Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 510
________________ ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની ક્યા નદી સમાન પાણી નથી. બંધવ સરખું બલ નથી. સ્ત્રી સમાન પ્રેમ નથી.સૂર્ય સમાન તેજ નથી આ સાંભળીને ભરવાડે કહયું તમારાવડે જૂઠું કેમ બોલાય છે ? મંત્રી એ કહ્યું કે આ માણસ હમણાં પોતાના આત્માને વિષે ગર્વ કરે છે. પછી રાજાએ કહયું કે હમણાં શ્લોકનો અર્થ પુછાય છે. તે પછી મંત્રીશ્વરે રાજા પ્રત્યે પ્રગટપણે હયું जङ्गल जाट न बोलावीइं, चवटा माहिं किराट् । ચાટાની અંદર જંગલી જાટ એવા ભિલ્લને ન બોલાવાય. તે પછી મંત્રી સહિત રાજા પોતાના ઘેર આવીને નીસમં એ ગાથાનો અર્થ પૂછવા માટે તેને બોલાવ્યો. રાજાવડે બોલાવાયેલો ભરવાડ—તેજ વખતે આવીને જ્યારે ઊભો રહયો. ત્યારે રાજાએ પૂછ્યું કે તને કુશલ છે ? તેણે ક્હયું काला कुशल न पुच्छीइ, नितु न विलह विहाणि । जर पहुवइ जुव्वण, गलइ नित हाणि विहाणि ॥ १ ॥ ૪૬૫ હે કાલા ! કુશલ ન પૂછીએ. હંમેશાં પ્રભાત વિનાશ પામે છે. જરા અવસ્થા (આવે) સમર્થ થાય. હંમેશાં ચૈાવન ગળે છે. ને દિવસો ઘટે છે. (૧) મંત્રીએ કહ્યું કે રાજન આનાવડે આપ– કાલા યમરાજા કરાયા. રાજાએ ક્હયું કે એને પોતાનું ઇષ્ટ પૂછે. આ ચર્ચાવડે શું ? તે પછી મંત્રી એ નદીસમંએ પ્રમાણે ગાથાનો અર્થ પૂછ્યો. તેની આગળ ભરવાડ સ્પષ્ટપણે આ પ્રમાણે બોલ્યો मेघसमं न जलं, बाहुसमं न बलं । અન્નમમં ન હેાં, નયળસમં ન તે શાશા મેધ સમાન જળ નથી. બાહુ સમાન બલ નથી. અન્ન સમાન પ્રેમ નથી. ને નેત્ર સમાન તેજ નથી. (૧) આ સાંભળીને સંપ્રતિરાજાએ તે ભરવાડને સન્માન આપવા પૂર્વક એક લાખ સોનામહોર આપી. એક વખત રાત્રિના–સમયે સંપ્રતિરાજાએ આ પ્રમાણે વિચાર્યું કે હું અનાર્ય દેશમાં સાધુઓનો વિહાર કરાવું. ત્યાં સાધુઓના વિહારવડે લોકોને જૈનધર્મની પ્રાપ્તિ થવાથી સ્વર્ગઆદિની પ્રાપ્તિવાલો લાભ થાય. ( ધર્મ થાય ) શરુઆતમાં ધર્મિષ્ઠ શ્રાવકોને અનાર્ય દેશમાં પ્રગટપણે મોક્લીને હમણાં ત્યાં રહેલા મનુષ્યોને શ્રાવક કરાવીશ. તે પછી સુખપૂર્વક નિશ્ચે સાધુઓવડે વિહાર થાય, વજને વિષે વેધવગર કોઇ ઠેકાણે ઘેરો પ્રવેશ ન પામે. તે પછી તે દેશોમાં શ્રેષ્ઠ શ્રાવકોને મોક્લીને સંપ્રતિરાજાએ ત્યાં રહેલા મનુષ્યોને ચતુર એવા શ્રાવક કરાવ્યા. કહયું છે કે રાજાએ અનાર્ય દેશોમાં સાધુવેશને ધારણ કરનારા મનુષ્યોને મોક્લ્યા. સંપ્રતિરાજાની આજ્ઞાવડે તેઓ અનાર્યેાને આ પ્રમાણે અત્યંત શિખામણ આપતા હતા. બેંતાલીસ ઘેષરહિત શુદ્ધ અન્ન વિશેષે કરીને અહીં આવેલા સાધુઓને તમારે હંમેશાં આપવું. નવકારનાં સૂત્રો. તેઓની પાસે આદરપૂર્વક

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522