Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 518
________________ ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની થા જયાં જગદ્ગુરુ ઓગણો સિત્તેર કોડા કોડી. – પંચાશી લાખકોડ. અને ચુમ્માલીસ હજાર કોર્ડ વખત પાદુકાના સ્થાને (રાયણ પગલાંના સ્થાને) આવ્યા. તે સર્વતીર્થના ફ્લને આપનાર સિદ્ધાચલને હું નમસ્કાર કરું છું. જ્યાં સુધી આ શત્રુંજ્યતીર્થની પૂજા નથી કરી ત્યાં સુધી તેનો ગર્ભાવાસ છે. (તે ગર્ભમાં છે.) ધર્મતો દૂર રહો. જોવાયેલો જે વિમલગિરિ દુર્ગતિને હણે છે. નમન કરાયેલો બે દુર્ગતિને હણે છે. (નરક–ને તિર્યંચગતિ) અને સંઘપતિ અને અરિહંતપણાના પદને કરનારો છે તે ય પામો. महास्नात्रमहापूजा - ध्वजवारिकयान्विता; संघपूजेतिकृत्यानि - पञ्चः सङ्घाधिपः क्रियात् ॥ મહાસ્નાત્ર–મહાપૂજા–દંડયુક્ત જપૂજા ને સંઘપૂજા આ પાંચ કાર્યેા સંઘપતિ કરે. દ્રાવિડ અને વારિખિલ્લ–દશક્રોડયતિસહિત નિર્મલ કેવલજ્ઞાન પામી શ્રીશત્રુંજયઉપર મોક્ષ પામ્યા છે. જેમ ચૈત્રમાસની પૂનમના દિવસે પુંડરીક મોક્ષમાં ગયા તેવી રીતે કાર્તિકમાસની પૂનમના તેઓ (દ્રાવિડ–વારિખિલ્લ) મોક્ષમાં ગયા તેથી તે આ બન્ને પર્વ કયાં છે. सिंहव्याघ्राहिशबर - पक्षिणोऽन्येऽपि पापिनः । दृष्ट्वा शत्रुञ्जयेऽर्हन्तं, भवन्ति स्वर्गगामिनः ॥ 893 પાપી એવા સિંહ–વાઘ–સર્પ-ભિલ્લ–પક્ષીઓ અને બીજા પણ જીવો શ્રી શત્રુંજયગિરિઉપર અરિહંતને જોઈને સ્વર્ગમાં જનારા થાય છે. જેઓવડે સુર–અસુર અને મનુષ્ય આદિભવમાં શ્રીશત્રુંજયગિરિને જોવાયો નથી તેઓ મોક્ષના ઉદયને ભજનારા નથી. अन्यतीर्थेषु सद्ध्यान, शीलदानार्चनादिभिः । यत्फलं स्यात्तदधिकं, शत्रुञ्जयकथाश्रुते: ।। અન્યતીર્થોમાં ઉત્તમઘ્યાન–શીલ-દાન અને પૂજા આઘ્ધિડે જે લ થાય, તેનાથી અધિકફલ શ્રી શત્રુંજ્યની કથા સાંભળવાથી થાય. ભવનપતિના ૨૦–ઇન્દ્રો, ૩૨ વ્યંતરના ઇન્દ્રો,–૨–જ્યોતિષીના ઇન્દ્રો, ઊર્ધ્વલોકમાં નિવાસ કરનારા–૧૦–ઇન્દ્રો આ પ્રમાણે ચોસઠ ઇન્દ્રો ઘણા દેવોવડે વીંટાયેલા જગતના નાથથી વિભૂષત–(શોભિત) એવા શ્રી શત્રુંજ્યને આદરથી નમસ્કાર કરતા હતા. આશ્ચર્ય છે કે–અનુપમ કિરણવાલા– મોટાં તૈયાર એવાં રત્નોવડે પવિત્ર અને ચિતરેલો હોય એવો સર્વતેજથીયુક્ત આ પર્વત શોભે છે. સોનાનાં શિખરોવડે શોભાથી ભરેલો આ ગિરિરાજ સર્વપર્વતનો નાથ હોવાથી મુગટોવડે શણગારેલો છે. કાબરચીતરું કર્યું છે આકાશ જેણે એવાં સોનાં–રુપાં અને રત્નો આદિનાં શિખરોવડે એકીસાથે આકાશ અને પૃથ્વીને પવિત્ર કરતો મનુષ્યોનાં પાપને હરણ કરનારો આ ગિરિરાજ છે. સુવર્ણગિરિ

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522