Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની ક્યા
तावद् गर्जन्ति हत्यादि, पातकानीह सर्वतः । यावच्छत्रुञ्जयेत्याख्या, श्रूयते न गुरोर्मुखात् ॥ १॥
-
ત્યાં સુધીજ હત્યા વગેરે પાપો અહીં ચારે તરફથી ગર્જના કરે છે. કે જયાં સુધી ગુરુના મુખેથી “ શત્રુંજ્ય એ પ્રમાણે નામ સાંભલ્યું નથી (૧)
न भेतव्यं न भेतव्यं, पातकेभ्यः प्रमादिभिः । श्रूयतामेकवेलं श्री - सिद्धिक्षेत्रगिरेः कथा ॥२॥
૪૧
वरमेकदिनं सिद्धि - क्षेत्रे सर्वज्ञसेवनम् ।
न पुनस्तीर्थक्षेषु - भ्रमणं क्लेश भाजनम् ॥३॥
પ્રમાદી જીવોએ પાપથી ભય ન પામવો. ભય ન પામવો. ફક્ત એક વખત શ્રીસિધ્ધક્ષેત્ર ગિરિની કથા सांभजवी. (२)
"
पदे पदे विलीयन्ते - भवकोटिभवान्यपि ।
पापानि पुण्डरीकाद्रे - र्यात्रां प्रति यियासताम् ॥४॥
શ્રી સિદ્ધિક્ષેત્રને વિષે એક દિવસ સર્વજ્ઞની સેવા શ્રેષ્ઠ છે. પરંતુ લાખો તીર્થેામાં ભ્રમણ કરવું શ્રેષ્ઠ નથી. ફક્ત उसेशनुं लाग्न छे. (स्थान छे.) (3)
પુંડરીક ગિરિની યાત્રા કરવા જનારાનાં પગલે પગલે કરોડો ભવોથી થયેલાં પાપો નાશ પામે છે. (૪)
एकैकस्मिन् पदे दत्ते, पुण्डरीकं गिरिं प्रति ।
भवकोटि कृतेभ्योऽधि, पातकेभ्यः समुच्यते ॥५॥
પુંડરીકગિરિ પ્રત્યે–(તરફ) એક એક પગલું મૂકે તે કરોડો ભવથી કરેલાં એવાં પાપોમાંથી જીવ મુકાય છે. (૫)
न रोगो न सन्तापो, न दुःखं, न वियोगता, । दुर्गतिर्न शोकं च, पुसां शत्रुञ्जयस्पृशाम् ॥६॥
શ્રી શત્રુંજયનો સ્પર્શ કરનારા પુરુષોને ોગ નથી, સંતાપ નથી, દુ:ખનથી, વિયોગીપણું નથી, દુર્ગતિ નથી, ને शोऽनथी. (६)