Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 509
________________ શ્રી શત્રુંજ્ય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર ચાકરની જેમ કાલના દિવસો પૂરા કરે છે. (૨) સંપ્રતિરાજા દૂર જઈને પણ આચાર્યમહારાજનાં ચરણકમલને વંદન કરતો હતો, અને મોક્ષલક્ષ્મી માટે આદરથી ધર્મ સાંભળતો હતો. રાજા સંઘપતિથઈને અવંતિ અને અયોધ્યા વગેરેમાં યાત્રા કરતો વિસ્તાર પૂર્વક રથયાત્રા કરતો હતો,હયું છે કે એકદિવસ સુહસ્તિસૂરિ આચાર્ય અવંતિમાં રહેતા હતા ત્યારે સંધ ચૈત્યયાત્રાનો ઉત્સવ કર્યા. આર્યસુહસ્તિસૂરિરાજ ચૈત્યયાત્રામાં આવીને સંઘસહિત મંડપને હંમેશાં શોભાવતા હતા. ચૈત્યઉત્સવના દિવસના અંતે લોકોએ રથયાત્રા કરી. કારણકે રથયાત્રાવડે યાત્રાનો ઉત્સવ સંપૂર્ણ થાય છે. રથશાલામાંથી સૂર્યના રથ સરખો સોના અને માણિક્યની કાંતિથી પ્રકાશિત કર્યાં છે. દિશાઓનાં મુખજેણે એવો રથ બહાર નીક્ળ્યો, વિધિના જાણકાર મહાબુધ્ધિવાલા શ્રાવકોએ રથમાં રહેલ અરિહંતની પ્રતિમાની સ્નાત્રપૂજા વગેરેની તૈયારી કરી. અરિહંતનું સ્નાત્ર કરાયે તે જેમ જન્મક્લ્યાણકમાં પહેલાં મેરુપર્વતના શિખરઉપરથી સ્નાત્ર જલ પડતું હતું તેમ રથમાંથી સ્નાત્રનું પાણી પડયું. જાણે સ્વામીને વિનંતિ કરવાની ઇચ્છાવાલા હોય તેમ શ્રાવકોએ મુખમાં વસ્ત્ર બાંધી સુગંધી દ્રવ્યોવડે પ્રતિમાને વિલેપન કર્યું. માલતી અને શતપત્રવગેરેની માલાઓવડે અરિહંતની પ્રતિમાની પૂજા કરી. અને તે શરદઋતુનાં વાદળાંવડે ધેરાયેલી ચંદ્રની ક્લાની જેમ શોભતી હતી. બળતાં અગમાંથી ઉત્પન્ન થયેલી ધૂમરેખાવડે ધેરાયેલી પ્રતિમા જાણે નીલ વસ્રવડે પૂજા કરાઇ હોય તેવી શોભતી હતી. શ્રાવકોએ જિનેશ્વરની પ્રતિમાની જાજવલ્યમાન શિખાવાલી પ્રકાશ કરતી ઔષધિના સમૂહથી પર્વતનાશિખરને વિડંબન કરે એવી આરતી કરી. અરિહંતને વંદન કરીને તે સર્વે શ્રાવકો ઘોડાનીજેમ આગળ થઈને પોતાની જાતે રથ ખેંચતા હતા. નગરની સ્ત્રીઓએ નૃત્ય ને રાસનીસાથે ચાર પ્રકારનાં વાજિંત્રો વગડાવવાવડે સુંદર નાટક કર્યું, ચારે તરફ શ્રાવિકાલોક્વડે ગવાતાં છે મોટાં મંગલો જેમાં દરેક હાટે (દુકાને) અને દરેક ઘરે વિવિધ પૂજાને સ્વીકારતો—ઘણા કેશરના પાણીવડે સિંચન કરાયું છે આગળનું પૃથ્વીતલજેનું એવો રથ ધીમે ધીમે સંપ્રતિરાજાના મહેલના દ્વારે પહોંચ્યો. ૪ રથ પૂજા માટે ઉધમવાલા થયેલા સંપ્રતિરાજાએ પણ જિનેશ્વરની ચંદનવડે પૂજા કરતાં પોતાના જન્મને સફલ ર્યો તે વખતે સઘળા સામંતોને બોલાવીને તેની પાસે સમ્યક્ત્વ ગ્રહણ કરાવીને રાજાએ આદેશ ર્યો. હે સામંતો તમે જેમ મને સ્વામી માનો છે. તેવીરીતે તમે ભાવથી સુવિહિત સાધુઓને પણ સ્વામી માનો. એ પ્રમાણે જણાવીને તે સામંતો પોતપોતાના દેશમાં વિસર્જન કરાયા. અને ત્યાં જઇને તેઓ સ્વામીની ભક્તિવડે સાધુઓની સેવા કરવા લાગ્યા. જેમ રાજાએ જિનેશ્વરની યાત્રા પ્રવર્તાવી તેવી રીતે સર્વ સામંતોએ સારી રીતે રથયાત્રા કરી. રથયાત્રા કરતાં ત્યાં રથની પાછળ ગમન કરતા હતા. રથની આગળ પુષ્પવૃષ્ટિ કરતા હતા અને તેઓ ચૈત્યપૂજા કરતા હતા. તે પછી રાજાહંમેશાં શ્રેષ્ઠમનવાલો ધર્મકથાઓવડે સમયને પસાર કરતો હતો. મંત્રી અને સામંત વગેરે સહિત એક વખત સંપ્રતિરાજા અશ્ર્વવડે વનમાં અપહરણકરાયેલો. મંત્રી સહિત દૂર ગયો. તે બન્નેને ઘણી તરસ લાગી. મંત્રીએ પાણીની તપાસ કરતાં એક ભરવાડને જોયો. અને પૂછ્યું પાણી ક્યાં છે ? તે બોલ્યો કે નદીમાં છે. તે પછી મંત્રી અને ભરવાડ સહિત સંપ્રતિરાજાએ નદીમાં જઈને પાણી પીધું. તે વખતે તે બન્નેની તરસ ગઇ. પાણીથી ભરેલી નદીને વારંવાર જોઇ શાંતિ પામેલા મંત્રીએ ભરવાડના સાંભળતાં રાજાની આગળ ક્હયું. नदीसमं न जलं, बन्धवसमं न बलं । નારીસમં ન હેાં, સૂર્યસમ ન તેનમ્।।શા

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522