Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 519
________________ ૪૪ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર બ્રહ્મગિરિ-ઉદયગિરિ-અને અર્જુગિરિ વગેરે શ્રેષ્ઠ એવા એકસો ને આઠ શિખરોવડે આ પર્વત શોભે છે. સર્વ કાણે સિદ્ધાયતનીવડે અને અરિહંતનાં મંદિરોવડે સુશોભિત યક્ષમંદિરોવડે યુક્ત આ સિરિૌલ શોભે છે. યક્ષ-કિન્નર ગંધર્વ અને વિદ્યાધરદેવોના સમૂહરડે અને અપ્સરાઓવડે સેવ્ય શ્રી રાગુંજ્યગિરિ શોભે છે. અહી પવિત્રએવી ગુફાઓમાં મોક્ષ પામવાની ઇચ્છાવાલા એવા યોગીઓ વિદ્યાધરો–મનુષ્યો ને નાગકુમારો અરિહંતમય તેજનું ધ્યાન કરે છે. रसकूपी- रत्नखानि - दिव्यौषधिभिरन्वितः। सदा शत्रुञ्जयोऽस्त्येष, सर्वपर्वतगर्वभित्॥ कस्तूरीमृगयुथैच, मयूरैमत्तकुञ्जरैः । सञ्चरच्चमरीवृन्दैः सर्वतो भात्ययं गिरिः॥ परस्परं विरूद्धा ये, सत्त्वा आजन्मतोऽपि ते। त्यक्तवैरा रमन्तेऽत्र जिनानाविलोकिनः ॥ હંમેશાં આ શત્રુંજયગિરિ રસકૂપિકાઓ–ર–ખાણો–અને દિવ્યષધિઓવડે યુક્ત સર્વ પર્વતના ગર્વભેદનારો છે. કસ્તૂરીમૃગના સમૂહોવડે મયૂરેવડે – મૉન્મત્ત હાથીઓવડે ફરતી એવી ચમરીગાયના સમૂહોવડે આ પર્વત ચારે તરફથી શોભે છે. જે પ્રાણીઓ જન્મથી માંડીને પરસ્પર વિરોધવાળા વિરવાળા) છે. તેઓ પણ વેરનો ત્યાગ કરી જિનેશ્વરના મુખને જોનારા અહી આનંદ પામે છે. આ તરફ પૂર્વસમુદ્ર તરફ ગમન કરનારી જાણે જોનારાઓને સાંભળનારાઓને પણ પુણ્યની રેખા હોય એવી નદીને તું જો.તાલધ્વજ પર્વતના મધ્યભાગમાં તે શત્રુંજયનદી સમુદ્રના ક્વિારા તરફ ભ્રમણ કરતી(જી) અહીં શોભે છે. ઉત્તરદિશામાં નિર્મલપાણીથી પ્રાપ્ત કર્યો છે મહાનઉદય જેણે એવી, ખીલેલાં છે કમલ જેમાં એવી ઈન્દ્રવર્ડબનાવેલી ઐન્દ્રી નામની નદી છે તેને તું જો. દિવ્ય પાણીના લ્લોલથી શોભિત કમળના મધ્યભાગમાં રહેલાં હંસ અને સારવડે સેવાયેલી કપર્દિકા નદીને તું જ, પ્રભુની પશ્ચિમ દિશાના ભાગમાં વિશ્વને ઉપકાર કરનારી પાણીથી ભરેલી પાપને હરણ કરનારી એવી બ્રાહ્મી નદી છે. તથા-શત્રુંજયાઐન્દ્રીકપિલા-ચમલા-તાલધ્વજી યક્ષાંગા-બ્રાહ્મી–માહેશ્વરી–સાભ્રમતી-બલા–પિવરતોયા જ્યન્તિકા-અને ભદ્ર-આચૌદ મહાનદી છે. પૂર્વદિશામાં ઘણી શોભાવાનું અદભુત સૂર્યોદ્યાન છે. દક્ષિણ દિશામાં સ્વર્ગના ઉદ્યાન સરખી કાંતિવાનું સ્વધાન છે. પશ્ચિમદિશામાં હે દેવો ! સુંદર અને મોટું ચંદ્રોદ્યાન છે. અને ઉત્તર દિશામાં લક્ષ્મીવિલાસ નામનું આ વન છે. ચારે દિશાઓમાંથી આવતાં લક્ષ્મીના અંબોડા સરખાં આ ઉદ્યાનોવડે આ શત્રુંજ્ય પર્વત દીપતો હતો. ધર્મેન્દ્રના આદેશવડે કુબેરવડે બનાવેલ કુંડ છે. પાપના સમૂહને નાશ કરનાર ઐન્દ્રપુર છે. સુરાયમાણ ચાદની સરખા પાણીના

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522