલી શી સંપતિ રાજાની કથા સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522