________________
ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની કથા
૪૬૯
એક વખત રાજાએ કહ્યું કે હે વિપ્ર ! પુત્રી માટે વર જોઈએ, પુરોહિતે કહયું કે હમણાં વિધાતા દેવને પૂછીએ. જેને યોગ્ય તે કન્યા હશે તે વરને તે કહેશે. રાજાએ કહયું કે હમણાં સત્યવિધાતા દેવ ક્યાં છે તે કહે, પુરોહિતે હયું કે સિંધુના કાંઠે શ્રેષ્ઠ ચંદ્રપુર નગરમાં સત્યવિધાતા જેદેવ છે તેને હમણાં પૂછીએ. રાજાએ કહયું કે તો તારો પુત્ર વિધાતાને પૂછવા માટે જાય, પછી પિતાવડે આદેશ કરાયેલો બ્રાહ્મણપુત્ર વિધાતાની પાસે જવા માટે ચાલ્યો. માર્ગમાં જતાં રમાપુરી નગરીમાં બ્રાહ્મણનોપુત્ર ધનના ઘરમાં વણિક્વડે સારા આદરપૂર્વક જમવા માટે રખાયો. જમ્યા પછી તે બ્રાહ્મણ વણિક્વડે પુછાયો, તું શું કામ માટે હમણાં ક્યાં જાય છે? તે પછી બ્રાહ્મણે આ પ્રમાણે કહયું. સિંધુના ક્લિારે વિધાતાની પાસે રાજપુત્રીના વરને જોવા માટે પિતાવડે અને રાજાવડે હું મોક્લાયો છું. વણિકે કહયું કે
લાબી પ્રમાણ દીન-દુ:ખીઓને હું જમાનાં છતાં વર્ષમાં મારું ઘર કેમ બળે છે? મારે પણ આ વિધાતાની પાસે પૂછવાનું છે? પુરોહિતપુત્રે કહયું કે તમારું કહેવું હું પૂછીશ. (એક કાર્ય). ત્યાંથી ચાલતો બ્રાહ્મણ વીરપુર નગરમાં રાજાવડે જમાડાયો. તે પછી તેણે જવાનો વૃત્તાંત શરૂઆતથી પૂછ્યો. તેણે પોતાનો જવાનો વૃત્તાંત હવે તે રાજાએ કહયું કે પુણ્ય કરવા છતાં મને ક્યા કારણથી શરીરમાં અત્યંત કોઢ થયો? મારે આ પૂછવાનું છે. (બીજું કાર્યો તે પછી સમુદ્રની વચ્ચેથી જતો એવો તે પાણીવડે બહાર કઢાયો અને તે બ્રાહ્મણવડે મત્સ્ય વારંવાર દેખાયો. મસ્તે કહયું કે તું ક્યા દેશમાં જાય છે? બ્રાહ્મણે પોતાને જવાનું વૃત્તાંત હયું ત્યારે મત્સ્ય આ કહ્યું વારંવાર પાણીમાં પડેલો તે વખતે સમુદ્રની બહાર ઢાઉ છું. રહેવા માટે સમર્થ નથી આ પૂજ્વાનું છે? (ત્રીજું કાર્યો પછી જતા એવા બ્રાહ્મણે વિધાતાની પાસે આવીને રાજાએ કહેલું જણાવ્યું. તે પછી વિધિદેવે તેની આગળ હયું તું પાછે જા. રાજાની આગળ કહે. રાજાવડે–પુરોહિત વિવાહની સામગ્રી કરે. રાજપુત્રીને યોગ્ય શ્રેશ્વર જલદી લાવીશ. ત્યાં વિવાહના દિવસે વિચાર કરવો નહિ. વણિકનો સંદેશો બ્રાહ્મણવડે પૂછાયે તે વિધાતા બોલ્યા કે તે વણિક ખોટાંતોલમાપવડે માણસને ગે છે. માટે લોકોને શ્વાના પાપવડે ઘણા દાનમાં તત્પર એવા તે વણિકનું ઘર દર વર્ષે બળે છે. (ઉત્તર–૧) રાજાનો સંદેશો બ્રાહ્મણે પૂછે છતે વિધાતાએ કહયું કે તે રાજા વગર કારણે ભેંશ-બકરા- પાડા મનુષ્યો અને ગોત્રી લોકોનો નાશ હંમેશાં કરતો હતો. તે પાપથી રાજાના શરીરમાં અત્યંત કોઢ થયો છે. (ઉત્તર–૨)ને પછી બ્રાહ્મણે મસ્તે કહેલું પૂછે ને વિધાતા બોલ્યા. તે મત્સ્ય પૂર્વભવમાં લક્ષ્મીપુરમાં ધનનામે રાજા હતો. ઘણાં ગામોને અને ઘણાં લોકોને બાળી બાળીને રાજા હંમેશાં ઉજજડ કરતો હતો. અને તે લોકો બીજા ઠેકાણે રહે છે. તપમાં નિષ્ઠ એવા તપસ્વીઓને તેના ઘરમાંથી ખેંચીને રાજા પોતે રહયો. આથી તે સમુદ્રમાં રહેવા શક્તિમાન નથી. (ઉત્તર –૩) તે પછી પાછા આવતા બ્રાહ્મણે વણિક– રાજા અને મત્સ્યની આગળ જે નિવેદન કરાયું હતું તે જુદું જુદું . તે પછી કપટ રહિત વ્યવસાય કરતા વણિક્ત નિરંતર નિશ્ચલ લક્ષ્મી થઈ. ગોત્રી અને વડીલ લોકોનું સારી ભક્તિથી માન કરતા રાજાના શરીરમાંથી તીવકોઢરોગ ચાલી ગયો. ને શરીર કામદેવ સરખું થયું. પૂર્વભવમાં કરેલાં પાપની નિદા કરતા મત્સ્યને સમુદ્રે શ્રેષ્ઠ પુણ્યના ઉદયથી પોતાનામાં સ્થાન આપ્યું.
કુષ્ઠરાજાએ પોતાની પુત્રી રૈલોક્યસુંદરીને પુરોહિતના પુત્રને જલદી સારા મહોત્સવ પૂર્વક આપી. તે પછી રાજાએ તે જમાઇને ભક્તિથી આખો તિલંગ દેશ સારા દિવસે આપ્યો. આ તરફ ભીમરાજાવડે પુત્રીના વરને જોવા માટે સેવકો મોક્લાયા તાં તેઓએ આવીને તે વખતે આ પ્રમાણે કહયું તિલંગ દેશમાં ચંદ્રપુરમાં જે રાજા છે. તેજ પોતાની પુત્રીને યોગ્ય શ્રેષ્ઠવર છે. તે પછી રાજાએ સ્વયંવરા એવી પોતાની પુત્રીને મોક્લીને તિલંગ દેશના સ્વામીને સારા ઉત્સવપૂર્વક